________________
તાર: HINDSANGHA.
વ્યવસ્થાપક મંડળ
1
મેહનલાલ દીપચંદ ચેકસી.
તંત્રી.
મનસુખલાલ હી. લાલન.
શ્રી જૈન શ્વેતાંબર કેૉન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર,
જેના
리기
વિ. સ’. ૧૯૯૭, માગસર શુદ ૬, રવિવાર.
JAIN
REGD. N0. B 199
વાર્ષિક લવાજમ રૂ।. ૨)
1
છુટક નકલ દાઢ આના.
પુસ્તક ૮ અક ૨૫
તા૦ ૧ ડીસેમ્બર ૧૯૪૦
YUGA
છેલ્લા દાયકાનું સિંહાવલોકન.
સમગ્ર જૈન સમાજની પ્રગતિના કાઇ પણ સવાલ કોન્ફરન્સ જેવી સંસ્થા સિવાય આપણે ઉકેલી શકીએ તેમ નથી. કાન્ફરન્સ આટલી બધી ઉપયોગી સંસ્થા છતાં આજે તે શિથિલતા ભાગવે છે. કાન્ફરન્સ તે જૈન સમાજનું શરીર છે અને આપણે સર્વે તેના આત્મા છીએ એટલે ખરી રીતે કારસ કરતાં આપણે જ શિથિલ બની ગયા છીએ. કાન્ફરસ તેા સમાજનું બેરામીટર છે. આજે જૈન સમાજની ખરી સ્થિતિ જો કાઇને જોવી હાય તા કાર'સને જોઇ લે.
જ
છેલ્લા દસ વર્ષના ગુજરાતના જૈન સમાજના ઇતિહાસે સમગ્ર જૈન કામ એટલે કાન્ફરસની પ્રગતિને તદ્દન રૂંધી નાખી છે. બુદ્ધિવાદ અને લાગણીવાદ એ બન્ને વચ્ચે આ દસકામાં જબ્બર ધણુ થયું. એક વર્ગ સુધારક તરીકે ગણાયા, બીજાએ પેાતાને શાસન–રક્ષક તરીકે કહેવરાવ્યે, પહેલા વગે ફક્ત બુદ્ધિને જ મહત્વ આપ્યું, બીજાએ લાગણીના જોરમાં બુદ્ધિને ભળવા ન દીધી. આમ બંનેએ વ્યવહાર અને નિશ્ચયથી ઐકયતા સધાવા ન દીધી. આનુ પરિણામ સમાજ માટે ઘણુ જ ભયંકર આવ્યું. અંદર અંદર એક બીજા પ્રત્યે કડવાશ એટલી હદે વધવા માંડી કે પાણીમાંથી પેારા શેાધીને એક બીજાની ભુલાને કાગના વાધ બનાન્યેા. બંને વ ખરી રીતે ભાવનાથી ધર્મની સેવાના માગે છે. એકને શ્રાવક વર્ગ કચરા દેખાય છે તેથી સાતે ક્ષેત્રનીજ વાજબદારી જેના ઉપર છે. તેને પ્રથમ પગભર કરવાની ભાવના છે. બીજાને શ્રાવક ક્ષેત્ર સાથે બીજા ક્ષેત્રની જવાબદારી પણ એક સરખી જ ગણી માર્ગ કાઢવા છે. આ મતભેદે એવા નથી કે જેના માર્ગ ન નીકળી શકે. આખા સમાજન મંચનકાળના સમય પસાર થઇ જાય છે ત્યારે આવી પક્ષાપક્ષી આપણને કયાં સુધી પાલવશે ! હું બન્ને પક્ષને નમ્ર અપીલ કરૂ છુ કે છેલ્લા દશ વર્ષના ઇતિહાસને તદ્દન ભુલી જઈ ભગવાન મહાવીરના ધર્મ ખાતર એક વખત ભેગા થાઓ. કેળવણી અને બેકારી આ બે સવાલા આજે જૈન સમાજ આગળ એવા પડયા છે કે થાડા વર્ષ સુધી આપણી શક્તિ કાન્ફર ંસ દ્વારા આ વિષયામાં જ ખરચીએ . । . સંગઠન આપોઆપ થઈ જાય. આ બંને વિષયે એટલા વિશાળ છે કે આના ઉપર પુરતું લક્ષ આપવામાં આવે તા કાન્ફર’સને બીજા વિષયા ચવાની ફુરસત પણ ન મળે.
શ્રી. કાન્તિલાલ ઈશ્વરલાલના તા. ૨૧- ૧-૩૯ ના ભાષણમાંથી