________________
તાર : HINDSANGHA.
વ્યવસ્થાપક મંડળ
મેાહનલાલ દીપચંદ ચોકસી.
તંત્રી.
મનસુખલાલ હી. લાલન.
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સનુ' પાક્ષિક મુખપત્ર.
જૈન પૂ.
વિ. સં. ૧૯૯૭, માગસર વદ ૮, સોમવાર,
JAIN
REGD. NO. B 1996
વાર્ષિક લવાજમ રૂા. ૨)
છુટક નકલ દોઢ આના.
--
પુસ્તક ૮ અંક ૨૬
-
તા૦ ૧૬ ડીસેમ્બર ૧૯૪૦
YUGA
આજની વિષમપળે એક્જ ધ્વનિ હોય અને તે “એયને.”
તા ચાસ માનું છું અને ખાત્રીથી કહું છું કે, જ્યાં સુધી જૈન સમાજની અંદર ચાહેતા જુના વિચારવાળા પક્ષ હાય, ચાહે તેા મધ્યમ પક્ષ હાય, ચાહે તેા યુવક વર્ગ હાય, પણ તે સૌ પોતપોતાના બધા મતભેદો ભુલી જઇને, એક ખીન્તના ગુણદોષ જોવાનું છેડી દઇને, હું મોટા છુ અને મારી કક્કો ખરો છે તે ભુલી જઇને તે અધા સાથે મળીને મારાથી સમાજનું હિત શી રીતે થઈ શકે, ધર્મની ઉન્નતિ કેમ સાધી શકાય, મારાથી, મારી સમાજ, ધમ અને દેશને કેમ ઉપયોગી થવાય, તેનેાજ જ્યારે ખરા હૃદયથી વિચાર કરવા માંડશે, ત્યારે અને ત્યારેજ જૈન સમાજની, ધર્માંની અને દેશની ઉન્નત્તિ થઈ શક્રશે. એટલું ખાસ યાદ રાખજો કે ઉપલી બધી ચીજોની ઉન્નતિ ઉપરજ તમારી પેાતાની ઉન્નતિના આધાર રહેલે છે. મને પોતાને હજી સમજણ પડી શકતી નથી કે આપણે જૈના હંમેશાં વહેવાર કુશળ કહેવાઇએ છીએ, તે છતાં આપણે જે ચીજમાં આપણી પાતાની ઉન્નતિના પ્રશ્ન સમાયેલે છે, તેને પણ વિચાર કરતા નથી !
મારા યુવાન બંધુએ કે જેમની અંદર સમાજ-ધર્મ અને દેશની મારા કરતાં વધારે ધગશ હશે,......તેઓને એટલી વિન ંતિ છે કે, જો તમેા સમાજના અને ધર્મના ખરા હિતચિંતક હેાતા, સમાજની અંદર મોટા ભાગોના જેમાં વિરોધ હાય તેવા ચર્ચાસ્પદ પ્રશ્નો છોડી દઈને, એવા પ્રશ્નો હાથ ધરા કે જેથી સમાજનુ ઐકય જળવાય......સમાજમાં કાઇ પણ જાતના સંગીન સુધારા કરાવવા માંગતા હા, સમાજની ઉન્નતિ ચાહતા હા, તેા તમારૂં સુકાન કઇ વિચારવંત આસામીના હાથમાં સોંપશે, જે તમાને ખરે રસ્તે દારવી શકે. મારી તેા એટલી સલાહ છે અને વિન ંતિ છે કે કોઇપણ જાતની ઉશ્કેરણીથી દોરવાઇ જઇને, એવું કૃત્ય નહિ કરશેા કે, જેથી પાછા હઠવું પડે. તેના કરતાં એવા કાર્યો હાથ ધરા કે, જેની અંદર સમાજને મોટો ભાગ તમેાને છેક સુધી સાથ આપે, અને તમારા કાર્યને વેગ આપે. જેટલા જેટલા ઘણાજ તકરારી મુદ્દા હાય, જેની અંદર સમાજના મોટા ભાગ તમારાથી વિમુખ રહે તેમ લાગતુ હોય, તા તેવા પ્રશ્નો ભવિષ્યને વાસ્તે રહેવા દ્યો; હાલ તેા જેટલું કાર્ય સહેલાઇથી, સમાજના મેટા ભાગને સાથે રાખીને થઈ શકતુ હાય, તેટલુ જ કાર્ય હાથ ધરા.
શાસન પક્ષને પણ હું એટલું તેા જરૂર કહીશ, અને વિનતિથી કહીશ કે, જો આપના મનમાં એમ હાય કે, અમારા સિવાય બીજો કાઇ જૈન અત્યારે ધર્મના સિદ્ધાંતા પાલન કરતા નથી, અમારે લીધેજ અત્યારે જૈન ધર્મ ટકી રહ્યો છે, અમેજ જૈન ધર્મને ટકાવી રાખનારા સ્થૂલા છીએ, અમેજ શ્રી મહાવીર પ્રભુના સાચા પુત્રા છીએ, તે અસ્તુ !!
તેમ માનવાને તમને પુરેપુરા હક્ક અને અધિકાર છે. પણ તે માન્યતા બીજાઓની અંદર ઠસાવવાના તમારા પ્રયત્નામાં એવું કાંઈપણ તત્વ હશે કે જેથી સમાજની થેાડી ઘણી રહેલી શાંતિને પણ ભંગ થશે તેા, તેના જવાખદાર તમે ગણાશે.
(શેઠ અમૃતલાલ કાલીદાસના ભાષણુમાંથી )