Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 54
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦ : જૈનધર્મની વાર્તાઓ ને આખો દિવસ શેનુંક ધ્યાન ધર્યા કરે છે! તો શું કરવું? તેને રીઝવવા અમે ઘણું કરીએ છીએ; પણ એના મનમાં શું છે? તે ખબર પડતી નથી ! મોટા મોટા ગજવૈદ્યને બતાવ્યું, તેઓ પણ હાથીના રોગને જાણી શકયા નહિ. –આ હાથીને લીધે આપણી આખી સેનાની શોભા છે. આવો મોટો બળવાન હાથી, –તેને એકાએક આ શું થઈ ગયું! તે અમને સમજાતું નથી. માટે તેનો કાંઈક ઉપાય કરો! હાથીની આ વાત સાંભળી, રામ ને લક્ષ્મણ પણ ચિંતામાં પડી ગયા. એવામાં અચાનક એક સુંદર બનાવ બન્યોઃ અયોધ્યાપુરીના આંગણે બે કેવળી ભગવંતો પધાર્યા. તેમનાં નામ દેશભૂષણ અને કુલભૂષણ ! (તેમની કથા ૪૫ મી વાર્તામાં આવશે. રામ-લક્ષ્મણે વનગમન વખતે વંશસ્થ પર્વત પર આ બે મુનિવરોનો ઉપદ્રવ દૂર કરીને તેમની ઘણી ભક્તિ કરી હતી, ને તે વખતે તે બન્ને મુનિવરોને કેવળજ્ઞાન થયું હતું.) તેઓ જગતના જીવોનું કલ્યાણ કરતા-કરતા અયોધ્યાનગરીમાં પધાર્યા. ભગવાન પધારતાં આખી નગરીમાં આનંદઆનંદ ફેલાઈ ગયો. સૌ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85