Book Title: Jain Yug 1940
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 171
________________ તાર: HINDSANGHA. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર. REGD. NO. B 1996 - વ્યવસ્થાપક મંડળ વાર્ષિક લવાજમ રૂ. ૨) - - જેના ITI છુટક નકલ દોઢ આનો. મોહનલાલ દીપચંદ શેકસી. - તંત્રી. મનસુખલાલ હી. લાલન. પુસ્તક ૮ અંક ૧૮ વિ સં. ૧૯૯૬, શ્રાવણ સુદ ૧૪, શુક્રવાર, તા. ૧૬ મી ઓગષ્ટ ૧૯૪૦ JAIN YUGA શ્રી મહુવા યશવૃદ્ધિ જૈન બાલાશ્રમના નવા મકાનની રાવસાહેબ શ્રી. કાન્તિલાલ ઇશ્વરલાલના હાથે થયેલી - ઉદઘાટન ક્રિયા. – આત્મ પરિકમ્મા. જ્યારે તમે બીજાની ટીકા કરતા હો અથવા તમે અહીંથી તહીંથી એક બે ભૂલને શોધી શક્યા હો અથવા તે તમે જેને ફાડી તેડી નાખે તેવી એકાદ નબળાઈને વચનદ્વારા વેગ આપતા હે, જ્યારે તમે અન્યને નબળાઈ માટે ઠપકો આપતા હો અથવા ધનને દેવ માનવા માટે કેઈ ઉપર આરોપ મૂકતા હો, ત્યારે તમારે તમારી જાતની આસપાસ એક ફેરો મારવા લાયક વખત આવી લાગે છે” (એમ સમજવું). મહુવાથી તા. ૧૫ મીના તારમાં જણાવવામાં આવે છે કે – અત્રેના યશવૃદ્ધિ જૈન બાલાશ્રમના નવા મકાનની ઉઘાટન ક્રિયા મુંબઈના જાણીતા આગેવાન દાનવીર શેઠ કાંતીલાલ ઇશ્વરલાલ જે. પી. ના હાથે થઈ હતી. ઉપરના પ્રસંગે પ્રમુખસ્થાન ભાવનગરના દિવાન શ્રી. એ. પી. પણીએ લીધું હતું, તેમજ તે પ્રસંગે - ભાવનગરના આગેવાન અમલદારે તથા ગૃહસ્થોએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી. રાવસાહેબ શેઠ કાંતીલાલે મકાન ખુલ્લું મૂકતાં જણાવ્યું કે “શેઠ શ્રી. કશળચંદભાઇએ રૂપીયા પચાસ હજાર જેવી મોટી રકમ જે આ સંસ્થાને આપી છે તે બદલ તેને મુબારકબાદી આપું છું.' અને વધુમાં તેમણે જણાવ્યું કે “આપણી કેમના બાળકોની બેકારી ટાળવા માટે તેમજ ઉંચી કેળવણી માટે આવી સંસથાઓ જેમ વધુ પ્રમાણમાં ખેલાય તેમ સારું છે.' (મહુવાથી તાર પ્રાપ્ત તા. ૧૬-૮-૪૦) આપણામાંના સર્વ સામાન્ય પ્રતિના પ્રાણીઓમાં અનેક ઉણપો ઓછી વધતી રહેલી છે અને આપણે નાના હોઈએ કે મોટા હોઈએ, પણ આપણે દરેકમાં અનેક ગંભીર એપ જરૂર છે; પણ માણસો જ અનેક ખરાબ બાબતોને અભરાઈ પર ચઢાવી દે છે તેને વિચાર કરીએ છીએ ત્યારે આપણી પિતાની આસપાસ એક ચક્કર મારી અથવા આપણે બહાર જવું જોઈએ એવો વખત આવી પહોચ્યો છે” (એમ લાગે છે). બીજાને માટે તમે ફેંસલો આપવા લાગી જાઓ અથવા તેને અભરાઈએ ચઢાવી દે તે પહેલાં આ જીવનમાં આપણને જીવન તોલનનાં તાજવાની જરૂરીઆત સાંપડે છે અને આપણું ખમીર ક્યાં ટકી રહે છે અને કયાં હાથ હેઠા પડી બેસી જાય છે, તેની તુલના કરવાની જરૂર પડે છે. તે પ્રસંગે તમારી જાતની આસપાસ એક પ્રદક્ષિણ મારવાની રીત બહુ મજાની નીવડે છે. ? (સાધ્યને માગે).

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236