Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 72
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ : જૈનધર્મની વાર્તાઓ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ” એવા આપ તો ચૈતન્યના ધ્યાન વડે કેવળજ્ઞાન સાધવામાં જ તત્પર છો. –આમ ખૂબ જ સ્તુતિ કરતા હતા... ત્યાં તો મધરાતે તે દુષ્ટદેવ ફરીને આવ્યો, ને મુનિઓ ઉપર ઉપદ્રવ કરવા લાગ્યો; ભયાનક રૂપ ધારણ કરીને રાક્ષસ અને ભૂતનાં ટોળાં નાચવા લાગ્યાં. વિચિત્ર અવાજ કરી કરીને શરીરમાંથી અગ્નિના ભડકા કાઢવા લાગ્યા. હાથમાં તલવાર-ભાલા લઈને બીવડાવવા લાગ્યા, તેમના તોફાનથી પર્વતની શિલાઓ કંપવા લાગી. જાણે મોટો ધરતીકંપ થયો. બહારમાં આ બધું બની રહ્યું છે ત્યારે બન્ને મુનિઓ તો અંદર શુક્લધ્યાનમાં મગ્ન થઈને, આત્માના અપાર આનંદને અનુભવી રહ્યા છે, બહારમાં શું થઈ રહ્યું છે તેનું તેમને લક્ષ નથી. સીતા આ દશ્ય દેખીને ભયભીત થઈ, ત્યારે રામે કહ્યું-દેવી તું ભય ન કર. તું આ મુનિઓના ચરણમાં બેસી રહે, ત્યાં અમે આ દુષ્ટ અસુરને ભગાડીને આવીએ છીએ. એમ કહી સીતાને મુનિના ચરણ -સમીપ રાખીને રામ-લક્ષ્મણે દુષ્ટ અસુરદેવને પડકાર કર્યો. રામે ધનુષનો એવો ટંકાર કર્યો કે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85