________________
જેન યુગ
--
-
-
--
નિંગાળા અધિવેશન
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સનું પદરમું અધિવેશન કાઠિયાવાડમાં આવેલ નિંગાળા નામના એક નાના સરખા ગામડામાં ચાલુ માસની ૨૫, ૨૬ તથા ૨૭ તારીખના રોજ મળનાર છે. આ કોન્ફરન્સનું પહેલું અધિવેશન જયપુર પાસે આવેલા ફળધી તીર્થમાં આજથી લગભગ તેત્રીશ વર્ષ પહેલા મળેલું. એટલે આ સંસ્થા પાછળ તેત્રીશ વર્ષ જેટલો લાંબો ઇતિહાસ રહે છે. એક વખત આ સંસ્થાના અધિવેશન પુરા ભભકામાં મળતા અને હજારોની સંખ્યામાં સ્ત્રી પુરૂષે તેમાં હાજરી આપતા. એ પૂર્વકાળની જાહેરજલાલી આજે નથી. છેલ્લું અધિવેશન મુંબઈ ખાતે આજથી છ વર્ષ પહેલાં મળેલું. છ વર્ષ જેટલા લાંબા ગાળે હવેનું અધિવેશન મળે છે એ જ કેન્ફરન્સ જેવી સંસ્થાની ઉત્તરોત્તર થતી જતી અવનતિ સૂચવવા માટે પૂરતું છે. આ અવનતિ શા માટે? આવી ઉપયોગી ગણાતી સંસ્થા પ્રત્યે જૈન સમાજની આવી ઉદાસીનતા કેમ?
આનાં બે કારણો હોઈ શકે કે તે જૈન સમાજ એટલો રાષ્ટ્ર ભાવનાથી ઓતપ્રેત થઈ ગયા છે કે તેને આવી સાંપ્રદાયિક અને જૈન સમાજના એક વિભાગની સંસ્થામાં હવે રસ રહ્યો નથી. ખરેખર આજ વસ્તુસ્થિતિ હોય તે તે તે જરૂર આવકાર દાયક ગણાય. પણ એ સભાગ્ય કેવળ વેશ્યવૃત્તિ પ્રધાન જન સમાજનું કયાંથી હોય? કોન્ફરન્સની આવી શોચનીય દશા બનવાનાં તે બીજા જ કારણ છે. તે કારણેને એક બાજુએ કોન્ફરન્સની આજ સુધીની નિશ્રેતન કાર્યવાહી સાથે અને બીજી બાજુએ સ્થાપિત હો ધરાવતા વર્ગો-સાધુઓ અને શ્રીમાને-ના ઉત્તરોત્તર વધતા જતા વિરોધ સાથે સંબંધ છે. કોન્ફરન્સની જાહોજલાલીને સમય એ હતું કે જ્યારે એ પ્રકારનાં અનેક અન્ય કમી સંમેલને પણ મેટા આડંબર સાથે મળતાં, તે તે કોમના માણસે તે તરફ ખૂબ આકર્ષાતા, શ્રીમાનેને લાવીને પ્રમુખસ્થાને બેસાડવામાં આવતા અને ઢગલાબંધ ભાષણે થતાં, બે પાંચ લાખની સખાવતે જાહેર થતી અને બે કે ત્રણ દિવસને જ જલસે મહાન સતેષપૂર્વક ખતમ કરીને સૌ કોઈ પિતાને ઘેર વિદાય થતું. ત્યાર પછી બીજું અધિવેશન
મળે તે દરમિયાન–એક કે બે વર્ષના ગાળામાં–કશે પણ કાર્યક્રમ રાખવામાં આવતા નહિ અથવા તે કદાપિ એ કોઈ કાર્યક્રમ નક્કી કરવામાં આવે તે તેને કોઈ અમલ કરતું નહિ. વળી પાછું બીજું અધિવેશન મળતું. એનાં જ એ જ પ્રમુખસન્માનનાં સરધસે અને દબદબાભર્યા જલસાઓ-એની એ જ ભાષણબાજી અને શની તકરારો અને પાછળ કશું કર્યું કે પરિણામ મળે જ નહિ. આવા જલસાઓની પરંપરા લાંબે વખત ચાલી શકે જ નહિ. જેવી દશા અન્ય કેમી સંમેલનની થઈ તેવી જ દશા જન . મૂ. કન્ફરસની થઈ. લોકોને મેહ ઓછો થયે; અધિવેશનમાં ભાગ લેનારાની સંખ્યા ઘટતી ગઈ, ધીમે ધીમે કોન્ફરન્સ એ જાણે કે મુંબઈની એક જાહેર જન સંસ્થા (ાય એ દશા કેન્ફરન્સની થઈ બેઠી.
કોન્ફરન્સની વર્તમાન સ્થિતિ નિપજવાનાં બીજાં પણ કારણે છે. કોન્ફરન્સ તે લોકોની સંસ્થા. તેમાં તે સામાન્યમાં સામાન્ય માણસ પણ ભાગ લઈ શકે અને પિતાને અવાજ રજુ કરી શકે. તેમાં કોઈને ગમે અને કોને ન ગમે એવા અનેક સવાલો આવી શકે; તેમાં આણંદજી કલ્યાણજી પેઢીને હિસાબ પ્રગટ કરવાને પ્રશ્ન પણ આવી શકે
તા. ૧૬-૧૨-૪૦ અને અમ દીક્ષા બંધ કરવાની વાત પણ આવી શકે; વિધવાવિવાહને પ્રશ્ન પણ ચર્ચાય અને દેવદ્રવ્યના સદુપયોગની વાત પણ આવે. આ વાત સ્થિતિચુસ્ત વર્ગોને-પછી તે પેઢી દર પેઢી સત્તા ભોગવતા આવતા શેઠીઆઓ હોય કે સાધુઓ હોય–આવા વર્ગોને કેમ પરવડે? તેથી તેમણે તે કોન્ફરન્સ સામે
તરફ ઝેરી પ્રચાર વિપુલ પ્રમાણમાં અને સત્ય અસત્યની કશી પણું પરવા રાખ્યા સિવાય શરૂ કર્યો અને ગામેગામ અને શહેરે શહેર ઝેર અને વિરોધનાં બીજ રોપી દીધાં. પરિણામે કોન્ફરન્સ જ અનેક સ્થળોએ ઝગડાનું નિમિત્ત બની ગઈ. આ સર્વે વિરોધને કોન્ફરન્સ પુરો સામને કરી શકી હોત અને પિતાનું સ્વામિત્વ અને જડ સમાજમાં બરાબર સ્થાપિત કરી શકી હોત જે કેન્ફરન્સ સામેના આવા ઉગ્ર વિરોધને પહોંચી વળે અને સમાજમાં અખંડ અને એકધારી સેવા વડે પુરો વિશ્વાસ ઉત્પન્ન કરી શકે એવા કાર્યકર્તાઓ કેન્ફરન્સને મળ્યા હોત તે, પણ આ બાબતમાં કેન્ફરન્સ આજસુધી દરિદ્ર જ રહી છે. કેન્ફરન્સને આજ સુધી જે કાર્યકર્તાઓ મળ્યા છે તેમની નિષ્ઠા સંબંધે કશું કહેવાપણું છેજ નહિ, પણ કમનશીબે તેઓ મોટે ભાગે માત્ર મુંબઈનિવાસીઓ હતા અને અનેક વ્યવસાય, ઉપાધિઓ અને જવાબદારીએથી તેમનું ચાલુ જીવન ભરેલું હતું. એટલે કોન્ફરન્સ ખાતર દિવસેના દિવસે કાઢી સ્થળે સ્થળે ભટકે, કોન્ફરન્સને પ્રચાર કરે અને સ્થળ સ્થળના જૈન સમાજનો પરિચય સાધીને તેમની અગવડમાં રાહત આપે અને સુખ સગવડમાં વધારે કરે એ તેમના માટે શકય જ નહોતું. પરિણામ આજની કેન્ફરન્સની નિષ્કિચન અને લગભગ અનુયાયીવિહોણી દશા.
આ તે ભૂતકાળની વાત થઈ. ભૂતકાળને સંભાર્યું કે વર્તમાનને રડે ભવિષ્ય કદિ સુધરવાનું નથી. આવી શીર્ણવિશીર્ણ બનેલી કોન્ફરન્સની સંસ્થા પિતાનું પંદરમું અધિવેશન નિંગાળા ખાતે ભરે છે. આ અધિવેશનની વિશેષતા બે પ્રકારે છે. એક તે આજ સુધીનાં અધિવેશને મેટાં શહેરમાં જ ભરાતાં. આ અધિવેશન એક ગામડાંની ભાગોળે ભરાય છે. એટલે આગળના ભભકાનું અને આડંબરનું પુનરાવર્તન આજે અહિં અશક્ય બની જાય છે. બીજું આજ સુધીનાં અધિવેશનમાં એકાદ અપવાદ સિવાય મેટે ભાગે શ્રીમાન પ્રમુખ ચુંટતા, તેમનાં ભાષણે બીજા કોઈ લખી આપતા અને અધિવેશનનું સંચાલન ઘણુંખરૂં બાજુમાં બેઠેલા મહામંત્રીઓ કરતા. આ અધિવેશન માટે સામાન્ય જનતામાંના અને સાધારણ સ્થિતિના એક ગૃહસ્થને પ્રમુખ તરીકે ચુંટવામાં આવેલ છે. આ પ્રમુખ શ્રીમાન નથી, વિદ્વાન તરીકે પંકાયેલા નથી. તેઓ એક વ્યવહારદક્ષ અને કાર્યનિષ્ટ સજજન છે. આ બે નવા સંગે કોન્ફરન્સને સજીવ અને પ્રાણવાન બનાવવામાં કેટલા મદદરૂપ બને છે તે જોવાનું છે.
આ કોન્ફરન્સ એક અવાસ્તવિક બંધારણ ઉપર રચાયેલી છે. કેન્ફરન્સની મૂળ કલ્પના એવી હતી કે દરેક ગામના અને શહેરના સો પ્રતિનિધિઓ ચુંટીને એકલે અને તેવા પ્રતિનિધિએની બનેલી કોન્ફરન્સ જૈન સમાજના વિવિધ પ્રશ્નો ચર્ચે અને પ્રગતિવિક વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે. ગામગામના છે અને કોન્ફરન્સ વચ્ચે આ સંબંધ ખરેખર સ્થાપિત થઈ શક હેત તે આ કોન્ફરન્સ આખા હિંદુસ્થાનના જન સમાજની સાચી પ્રતિનિધિ થઈ શકી હોત અને તેનું પ્રભુત્વ અને વર્ચસ્વ સર્વ સંધસમુદાય ઉપર બહુ જ સારી રીતે સ્થાપિત થઈ શકયું હોત. ખરેખર એ કલ્પના મુજબ કોન્ફરન્સનું ઘડતર અને વિકાસ થયેલ છે તે પરિણામ પણ નિઃસંદેહ એટલાં જ ભવ્ય આત.