Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ : જૈનધર્મની વાર્તાઓ નથી પડતી. આયુષ્ય તો દરરોજ ઘટતું જાય છે, શરીર તો મેલનું ઘર છે, વિષયો તો પાપથી ભરેલા છે, તેમાં દુઃખ જ છે. આવા અપવિત્ર, અનિત્ય અને પાપમય સંસારનો મોહ શો? એ તો છોડવા યોગ્ય જ છે. વૃદ્ધાવસ્થાની રાહ જોઈને ધર્મમાં આળસ કરીને બેસી રહેવું–તે તો મૂર્ખતા છે. વહાલી વસ્તુનો વિયોગ ને અણગમતી વસ્તુનો સંયોગ સંસારમાં થયા જ કરે છે. સંસારમાં કર્મરૂપી શત્રુદ્વારા જીવની આવી દશા થાય છે, માટે આત્મધ્યાનરૂપી અગ્નિ વડે તે કર્મને ભસ્મ કરીને હું અવિનાશી મોક્ષપદ પ્રગટ કરીશ. હું રાજા ! તું પણ આ સંસારનો મોહ છોડીને મોક્ષ માટે ઉધમ કર. | મુનિવેશમાં રહેલા પોતાના મિત્ર મણિકેતુ દેવની વૈરાગ્યભરી વાત સાંભળીને સગર-ચક્રવર્તી સંસારથી ભયભીત તો થયો, પરંતુ ૬૦ હજાર પુત્રોના તીવ્ર સ્નેહને લીધે તે મુનિદશા લઈ ન શકયો. અરે, સ્નેહનું બંધન કેવું મજબુત છે! રાજાનો આવો મોહ દેખીને મણિકેતુદેવને ખેદ થયો; અને, હજી પણ આનો મોટું બાકી છે–એમ વિચારીને તે ચાલ્યો ગયો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85