Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ [૩] TAT eની ધર્મ ધાય છે. E kar ને smi]
નથી ધર્મ પાપ
देसण मला धम्मा।
આવો બાળકો! તમને જૈનધર્મની સારી મજાની વાર્તા કહું એક હતો હાથી! તેને થયું પૂર્વભવનું જ્ઞાન! તેણે દેખ્યા ભગવાન... અને તે પામ્યો આત્મજ્ઞાન! તેની કથા જાણવા માટે આ પુસ્તક વાંચો...
લેઃ બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫O૮ ભાદ્ર,
AUG. 1982
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ન (ભ શ્રી કહાણસ્મૃતિ-પ્રકાશન
પુષ્પ આઠમું “જૈનધર્મની વાર્તાઓ”ના દશ પુસ્તકોની શ્રેણીમાં આ ત્રીજાં પુસ્તક છે. આ પુસ્તકો સૌને ખૂબ ગમ્યાં છે. બાળકોને ધર્મના સંસ્કાર આપવા માટે આવી કથા-વાર્તાઓ ઉત્તમ સાધન છે; એટલું જ નહિ, યુવાન કે વૃદ્ધ કોઈ પણ જિજ્ઞાસુ આ સાહિત્ય વાંચીને ચિત્તમાં શાંતિ તથા આત્મહિતની પ્રેરણા મેળવે છે. તે ઉપરાંત આવા સાહિત્યના વાંચન-પ્રચાર દ્વારા પૂ. કહાનગુરુના ઉપકારના સંભારણાં પણ તાજા રહ્યા કરે છે...
હવે પછીનાં પુસ્તકો “ઉપદેશસિદ્ધાંતરત્નમાલા' તથા “રત્નકરંડ-શ્રાવકાચાર” અને “જૈનધર્મની વાતાઓ ભાગ ૪ પણ તરતમાં પ્રગટ થશે.
પૂ. શ્રી કાનજીસ્વામીના મહાન ઉપકારોની સ્મૃતિમાં આ આઠમું પુસ્તક પ્રકાશિત કરીએ છીએ.
મંત્રીમંડળજગદીશ જૈન, પ્રેમચંદ જૈન; સુરેશ જૈન
પ્રાપ્તિસ્થાન:શ્રી કહાનસ્મૃતિ-પ્રકાશન સંતસાન્નિધ્ય: સોનગઢ-૩૬૪૨૫૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Meena S. Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Jaindharma ni Vartao Part - 3 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version
Version History Date
Changes
detection HistorChanges
Version Number | 001
| 20 Sept 2002
First electronic version.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧ [ ૩૯-૪૦]. સગર-ચક્રવર્તી અને ૬૦ હજાર
રાજકુમારોનો વૈરાગ્ય * *
(જીવને ધર્મમાં મદદ કરે તે સાચો મિત્ર)
આ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવ થયા; તેમના પુત્ર ભરત પહેલા ચક્રવર્તી થયા; ત્યારબાદ બીજા તીર્થકર અજિતનાથ થયા; ને પછી સગર” નામના બીજા ચક્રવર્તી થયા. તેમની આ વાત છે.
તે સગર ચક્રવર્તી પૂર્વભવે વિદેહક્ષેત્રમાં જયસેન નામના રાજા હતા; તેને પોતાના બે પુત્રો ઉપર ઘણો જ સ્નેહ હતો; તેમાંથી એક પુત્રનું મરણ થતાં તે રાજા શોકથી મૂછિત થઈ ગયા; ને પછી શરીરને દુઃખનું જ ઘર સમજીને જન્મ-મરણથી છૂટવા માટે દીક્ષા લઈને મુનિ થયા; તેમના સાળા મહારૂતે પણ તેમની સાથે દીક્ષા લીધી; બીજા હજારો રાજાઓ દીક્ષા લઈને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨ : જૈનધર્મની વાર્તાઓ મુનિ થયા. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ મોક્ષમાર્ગને સાધવા લાગ્યા.
જયસેન અને મહારૂત એ બન્ને મુનિઓ સમાધિમરણપૂર્વક દેહ છોડીને સોળમા અશ્રુત સ્વર્ગમાં દેવ થયા. તેઓ એક બીજાના મિત્ર હતા, ને જ્ઞાન વૈરાગ્યની ચર્ચા કરતા હતા. એક વાર તેમણે એવી પ્રતિજ્ઞા કરી કે આપણા બેમાંથી જે પહેલાં પૃથ્વી પર અવતરીને મનુષ્ય થાય, તેને બીજો દેવ પ્રતિબોધ પમાડે, એટલે કે તેને સંસારનું સ્વરૂપ સમજાવીને વૈરાગ્ય જગાડે અને દીક્ષા લેવાની પ્રેરણા કરે. આ રીતે ધર્મમાં મદદ કરવા માટે બન્ને મિત્રોએ એકબીજા સાથે પ્રતિજ્ઞા કરી. ખરું જ છે-જીવનો સાચો મિત્ર તે જ છે કે જે ધર્મમાં મદદ કરે.
- હવે તે બેમાંથી પ્રથમ જયસેન રાજાનો જીવ બાવીસ સાગરોપમ સુધી દેવલોકનાં સુખો ભોગવીને, આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યલોકમાં અવતર્યો. જ્યાં પહેલા બે તીર્થકરો તેમજ ભરત ચક્રવર્તી અવતરી ચૂક્યા હતા, એવી અયોધ્યા નગરીમાં તે અવતર્યો તેનું નામ સગરકુમાર. તે બીજો ચક્રવર્તી થયો અને છ ખંડ ઉપર રાજ્ય કરવા લાગ્યો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩ તે સગર ચક્રવર્તીને અત્યંત પુણ્યવાન સાઈઠહજાર પુત્રો હતા; તેઓ બધા ઉત્તમ ધર્મસંસ્કારી હતા. સગર રાજાને તે પુત્રો ઉપર ઘણો સ્નેહ હતો. તેનો મિત્ર (મણિકેતુદેવ) હજી સ્વર્ગમાં જ હતો.
એકવાર કોઈ મુનિરાજને કેવળજ્ઞાન થયું ને મોટો ઉત્સવ થયો; કેટલાય દેવો તે ઉત્સવમાં આવ્યા તેમાં મણિકતુ નામનો દેવ-કે જે સગર ચક્રવર્તી નો મિત્ર હતો-તે પણ આવ્યો. કેવળીભગવાનની વાણી સાંભળ્યા પછી તેને એ જાણવાની ઇચ્છા થઈ કે મારો મિત્ર ક્યાં છે? ઇચ્છા થતાં જ પોતાના અવધિજ્ઞાનથી તેણે જાણી લીધું કે તે જીવ પુણ્યને લીધે અયોધ્યામાં સગર ચક્રવર્તી થયો છે. - હવે તે દેવને પૂર્વની પ્રતિજ્ઞા યાદ આવી, અને પોતાના મિત્રને પ્રતિબોધ પમાડવા માટે તે અયોધ્યા આવ્યો. ત્યાં આવીને સગરચક્રવર્તીને કહ્યું:
હે મિત્ર! તને યાદ છે? –આપણે બન્ને સ્વર્ગમાં સાથે હતા, અને એકબીજા સાથે નક્કી કરેલું કે આપણામાંથી જે પૃથ્વી પર પહેલો અવતરે તેને અહીં સ્વર્ગમાં રહેલો બીજો સાથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૪ : જૈનધર્મની વાર્તાઓ
પ્રતિબોધ પમાડે. હે ભવ્ય, તમે આ પૃથ્વી પર પહેલાં અવતર્યા છો, અને મનુષ્યમાં ઉત્તમ એવા ચક્રવર્તીપદના ભોગોને ઘણા કાળ સુધી ભોગવી ચૂકયા છો. અરે, સર્પની ફેણ જેવા દુ:ખકર આ ભોગોથી આત્માને શો લાભ છે? તેમાં કિંચિત્ સુખ નથી, માટે હે રાજન! હૈ મિત્ર! હવે તેને છોડીને મોક્ષસુખને માટે ઉદ્યમ કરો. અરે, અચ્યુત સ્વર્ગનો દૈવી વૈભવ પણ અસંખ્યવર્ષો સુધી ભોગવી ચૂકયા છતાં જીવને તૃપ્તિ ન થઈ; આ રાજવૈભવ તો એની પાસે સાવ તુચ્છ છે. માટે એનો મોહ છોડીને હવે મોક્ષમાર્ગમાં લાગો.’
પોતાનાં મિત્ર મણિકેતુદેવનાં આવા હિતવચનો પણ તે સગર ચક્રવર્તીએ લક્ષમાં ન લીધાં. તે વિષયોમાં આસક્ત અને વૈરાગ્યથી વિમુખ જ રહ્યો.
તેની આવી દશા જોઈને, ‘આને હજી મુક્તિનો માર્ગ દૂર છે' –એમ વિચારી તે દેવ પોતાના સ્થાને ચાલ્યો ગયો... ખરૂં જ છે કે ડાહ્યા પુરુષો બીજાના અહિતની તો વાત જ નથી કરતા, ને હિતની વાત પણ યોગ્ય સમય વિચારીને જ કરે છે. અરે, ધિક્કાર છે આ સંસાર-કે જેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫ લાલસા મનુષ્યને પોતાના વચનથી યૂત કરાવી દે છે. સગર–ચક્રવર્તી તો આત્મજ્ઞાની છે, છતાં તે પણ ભોગાસક્તિને લીધે ચારિત્રદશા લેવા તૈયાર થતો નથી.
કેટલાક વખત પછી, તે મણિકતુદેવ ફરીને આ પૃથ્વી પર આવ્યો; પોતાના મિત્રને સંસારથી વૈરાગ્ય કરાવીને મુનિદશા અંગીકાર કરાવવા માટે આ વખતે તેણે બીજો ઉપાય વિચાર્યો. તેણે ચારણ ઋદ્ધિધારી નાનકડા મુનિનું રૂપ ધારણ કર્યું. એ તેજસ્વી મુનિરાજ અયોધ્યા નગરીમાં આવ્યા અને સગર-ચક્રવર્તીના ચૈત્યાલયમાં જિનેન્દ્ર ભગવાનને વંદન કરીને સ્વાધ્યાય કરવા બેઠા. એવામાં ચક્રવર્તી તે ચેત્યાલયમાં આવ્યો અને તેણે મુનિરાજને દેખ્યા; મુનિને જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું, અને ભક્તિથી નમસ્કાર કરીને પૂછયુંપ્રભુ! આવું અદ્દભુત રૂપ, અને આવી નાની અવસ્થામાં આપે મુનિપદ કેમ લીધું?
ત્યારે અત્યંત વૈરાગ્યથી તે ચારણમુનિરાજે કહ્યું છે રાજા ! દેહનું રૂપ તો પુદ્ગલની રચના છે, ને આ યુવાનીનો કાંઈ ભરોસો નથી; યુવાની મટીને બુઢાપો કયારે આવી જાય છે તે ખબર પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : જૈનધર્મની વાર્તાઓ નથી પડતી. આયુષ્ય તો દરરોજ ઘટતું જાય છે, શરીર તો મેલનું ઘર છે, વિષયો તો પાપથી ભરેલા છે, તેમાં દુઃખ જ છે. આવા અપવિત્ર, અનિત્ય અને પાપમય સંસારનો મોહ શો? એ તો છોડવા યોગ્ય જ છે. વૃદ્ધાવસ્થાની રાહ જોઈને ધર્મમાં આળસ કરીને બેસી રહેવું–તે તો મૂર્ખતા છે. વહાલી વસ્તુનો વિયોગ ને અણગમતી વસ્તુનો સંયોગ સંસારમાં થયા જ કરે છે. સંસારમાં કર્મરૂપી શત્રુદ્વારા જીવની આવી દશા થાય છે, માટે આત્મધ્યાનરૂપી અગ્નિ વડે તે કર્મને ભસ્મ કરીને હું અવિનાશી મોક્ષપદ પ્રગટ કરીશ. હું રાજા ! તું પણ આ સંસારનો મોહ છોડીને મોક્ષ માટે ઉધમ કર. | મુનિવેશમાં રહેલા પોતાના મિત્ર મણિકેતુ દેવની વૈરાગ્યભરી વાત સાંભળીને સગર-ચક્રવર્તી સંસારથી ભયભીત તો થયો, પરંતુ ૬૦ હજાર પુત્રોના તીવ્ર સ્નેહને લીધે તે મુનિદશા લઈ ન શકયો. અરે, સ્નેહનું બંધન કેવું મજબુત છે! રાજાનો આવો મોહ દેખીને મણિકેતુદેવને ખેદ થયો; અને, હજી પણ આનો મોટું બાકી છે–એમ વિચારીને તે ચાલ્યો ગયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭ અરે, જુઓ તો ખરા! આ સામ્રાજ્યની તુચ્છ લક્ષ્મીને વશ ચક્રવર્તી પૂર્વભવની અશ્રુત સ્વર્ગની લક્ષ્મીને પણ ભૂલી ગયો છે! તે સ્વર્ગની વિભૂતિ પાસે આ રાજસંપદા શું હિસાબમાં છે! –કે તેના મોહમાં જીવ ફસાયો છે! પણ મોહી જીવને સારા-નરસાનો વિવેક રહેતો નથી. આ ચક્રવર્તી તો આત્મજ્ઞાની હોવા છતાં પુત્રોમાં મોહિત થયો છે; પુત્રપ્રેમમાં તે એવો મશગુલ થઈ ગયો છે કે મોક્ષના ઉધમમાં પણ પ્રમાદી થયો છે!
તે ચક્રવર્તીને ૬૦ હજાર સુંદર પુત્રો હતા. સિંહના બચ્ચા જેવા શૂરવીર અને પ્રતાપર્વત રાજપુત્રો એકવાર રાજસભામાં આવ્યા અને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે હે પિતાજી! યુવાનીમાં શોભે એવું કોઈ સાહસનું કામ અમને બતાવો.
ત્યારે ચક્રવર્તીએ હર્ષિત થઈને કહ્યું: હે પુત્રો ! ચક્ર વડે આપણા બધા કાર્યો સિદ્ધ થઈ ચૂકયા છે; હિમવન પર્વત અને લવણ સમુદ્ર વચ્ચે (છખંડમાં) એવી કોઈ વસ્તુ નથી–જે આપણને પ્રાપ્ત થઈ ન હોય ! તેથી તમારે માટે તો હવે એક જ કામ બાકી છે કે આ રાજલક્ષ્મીનો યથાયોગ્ય ભોગવટો કરો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ : જૈનધર્મની વાર્તાઓ
શુદ્ધ ભાવનાવાળા તે રાજપુત્રોએ ફરીને પણ આગ્રહ કર્યો કે હું પિતાજી! અમને ધર્મની સેવાનું કોઈ કાર્ય સોંપો; જો તમે અમને કોઈ કાર્ય નહીં સોંપો તો અમે ભોજન નહીં કરીએ. બધા રાજ પુત્રો ચરમશરીરી ધર્માત્મા હતા; તેમની આ માંગણી એવો આદર્શ રજુ કરે છે કે યુવાનોએ ધર્મ-કાર્યોમાં ઉત્સાહથી ભાગ લેવો જોઈએ.
ઉત્સાહી પુત્રોનો આગ્રહ દેખીને રાજાને ચિંતા થઈ કે આને કયું કામ સોંપવું? વિચારતાં તેને યાદ આવ્યું કે-હા, મારા પહેલાં થયેલા ભરત ચક્રવર્તીએ કૈલાસ પર્વત ઉપર અતિ સુંદર જિનમંદિરો બનાવ્યા છે અને તેમાં ત્રણે ચોવીસીના તીર્થકરોની રત્નમણિની અતિ સુંદર પ્રતિમા સ્થાપી છે; તેની રક્ષા માટે ચારે બાજુ ખાઈ ખોદીને તેને ગંગાનદીના પાણીથી ભરી દીધી હોય તો તે મંદિરોની રક્ષા થાય. આમ વિચારીને રાજાએ પુત્રોને તે કામ કરવાનું સોંપ્યું.
પિતાની આજ્ઞા માથે ચડાવીને તે રાજપુત્રો તે કામ કરવા કેલાસપર્વત પર ગયા ત્યાં જઈને અત્યંત ભક્તિપૂર્વક તે જિનબિંબોનાં દર્શન કર્યા, પૂજા કરી. અહીં ! આવા અદ્દભુત રત્નમય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૯
જિનબિંબ અમે કદી જોયા ન હતા. અમને આવા ભગવાનના દર્શન થયા અને સેવા કરવાનું મહા ભાગ્ય મળ્યું ' –એમ પરમ આનંદિત થઈને તે ૬૦ હજાર રાજપુત્રો ભક્તિપૂર્વક પોતાને સોંપેલું કાર્ય કરવા લાગ્યા.
આ તરફ ચક્રવર્તીનો મિત્ર મણિકેતુ દેવ ફરીને રાજાને સમજાવવા માટે આવ્યો. આ વખતે તેણે નવો જ ઉપાય વિચાર્યો. કેટલાક વચનો હિતરૂપ તેમજ મીઠાં હોય છે, કેટલાક વચનો હિતરૂપ પણ કડવા હોય છે; તેમજ અહિત વચનોમાં પણ કેટલાક મીઠાં ને કેટલાક કડવા હોય છે. તે અતિવચનો તો છોડવા જેવા છે. રાજાને અત્યારે હિતરૂપ પણ કડવા વચનોથી સમજાવી શકાશેએમ વિચારીને મણિકેતુ દેવે રાજાના હિત માટે એક યુક્તિ કરી.
તેણે એક મોટા ઝેરી નાગનું રૂપ લીધું, અને કૈલાસપર્વત પર જઈને તે બધા રાજકુમારોને કરડીને તેમને બેભાન કરી દીધા, અને જાણે કે તે મરી ગયા હોય એવો દેખાવ કર્યો. એકસાથે ૬૦, ૦૦૦ રાજકુમારોનું મરણ દેખીને રાજમંત્રીઓ પણ એકદમ ગભરાયા;-તે રાજમંત્રીઓ જાણતા હતા કે મહારાજાને પુત્રો ઉપર એટલો બધો પ્રેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ : જૈનધર્મની વાર્તાઓ છે, કે તેના મરણના સમાચાર તે સહન નહીં કરી શકે, તેમાંય આ તો એકસાથે ૬૦ હજાર પુત્રોનું મરણ! ! રાજા પાસે આવા સમાચાર કહેવાની કોઈની હિંમત ચાલી નહીં.
ત્યારે, મણિકતુ દેવ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને સગર-ચક્રવર્તી પાસે આવ્યો, અને અત્યંત શોકપૂર્વક કહ્યું કે હે મહારાજ! મારો એકનો એક યુવાન પુત્ર મરી ગયો છે, યમરાજ તેને હરી ગયો છે; આપ તો સમસ્ત લોકના પાલક છો, માટે મારા પુત્રને પાછો લાવી આપો, તેને જીવતો કરી દો; જો મારા એકના એક પુત્રને તમે જીવતો નહીં કરી દો તો મારું પણ મૃત્યુ જ થશે.
બ્રાહ્મણની વાત સાંભળીને રાજાએ કહ્યું-અરે બ્રાહ્મણ ! શું તું એ નથી જાણતો કે મૃત્યુ તો સંસારના બધા જીવોને મારે જ છે; એક માત્ર સિદ્ધ ભગવાન જ મરણ રહિત છે, બીજા તો બધા જીવો મરણસહિત છે. – વળી આ વાત સૌ કોઈ જાણે છે કે જેનું આયુષ્ય ખલાસ થઈ ગયું તેને કોઈ પણ રીતે જીવાડી શકાતા નથી. બધા જીવો પોતપોતાના આયુષ્ય પ્રમાણે જ જીવે છે. આયુષ પૂરું થતાં તેનું મરણ થાય જ છે. માટે મરણરૂપ યમરાજને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૧ જો તમે જીતવા ચાહતા હો તો શીઘ્ર સિદ્ધપદને સાધો. આ જીર્ણ-શીર્ણ શરીરનો મોહ કે પુત્રનો શોક છોડીને મોક્ષની પ્રાપ્તિ માટે તત્પર થાઓ ને જિનદીક્ષા ધારણ કરો. ઘરમાં પડ્યા રહીને બુઢા થવા કરતાં દીક્ષા લઈને મોક્ષનું સાધન કરો.
એ પ્રમાણે સગર રાજાએ વૈરાગ્યનો ઘણો ઉપદેશ આપ્યો, ત્યારે તે બ્રાહ્મણે (એટલે કે પૂર્વભવના તેના ભાઈબંધ એવા મણિકેતુદેવે ) કહ્યું: હે મહારાજ! તમે કહો છો તે વાત જો ખરેખર સાચી હોય તો મારી પણ એક વાત સાંભળો. જો યમરાજથી બળવાન કોઈ નથી એટલે કે મૃત્યુથી કોઈ બચી શકતું નથી–એમ તમે કહો છો, તો હું આપને એક ગંભીર સમાચાર કહું તે સાંભળીને તમે પણ ભયભીત ન થશો; તમે પણ સંસારથી વૈરાગ્ય લાવી મોક્ષને સાધવા તત્પર થજો.
સગર-ચક્રવર્તીએ આશ્ચર્યથી કહ્યું: ભલે મહારાજ! કહો, એવા તે શું સમાચાર છે?
બ્રાહ્મણરૂપધારી મિત્રે કહ્યું: “હે રાજન! સાંભળો! તમારા ૬૦ હજાર પુત્રો કેલાસ ગયેલા તેઓ બધાય મૃત્યુ પામ્યા છે; તેમને ભયંકર સર્પ કરડતાં, એક પણ બચ્યો નથી. એક સાથે ૬૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : જૈનધર્મની વાર્તાઓ હજાર પુત્રોનો કોળિયો કરી જનાર આવા દુષ્ટ યમરાજને જીતવા માટે મારી જેમ તમારે પણ મોહ છોડીને શીધ્રા દીક્ષા લેવી જોઈએ, ને મોક્ષનું સાધન કરવું જોઈએ. માટે ચાલો.. આપણે બન્ને દીક્ષા લઈએ.
બ્રાહ્મણનાં વજપાત જેવા વચનો સાંભળતાં જ રાજાનું હૃદય છિન્નભિન્ન થઈ ગયું ને પુત્રના મરણના આઘાતથી તે બેભાન થઈ ગયો. જેના પર અત્યંત સ્નેહ હતો એવા ૬૦ હજાર રાજકુમારોનું એક સાથે મરણ થવાની વાત તેનાથી સાંભળી શકાઈ નહિ સાંભળતાં જ તેને મૂછ આવી ગઈ. પણ, -તે રાજા આત્મજ્ઞાની હતો. થોડીવારે મૂછમાંથી ભાનમાં આવતાં જ તેનો આત્મા જાગી ઊઠયો. તેણે વિચાર્યું કે અરે! નકામો ખેદ શા માટે ? ખેદ કરાવનારી એવી આ રાજલક્ષ્મી કે પુત્રપરિવાર કાંઈ પણ મારું નથી, મારી તો જ્ઞાનચેતના છે; હવે મને પુત્રનો કે કોઈનો મોહ નથી. અરેરે, અત્યાર સુધી હું વ્યર્થ મોહમાં ફસાયો; મારા મિત્ર-દેવે આવીને મને સમજાવ્યો છતાં હું ન માન્યો. હવે તો પુત્રોનો ને શરીરનો પણ મોહ છોડીને હું જિનદીક્ષા લઈશ ને અશરીરી મોક્ષપદને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૩ સાધીશ. શરીર અપવિત્ર છે તે વિષયભોગો ક્ષણભંગુર છે–એમ જાણીને, ઋષભાદિ તીર્થકરો તેમજ ભરત ચક્રવર્તી તેને છોડીને વનમાં ચાલ્યા ગયા ને ચૈતન્યમાં લીન થઈને કેવળજ્ઞાન પામ્યા. હું પણ હવે તેમના જ માર્ગે જઈશ. હું મૂર્ખ અત્યાર સુધી વિષયોમાં ડૂબી રહ્યો, હવે એક ક્ષણ પણ આ સંસારમાં રહેવું નથી.
ચક્રવર્તી–સગર આ પ્રમાણે વૈરાગ્યની ભાવના કરે છે, ત્યાં તો મહાન ભાગ્યથી તેની નગરીમાં દઢવર્મા નામના કેવળીપ્રભુ પધાર્યા. અત્યંત હર્ષપૂર્વક તેમનાં દર્શન કરીને અને ઉપદેશ સાંભળીને સગર-ચક્રવર્તીએ રાજપાટ છોડ્યા ને પ્રભુ ચરણોમાં જિનદીક્ષા ધારણ કરી; ચક્રવર્તીપદ છોડીને હવે ચૈતન્યના ધ્યાનરૂપ ધર્મચક વડે તે શોભવા લાગ્યા; તેને મુનિદશામાં દેખીને તેનો મિત્ર-દેવ ઘણો રાજી થયો. - હવે, મિત્રને પ્રતિબોધવાનું પોતાનું કાર્ય પૂરું થયું એમ જાણી, તે દેવ અસલી સ્વરૂપમાં પ્રગટ થયો, ને સગર-મુનિરાજને નમસ્કાર કરીને કૈલાસ પર્વત પર ગયો ત્યાં જઈને તેણે રાજપુત્રોને સચેત કર્યા અને કહેવા લાગ્યો કે હું રાજપુત્રો!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : જૈનધર્મની વાર્તાઓ તમારા મૃત્યુના બનાવટી ખબર સાંભળીને તમારા પિતા સગર-મહારાજ સંસારથી વૈરાગ્ય પામ્યા છે અને દીક્ષા લઈને મુનિ થયા છે; તેથી હું તમને તેડવા માટે આવ્યો
અહા, એ ચરમશરીરી ૬૦ હજાર રાજકુમારો પિતાજીના વૈરાગ્યની વાત સાંભળતાં જ એકદમ ઉદાસીન થયા; અયોધ્યામાં પાછા ફરવાની બધાયે ના પાડી; ને સંસારથી વિરક્ત થઈને બધા રાજકુમારો શ્રી જિનેન્દ્રભગવાનના શરણે ગયા; ધર્મોપદેશ સાંભળ્યો; અને એકસાથે તે ૬૦ હજાર રાજપુત્રોએ મુનિદશા ધારણ કરી. વાહ, ધન્ય તે મુનિવરોને! ધન્ય તે વૈરાગી રાજપુત્રોને !
મણિકતુદેવે પોતાનું સાચું રૂપ પ્રગટ કરીને તે સર્વે મુનિરાજને નમસ્કાર કર્યા તથા પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૫ મિત્રના હિત માટે આવી માયા કરવી પડી, તે બદલ ક્ષમા માંગી. મુનિઓએ તેને સાંત્વન આપીને કહ્યું કે તેમાં તમારો શો અપરાધ છે? કોઈપણ પ્રકારે ધર્મમાં જે મદદ કરે તે તો પરમ હિતસ્વી મિત્ર છે. તમે તો અમારા મહાન હિતનું કામ કર્યું છે.
મિત્રને મોક્ષમાર્ગની પ્રેરણા આપવાનું પોતાનું કાર્ય સિદ્ધ થયું અને તેની સાથે ૬૦ હજાર રાજકુમારો પણ મુનિ થયા. તેથી પ્રસન્નથઈને તે દેવ પોતાના સ્વર્ગમાં ગયો.
સગર ચક્રવર્તી તથા ૬૦ હજાર રાજપુત્રો, એ બધાય મુનિવરો આત્માના જ્ઞાન-ધ્યાનપૂર્વક વિહાર કરતા-કરતા અંતે સન્મેદશિખર પર આવ્યા અને શુક્લધ્યાન વડ કેવળજ્ઞાન પ્રગટ કરી મોક્ષપદને પામ્યા. તેમને નમસ્કાર હો.
શાસ્ત્રકાર કહે છે કે જગતમાં જીવને ધર્મની પ્રેરણા આપનારા મિત્ર સમાન હિતકર બીજાં કોઈ નથી. મિત્ર હો તો આવા હો કે જે ધર્મની પ્રેરણા આપે.
[ મહાપુરાણઃ સર્ગ ૪૮ ઉપરથી.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : જૈનધર્મની વાર્તાઓ
[૪૧]. ૨૬ રાજકુમારોનો વૈરાગ્ય
[મશ્કરી-કે-સત્ય?] યુવાન બંધુઓ, આ આપણા ધર્મના એક યુવાન રાજકુમારની કથા છે-કે જેણે પરણીને તરત વૈરાગ્યથી હસતાંહસતાં સંસારને છોડી દીધો. કયાં આજના સિનેમાના કુસંસ્કારો ! ને કયાં આપણા પુરાણોમાં ભરેલા આપણા મહાપુરુષોના ઉત્તમ વૈરાગ્ય-સંસ્કારો ! યુવાન રાજપુત્ર વજબાહુ અને તેની સાથે ર૬ રાજપુત્રોના વૈરાગ્યની આ ઉત્તમ કથા વાંચ્યા પછી પણ શું તમે સિનેમા જવાનું નહીં છોડી દો? અને વૈરાગ્યભાવનાથી ધર્મના અભ્યાસમાં નહીં લાગી જાઓ?
જૈન-ધર્માત્માઓના અંતરમાં સંસાર પ્રત્યે કેટલી નિર્લેપતા હોય છે, તથા વૈરાગ્યનો કેવો પ્રવાહ તેમના અંતરમાં નિરંતર વહેતો હોય છે, તે દેખાડનારા વૈરાગ્યપ્રસંગો પુરાણોમાં ઠેરઠેર ભર્યા છે. સાંભળો, ભરયુવાન વયમાં તાજી જ પરણેલી મનોદયા રાણી વગેરેને ક્ષણમાં છોડીને વજબાહુ રાજકુમારે મુનિદીક્ષા લીધી; સાથે ર૬ રાજકુમારોએ અને મનોદયા રાણીએ પણ દીક્ષા લીધી; તેની આ વૈરાગ્યકથા વાંચીને હે યુવાનો! તમે પણ બહાદુર થઈ જાઓ, ને તમારા જીવનને વૈરાગ્યમય ધર્મસંસ્કારોથી શોભાવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૭ વજબાહુના વૈરાગ્યની વાર્તા
ભગવાન ઋષભદેવના ઈશ્વાકુવંશમાં, ઋષભદેવથી માંડીને મુનિસુવ્રત તીર્થકર સુધીના લાંબાકાળમાં અસંખ્ય રાજાઓ મુનિ થઈને મોક્ષગામી થયા. તેમાં મલ્લિનાથ ભગવાનના મોક્ષગમન પછી અયોધ્યા નગરીમાં વિજય રાજા થયા; તેમના પૌત્ર વજબાહુકુમાર; હસ્તિનાપુરની રાજપુત્રી મનોદયા સાથે તેના લગ્ન થયા. લગ્ન પછી થોડા જ દિવસમાં કન્યાનો ભાઈ ઉદયસુંદર પોતાની બહેનને તેડવા આવ્યો. મનોદયા તેની સાથે જવા લાગી; ત્યારે વજબાહુકુમાર પણ મનોદયા પ્રત્યે તીવ્ર પ્રેમને લીધે તેની સાથે જ સાસરે જવા લાગ્યો.
ઉદયસુંદર, મનોદયા, વજબાહુ વગેરે સૌ આનંદ કરતાં કરતાં અયોધ્યાથી હસ્તિનાપુર તરફ જઈ રહ્યા છે; સાથે તેમના મિત્રો ર૬ રાજકુમારો તેમજ અનેક રાણીઓ છે. પહાડો અને વનોની રમણીય શોભા જોતાં જોતાં સૌ ચાલ્યા જાય છે. ત્યાં યુવાન રાજકુમાર વજબાહુની નજર એકાએક થંભી ગઈ...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : જૈનધર્મની વાર્તાઓ
અરે, દૂર આ કાંઈક અદ્ભુત શોભા દેખાય છે. તે શેની છે! એ તે કોઈ ઝાડનું થડ છે? સોનાનો થાંભલો છે? કે કોઈ મનુષ્ય છે? જરા નજીક જઈને જોયું ત્યાં તો કુમાર આશ્ચર્ય પામી ગયો: અહા ! નગ્ન દિગંબર મુનિરાજ ધ્યાનમાં ઊભા છે... મીંચેલી આંખ ને લટકતા હાથ; દુનિયાને ભૂલીને આત્મામાં ઊંડે ઊંડે ઊતરીને કોઈ અદ્દભુત મોક્ષસુખને વેદી રહ્યા છે. જાણે શાંતરસના દરિયામાં મશગુલ છે! શરીર તપવડે દૂબળું છે.
તોપણ ચૈતન્યના તેજનો પ્રતાપ સર્વાગે ઝળકી રહ્યો છે... હુરણ અને સર્પ શાંત થઈને તેમની નજીક બેઠા છે, અરે, એમની શાંતમુદ્રા વનનાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૯ પશુઓને પણ એવી વહાલી લાગે છે કે તેઓ પણ શાંત થઈને બેસી ગયાં છે. | મુનિને દેખીને કુમાર વજુબાહુ વિચારે છે કે-વાહ રે વાહ! ધન્ય મુનિનું જીવન! તેઓ આનંદથી મોક્ષને સાધી રહ્યા છે, હું તો સંસારના કીચડમાં ફસાયો છું, ને વિષયભોગોમાં ડૂબી રહ્યો છું આ ભોગોથી છૂટીને હું પણ આવી યોગદશા ધારણ કરીશ ત્યારે જ મારો જન્મ કૃતાર્થ થશે. અત્યારે તો, સમ્યક આત્મભાન હોવા છતાં, જેમ કોઈ ચંદનવૃક્ષ ઝેરી સર્પથી લપેટાયેલું હોય તેમ હું વિષયભોગોના પાપોથી ઘેરાઈ રહ્યો છું. જેમ કોઈ મૂર્ખ પહાડના શિખર ઉપર ચડીને ઊંધે તેમ હું પાંચ ઇન્દ્રિયના ભોગરૂપ પર્વતના ભયંકર શિખર પર સૂતો છું. ધિક્કાર છે... ભવભ્રમણ કરાવનારા આ ભોગોને! અરે, એક સ્ત્રીમાં આસક્ત થઈને મોક્ષસુંદરીને સાધવામાં હું પ્રમાદી થઈ રહ્યો છું... પણ ક્ષણભંગુર જીવનનો શો ભરોસો? મારે તો હવે પ્રમાદ છોડીને આવી મુનિદશા ધારણ કરીને મોક્ષસાધનામાં લાગી જવું જોઈએ.
આવા વૈરાગ્યના વિચાર કરતાં કરતાં વજબાહુની નજર તો મુનિરાજ ઉપર થંભી ગઈ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : જૈનધર્મની વાર્તાઓ મુનિભાવનામાં એવા લીન થઈ ગયા છે કે આસપાસ ઉદયસુંદર ને મનોદયા ઊભાં છે તેનો ખ્યાલ નથી રહ્યો. બસ! એકીટસે મુનિ તરફ જોઈ જ રહ્યા છે... ને તેની ભાવના ભાવી રહ્યા છે.
આ દેખીને, તેના સાળા ઉદયસુંદરે હાસ્યપૂર્વક મશ્કરી કરતાં કહ્યું-અરે કુંવરજી! આમ નિશ્ચલ નયને મુનિ તરફ શું જોઈ રહ્યા છો? –કયાંક તમે પણ એવી મુનિદીક્ષા ધારણ ન કરી લેતા!
વજકુમારને તો “ભાવતું' તું ને વૈદે બતાવ્યું !' તેણે તરત જ કહ્યું-વાહ ભાઈ ! તમે બહુ મજાની વાત કરી; મારા મનમાં જે ભાવ હતા તે જ તમે પ્રગટ કર્યા - હવે તમારા ભાવ શું છે–તે પણ કહો!
ઉદયસુંદરે તો તે વાતને મશ્કરી સમજીને કહ્યું: કુંવરજી! જેવા તમારા ભાવ, તેવા જ મારા ભાવ! જો તમે મુનિ થતા હો તો હું પણ તમારી સાથે મુનિ થઈ જવા તૈયાર છું! –જો–જો, તમે ફરી ન જતા !!
(ઉદયસુંદર તો મનમાં હજી એમ જ સમજે છે કે વજકુમારને તો મનોદયા પ્રત્યે તીવ્ર રાગ છે, એ શું દીક્ષા લેવાનો હતો! એટલે તેણે તો હાસ્યમાં ને હાસ્યમાં ઉપર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ
1.
જૈનધર્મની વાર્તાઓ : ૨૧ પ્રમાણે બોલી નાખ્યું. અથવા, “શુકનથી શબ્દ આગળા” એ ઉક્તિ-અનુસાર વજકુમારના ઉત્તમ ભવિતવ્યથી પ્રેરાઈને તેને વૈરાગ્ય જગાડનારા શબ્દો નિમિત્તપણે આવી ગયા....)
- ઉદયસુંદરની વાત સાંભળતાં જ મુમુક્ષુ વીર વજબાહુકુમારના મુખમાંથી વજવાણી નીકળી: બસ ત્યારે, હું તૈયાર છું... અત્યારે જ હું આ મુનિરાજની સમીપમાં જઈને મુનિદીક્ષા અંગીકાર કરીશ. આ સંસાર અને ભોગોથી ઉદાસ થઈને મારું ચિત્ત હવે મોક્ષમાં ચોટયું છે. તો સંસાર કે સંસાર તરફના ભાવ હવે સ્વપ્નેય મારે જોઈતા નથી. હું તો હવે મુનિ થઈશ ને અહીં વનમાં જ રહીને મોક્ષને સાધીશ.
પર્વત ઉપર વજ પડે તેમ વસુબાહુના શબ્દો સાંભળતાં જ ઉદયસુંદર ઉપર જાણે વજ પડ્યું! તે તો ડઘાઈ જ ગયો! –અરે આ શું થયું !
વજકુમાર તો મક્કમ ચિત્તે હાથી ઉપરથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ : જૈનધર્મની વાર્તાઓ ઊતર્યો ને વિવાહના વસ્ત્રાભૂષણ ઊતારીને, વૈરાગ્યપૂર્વક મુનિરાજ તરફ જવા લાગ્યો.
મનોદયાએ કહ્યું: અરે સ્વામી! આ શું કરો છો?
ઉદયસુંદરે પણ આંસુભીની આંખે કહ્યું: અરે કુંવરજી! મેં તો હસતાં-હુસતાં મશ્કરીમાં કહ્યું હતું, તેમાં તમે આ શું કરી રહ્યા છો? હાસ્ય કરવામાં મારી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો ! તમે દીક્ષા ન લ્યો...
ત્યારે વૈરાગી વજકુમાર મધુર શબ્દોથી કહેવા લાગ્યાઃ હે ઉદયસુંદર! તમે તો મારા કલ્યાણનું કારણ બન્યા છો. મને જગાડીને તમે તો ઉપકાર જ કર્યો છે. માટે દુઃખ છોડો. હું સંસારના કૂવામાં પડતો હતો તેમાંથી તમે તો મને બચાવ્યો. તમે મારા સાચા મિત્ર છો. ને તમે પણ આ જ માર્ગે મારી સાથે ચાલો.
વૈરાગી વજકુમાર બોલી રહ્યા છે. જીવ જન્મમરણ કરતો-કરતો અનાદિથી સંસારમાં ભમી રહ્યો છે, સ્વર્ગના દિવ્ય વિષયોમાં પણ તેને ક્યાંય સુખ મળ્યું નથી, તો બીજા વિષયોની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૨૩ શી વાત ! આ સંસાર, શરીર ને ભોગો-બધું ક્ષણભંગુર છે. વીજળીના ઝબકારા જેવું જીવન, તેમાં આત્મહિત ના કર્યું તો આ અવસર ચાલ્યો જશે. વિવેકી પુરુષોએ સ્વપ્ના જેવા આ સંસાર-સુખોમાં મોહિત થવું યોગ્ય નથી. મિત્ર! તમારી મશ્કરી પણ મને તો કલ્યાણનું જ કારણ થઈ છે. હસતાં-હસતાં પણ ઉત્તમ ઔષધિ પીવાથી શું તે રોગને નથી હુરતી? હુરે જ છે; તેમ હસતાં-હસતાં પણ તમે મુનિદશાની વાત કરી તો તે મુનિદશા ભવરોગને હરનારી ને આત્મકલ્યાણ કરનારી છે; માટે હું જરૂર મુનિદશા અંગીકાર કરીશ. તમારી જેવી ઈચ્છા હોય તેમ તમે કરો.
ઉદયસુંદર સમજી ગયો કે હવે વજબાહુકુમારને રોકવાનું મુશ્કેલ છે. હવે તે દીક્ષા જ લેશે. છતાં મનોદયાના પ્રેમને લીધે કદાચ તે રોકાય, –એમ ધારીને તેણે છેલ્લી દલીલ કરી: હે કુમાર! આ મનોદયા ખાતર પણ તમે રોકાઈ જાઓ. તમારા વગર મારી બહેન અનાથ થઈ જશે. માટે તેના પર કૃપા કરીને આપ રોકાઈ જાઓ, હમણાં દીક્ષા ન લ્યો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૪ : જૈનધર્મની વાર્તાઓ
પરંતુ, મનોદયા પણ વીરપુત્રી હતી... તે કાંઈ રોવા ન બેઠી... તેણે પણ મક્કમ ચિત્તે કહ્યું: હૈ બંધુ! તું મારી ચિંતા ન કર! તેઓ જે માર્ગે જશે-હું પણ તે જ માર્ગે જઈશ. તેઓ વિષયભોગોથી છૂટીને આત્મકલ્યાણ ક૨શે, તો શું હું વિષયોમાં ડૂબી મરીશ ? –નહીં; હું પણ તેમની સાથે જ સંસાર છોડીને અર્જિકા બનીશ ને આત્માનું કલ્યાણ કરીશ. ધન્ય છે કે મને આત્મહિતનો આવો સુંદર અવસર મળ્યો! રોકો મા ભાઈ, તમે કોઈને રોકો મા ! કલ્યાણના પંથે જનારને સંસારના માર્ગમાં ખેંચો મા! અમે વૈરાગ્યમાર્ગે જઈએ છીએ, તમે પણ અમારી સાથે તે જ પંથમાં આવો.
પોતાની બહેનની પણ આવી દઢતા દેખીને હવે ઉદયસુંદરના ભાવમાં પણ એકાએક પરિવર્તન થઈ ગયું. તેણે જોયું કે મશ્કરી સત્ય બની રહી છે. તેણે કહ્યું: વાહ... વજ્રકુમા૨! અને વાહ મનોદયાબેન! ધન્ય છે તમારી ઉત્તમ ભાવનાઓને! તમે બન્ને અહીં જ દીક્ષા લેશો તો શું અમે તમને મૂકીને પાછા રાજ્યમાં જઈશું? –નહીં; અમે પણ તમારી સાથે જ મુનિદીક્ષા લઈશું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૨૫ ત્યાં તો, આ બધી વાતચીત સાંભળી રહેલા બીજા ર૬ રાજકુમારો પણ એક સાથે બોલી ઊઠયા કે અમે પણ વજકુમારની સાથે જ દીક્ષા લેશું! અને બીજીકોર મહિલાઓના ટોળામાંથી રાજરાણીઓનો પણ અવાજ આવ્યો કે અમે બધા પણ મનોદયાની સાથે અજિંકાવ્રત લઈશું.
બસ, ચારેકોર ખળભળાટ મચી ગયો. ગંભીર વૈરાગ્યનું વાતાવરણ ફેલાઈ ગયું. રાજસેવકો તો ગભરાટથી જોઈ જ રહ્યા છે કે આ બધું શું થઈ રહ્યું છે! આ બધા રાજકુમારોને તથા રાજરાણીઓને અહીં છોડીને એકલા એકલા રાજ્યમાં પાછા કઈ રીતે જવું? જઈને આ રાજકુમારોના માતા-પિતાઓને શું જવાબ દેવો ?
તેઓ મૂંઝાયા. છેવટે એક મંત્રીએ રાજપુત્રોને કહ્યું: હે કુમારો ! તમારી વૈરાગ્યભાવનાને ધન્ય છે... પણ અમને મુશ્કેલીમાં ન મૂકો. તમે અમારી સાથે પાછા ચાલો ને માતાપિતાની રજા લઈને પછી દીક્ષા લેજો...
વજબાહુકુમારે કહ્યું: અરે, સંસારબંધનથી છૂટવાનો આવો અવસર આવ્યો, ત્યારે માતા-પિતાને પૂછવા કોણ રોકાય? અમે ત્યાં આવીએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AfmaDharma.com for updates
૨૬ : જૈનધર્મની વાર્તાઓ
તો માતા-પિતા મોહવશ થઈને અમને રોકે; માટે તમે સૌ જાઓ, ને માતા-પિતાને સમાચાર કહી દેજો કે તમારા પુત્રો મોક્ષને સાધવા ગયા છે, માટે તમે દુ:ખી ન થશો.
ત્યારે મંત્રીએ કહ્યુંઃ કુમારો! તમે અમારી સાથે ભલે ન આવો; પરંતુ અમે માતા-પિતાને ખબર આપીએ ત્યાં સુધી અહીં રોકાઈ જાઓ.
કુમારોએ કહ્યું: અરે, એક ક્ષણ પણ હવે આ સંસાર ન જોઈએ... જેમ પ્રાણ ઊડી ગયા પછી શરીર શોભતું નથી, તેમ અમારો મોહ છૂટી ગયા પછી હવે ક્ષણમાત્ર આ સંસાર ગમતો નથી. -આમ કહીને બધા કુમારો ચાલવા લાગ્યા... ને મુનિરાજ પાસે આવ્યા...
પ્રત્યે હાથ
ગુણસાગર-મુનિરાજ વિનયપૂર્વક નમસ્કાર કરી વજ્રબાહુકુમારે કહ્યું:
જોડીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૨૭ હે સ્વામી! અમારું ચિત્ત સંસારથી અતિ ભયભીત છે; આપના દર્શનથી અમારું મન પવિત્ર થયું છે ને હવે અમે ભવસાગરને પાર કરનારી એવી ભાગવતી દીક્ષા અંગીકાર કરીને આ સંસારના કીચડમાંથી બહાર નીકળવા ઈચ્છીએ છીએ; માટે હે પ્રભો! અમને દીક્ષા આપો !
જેઓ ચૈતન્યસાધનામાં મગ્ન છે અને હમણાં જ સામેથી છઠ્ઠી ગુણસ્થાને આવ્યા છે-એવા તે મુનિરાજે રાજકુમારોની ઉત્તમ ભાવના જાણીને કહ્યું: હે ભવ્યો !
લ્યો, આ મોક્ષના કારણરૂપ ભગવતી જિનદીક્ષા! તમે બધા અત્યંત નીકટ ભવ્ય છો કે તમને મુનિવ્રતની ભાવના જાગી. -આમ કહીને આચાર્યદવે વજબાહુ સહિત ર૬ રાજકુમારોને મુનિદીક્ષા આપી; રાજકુમારોએ કોમળ કેશનો સ્વહસ્તે લોચ કરીને પંચમહાવ્રત ધારણ કર્યા. રાજપુત્રી અને રાગપરિણતિ બન્નેનો ત્યાગ કર્યો; દેહનો સ્નેહું છોડીને ચૈતન્યધામમાં સ્થિર થયા, ને શુદ્ધોપયોગી થઈને આત્મચિંતનમાં એકાગ્ર થયા. ધન્ય તે મુનિવરો !
બીજી બાજુ મનોવતીએ પણ પતિનો, ભાઈનો તેમ જ સંસારનો મોહ છોડીને સર્વે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ : જૈનધર્મની વાર્તાઓ આભૂષણ દૂર કરી વૈરાગ્યપૂર્વક આર્થિકાવ્રત ધારણ કર્યા સાથે અનેક રાણીઓ પણ અજિંકા થઈ, ને એકમાત્ર સફેદ સાડીથી ઢંકાયેલા દેહમાં ચૈતન્યની સાધના વડે શોભવા લાગી. રત્નમણિનાં આભૂષણ કરતાં શુદ્ધોપયોગનાં આભૂષણથી આત્મા વધારે શોભી ઊઠે છે; તે રીતે વજકુમાર વગેરે સૌ મુનિદશામાં શુદ્ધોપયોગ વડે શોભવા લાગ્યા.
ધન્ય તે રાજપુત્રોને!
ધન્ય તે રાજરાણીઓને ! જ્યારે વજકુમાર વગેરેની દીક્ષાના સમાચાર અયોધ્યા પહોંચ્યા ત્યારે તેના પિતા સુરેન્દ્રમન્યુ, તથા દાદા વિજય મહારાજા પણ સંસારથી વિરક્ત થયાઃ અરે, આવો નવપરિણીત યુવાન-પૌત્ર સંસાર છોડીને મુનિ થયો; ને હું બૂટો થવા છતાં હજી સંસારના વિષયોને નથી છોડતો! આ રાજકુમારે તો સંસાર-ભોગોને તૃણવત સમજીને છોડી દીધા ને મોક્ષને અર્થે શાંતભાવમાં ચિત્તને સ્થિર કર્યું. ઉપરથી સુંદર લાગતા વિષયોનું ફળ બહુ કડવું છે. યુવાન દશામાં દેહનું જે રૂપ હતું તે પણ વૃદ્ધાવસ્થામાં કુરુપ થઈ ગયું. દેહુ અને વિષયો ક્ષણભંગુર છે; આમ જાણવા છતાં હું વિષય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૨૯
ભોગોના કૂવામાં ડૂબ્યો રહું તો મારા જેવો મૂર્ખ કોણ ? -આમ વિચારી બાર વૈરાગ્ય ભાવના ભાવી, સર્વે જીવો પ્રત્યે ક્ષમાભાવપૂર્વક તે વિજયરાજા તથા તેનો પુત્ર પણ જિનદીક્ષા લઈને મુનિ થયા... પૌત્રના પંથે દાદાએ પ્રયાણ કર્યું. ધન્ય જૈનમાર્ગ! ધન્ય મુનિમાર્ગ! ધન્ય તે માર્ગે ચાલનારા જીવો !
વિજયરાજાએ દીક્ષા લેતી વખતે રાજ્ય વજ્રકુમારના ભાઈ પુરંદરને સોંપ્યું; પુરંદર રાજાએ રાજ્ય પોતાના પુત્ર કીર્તિધરને સોંપીને દીક્ષા લીધી; તે કીર્તિધરે પણ, પંદર દિવસની વયના પુત્ર સુકોશલને રાજતિલક કરીને જિનદીક્ષા લઈ લીધી; અને તે સુકોશલકુમારે પણ, ગર્ભસ્થબાળકને રાજતિલક કરીને પોતાના પિતાની પાસે જ દીક્ષા અંગીકાર કરી... એટલું જ નહિ પણ તેની મા વાઘણ થઈને તેને ખાઈ ગઈ તોપણ તે આત્મધ્યાનથી ન ડગ્યા ને કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા. ત્યારપછી આગળ જતાં દશરથરાજા, શ્રી રામચંદ્ર વગેરે પણ તે જ વંશમાં થયા.) તે કીર્તિધર, સુકોશલ તથા વાઘણના વૈરાગ્યની કથા હવે તમે વાંચશો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ : જૈનધર્મની વાર્તાઓ
[૪૧] સુકોશલ-રાજકુમારનો વૈરાગ્ય
[ વાઘણને વૈરાગ્ય અને આત્મબોધપ્રાપ્તિ ]
હમણાં તમે જેમના વૈરાગ્યની કથા વાંચી, તે વજબાહુનો નાનો ભાઈ પુરંદર, અયોધ્યાના રાજા થયો. તેણે પોતાના પુત્ર કીર્તિધરને રાજ્ય સૌપીને મુનિદીક્ષા લીધી. તે કીર્તિધરના પુત્રનું નામ સુકોશલ.
અયોધ્યાના રાજા કીર્તિધરનું ચિત્ત સંસાર ભોગોથી વિરક્ત હતું. તે ધર્માત્મા રાજપાટ વચ્ચે પણ સંસાર-ભોગોનું અસારપણું વિચારતા હતા, ને મુનિદશાની ભાવના ભાવતા હતા.
એક દિવસ ભરબપોરે આકાશમાં સૂર્યગ્રહણ દેખીને તેમનું ચિત્ત ઉદાસ થયું ને સંસારની અનિત્યતા વિચારવા લાગ્યાઃ અરે, આ સૂર્ય પણ રાહુ વડે ઢંકાઈ જાય છે, તો આ સંસારના ક્ષણભંગુર ભોગોની શી વાત! એક ક્ષણમાં વિનષ્ટ થઈ જશે. માટે તેનો મોહ છોડીને હું આત્મહિત માટે જિનદીક્ષા અંગીકાર કરીશ...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૧ રાજા કીર્તિધરે પોતાના વૈરાગ્યના વિચાર મંત્રીઓને કહ્યા, મંત્રીઓએ કહ્યું: મહારાજ! તમારા વગર આ અયોધ્યા નગરીનું રાજ કોણ સંભાળશે? હજી તમે યુવાન છો... વળી જેમ તમારા પિતાએ તમને રાજ્યભાર સોંપીને પછી જિનદીક્ષા લીધી હતી, તેમ તમે પણ તમારા પુત્રને રાજ્ય સોંપીને પછી દીક્ષા લેજે. - આ પ્રમાણે મંત્રીઓએ વિનતિ કરી. આથી રાજાએ એવી પ્રતિજ્ઞા લીધી કે પુત્રનો જન્મ થવાના સમાચાર સાંભળું તે જ દિવસે તેનો રાજ્યાભિષેક કરીને હું મુનિવ્રત ધારણ કરીશ.
થોડા સમય બાદ, કીર્તિધર રાજાની રાણી સહદેવીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સુકોશલ.”
પુત્રજન્મની વાત સાંભળશે તો રાજા દીક્ષા લઈ લેશે-એવી બીકને લીધે રાણી સહદેવીએ તે વાત છૂપાવી રાખી. થોડા દિવસ સુધી તો તે વાત રાજાથી ગુપ્ત રહી. પણ સૂરજ ઊગે તે કયાં સુધી છાનું રહે? તેમ પુત્રજન્મના ખુશખબર આખી અયોધ્યાનગરીમાં ફેલાઈ ગયા.. ને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૩૨ : જૈનધર્મની વાર્તાઓ
થોડા જ દિવસમાં કોઈ નગરજને રાજાને તે વધાઈ આપી. રાજાએ ખુશી થઈને તેને પોતાના આભૂષણ ભેટ આપ્યાં... બસ, હવે હું તે રાજપુત્રને રાજ્ય સોંપીને આ સંસારબંધનથી છૂટીશ; આમ તેણે વિચાર્યું; અને પંદર દિવસની વયનો રાજકુમા૨ સુકોશલ, જે હજી તો માતાની ગોદમાં હતો, તેને રાજતિલક કરીને પોતે જિનદીક્ષા ધારણ કરી લીધી... અને આત્મસાધનામાં તત્પર થઈને વનમાં વિચરવા લાગ્યા.
કીર્તિધર રાજા મુનિ થઈ ગયા તેથી તેમની રાણી સહદેવીને ઘણો જ આઘાત થયો; તેને બીક લાગી કે મારો કુંવર પણ કયાંક દીક્ષા લઈને ચાલ્યો જશે તો ! તેમાં વળી કોઈ ભવિષ્યવેત્તાએ તેને કહ્યું કે- ‘જે દિવસે આ રાજકુમાર તેના પિતાને દેખશે તે જ દિવસે તે દીક્ષા લઈ લેશે.' આથી કોઈ મુનિ તે રાજકુમારની નજરે ન ચડી જાય તે માટે તેણે એવો હુકમ કર્યો કે કોઈ નિગ્રંથ-મુનિને રાજમહેલની સમીપ આવવા ન દેવા! અરેરે, પુત્રમોહથી તેને મુનિઓ ઉ૫૨ દ્વેષભાવ આવી ગયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૩ રાજકુમાર સુકોશલ વૈરાગ્યવંત ધર્માત્મા હતો; રાજવૈભવના સુખોમાં એનું ચિત્ત ચોંટતું નહીં આત્મસ્વભાવની ભાવનામાં તે રત રહેતો હતો. યુવાન થતાં તેની માતાએ તેનાં લગ્ન કર્યા.
એક દિવસ સુકોશલકુમાર રાજમહેલની અગાશીમાં બેસીને અયોધ્યા નગરની શોભા નીહાળતો હતો; તેની માતા સહદેવી તેમ જ ધાવમાતા પણ ત્યાં જ હતાં.
એવામાં એકાએક ગામ બહાર નજર કરતાં રાજકુમારે જોયું કે કોઈ મહા તેજસ્વી મુનિરાજ શહેર તરફ આવી રહ્યા છે... પણ રાજ્યના સિપાઈઓ તેમને દરવાજા બહાર અટકાવી રહ્યા છે... નગરીમાં આવવા દેતા નથી. એ દશ્ય દેખીને કુમારને આશ્ચર્ય થયું. તેને સમજાયું નહિ કે આવનાર મહાપુરુષ કોણ છે ને પહેરેગીરો તેને શા માટે રોકી રહ્યા છે?
બીજી બાજુ સહદેવીએ પણ તે મુનિરાજને દેખા.... તે બીજું કોઈ નહિ પણ મહારાજા કીર્તિધર જ હતા, –જેમણે સુકોશલને ૧૫ દિવસનો છોડીને દીક્ષા લીધી હતી. તેમને જોતાં જ રાણીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ : જૈનધર્મની વાર્તાઓ ધ્રાસકો પડ્યો કે અરે, તેમના વૈરાગ્ય–ઉપદેશથી મારો પુત્ર પણ કયાંક સંસાર છોડીને ચાલ્યો જશે !'
આથી રાણી સહદેવીએ સેવકોને આજ્ઞા કરી કે આ કોઈ મેલો ઘેલો અજાણ્યો નગ્નપુરુષ નગરીમાં આવે છે, તે કયાંક મારા સુકોશલ પુત્રને ભોળવીને લઈ જશે ! માટે તેને નગરમાં આવવા ન દેશો. વળી નગરીમાં એવા બીજા નગ્ન સાધુઓ આવે તો તેમને પણ આવવા ન દેશો; જેથી મારો પુત્ર તેને દેખવા ન પામે! પંદર દિ' ના નાના બાળકને છોડીને ચાલ્યા જતાં તેમને દયા પણ ન આવી!
–આમ સહદેવીએ, સાધુ થયેલા પોતાના સ્વામી પ્રત્યે આવા અનાદરવચન કહીને તીરસ્કાર કર્યો.. “અરેરે ! આ દુષ્ટ રાણી એક વખતના પોતાના સ્વામીનું અપમાન કરે છે!' –એ દેખીને ધાવમાતાની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં!
એ વખતે, સુકોશલ રાજકુમારનું કોમળ હૃદય ઉપરનું દશ્ય જોઈ ન શકયું તેણે તરત ધાવમાતાને પૂછયું-મા, આ બધું શું છે? પેલા મહાપુરુષ કોણ છે? તેને નગરીમાં કેમ નથી આવવા દેતા? ને તેને દેખીને તું કેમ રડે છે !!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૫
કુંવરનો પ્રશ્ન સાંભળતાં ધાવમાતાનું હૈયું એકદમ ભરાઈ આવ્યું ને રોતાં રોતાં તેણે કહ્યું: બેટા! એ મહાપુરુષ બીજું કોઈ નહિ-પણ તારા પિતા જ છે. તેઓ આ અયોધ્યા નગરીના મહારાજા કીર્તિધર પોતે છે ને સાધુ થયા છે. અરે, એક વખતના આ રાજ્યના સ્વામી, તેમના આ સેવકો તેમના જ રાજ્યમાં આજે તેમનો જ અનાદર કરી રહ્યા છે! આ અયોધ્યાનગરીના રાજમહેલમાં કદી કોઈ સાધુનો અનાદર નથી થયો; એને બદલે આજે, સાધુ થયેલા મહારાજાનો જ અનાદર રાજમાતા દ્વારા થઈ રહ્યો છે: રાજમાતા પોતાના સ્વામીને, અને સાધુને, મેલોધેલો ભિખારી જેવો કહીને તીરસ્કાર કરી રહી છે.
ધાવમાતા વજ્રબાહુને કહે છેઃ બેટા, તું નાનો બાળક હતો ત્યારે જ વૈરાગ્ય પામીને તારા પિતા
જૈનસાધુ થયા છે, ને તે સાધુમહાત્મા જ અત્યારે આ નગરીમાં પધારી રહ્યા છે... આહાર માટે પધારેલા મુનિ આપણા આંગણેથી કદી પાછા ગયા નથી. અને પુત્રને રાજ્ય સોંપીને દીક્ષા લઈને આત્મકલ્યાણ કરે એવી પરંપરા તો અસંખ્ય પેઢીથી આપણા વંશમાં ચાલી આવી છે; અને તે પદ્ધત્તિઅનુસાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AfmaDharma.com for updates
૩૬ : જૈનધર્મની વાર્તાઓ
તારા પિતાએ તને રાજ્ય સોંપીને જિનદીક્ષા લીધી છે.
-આમ ધાવમાતાએ કહ્યું; તે સાંભળતાં જ સુકોશલકુમાર આશ્ચર્ય પામ્યો; અરે, આ તો મારા પિતાજી! એ ભિખારી નથી પણ ભગવાન છે. મહાભાગ્યે આજે મને તેમનાં દર્શન થયા. –એમ કહેતો તે રાજકુમાર, માથે મુગટ કે પગમાં પાવડી પણ પહેર્યા વગર, ઉઘાડે માથે ને ઉઘાડે પગે નગર બહાર મુનિરાજ તરફ દોડયો... પિતા પાસેથી ધર્મનો વારસો લેવા દોડયો... જાણે કે સંસારનાં બંધન તોડીને મુક્તિ તરફ દોડતો હોય ! –એમ મુનિરાજ પાસે પહોંચ્યો... ને તેમના ચરણોમાં નમી પડયો... આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પિતાજી! ક્ષમા કરો... પ્રભો ! મેં આપને ઓળખ્યા નહિ. હવે મને આ સંસારબંધનથી છોડાવો...
શ્રી કીર્તિધર મુનિરાજે કહ્યું: હે વત્સ ! આ અસાર સંસારમાં બધા સંયોગ ક્ષણભંગુર છે; તેના ભરોસે શું રહેવું ? આ સારભૂત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૭ આત્મતત્ત્વ જ આનંદથી ભરેલું છે, તેની સાધના સિવાય બીજાં કોઈ શરણ નથી. આમ વૈરાગ્ય-ભરપૂર ધર્મોપદેશ આપ્યો.
ધર્મપિતા પાસેથી એ ઉપદેશ સાંભળીને રાજકુમાર સુકોશલનું ચિત્ત ઘણું તૃપ્ત થયું.. આવા અસાર સંસારથી તેનું મન ઊઠી ગયું.... ને શાંતચિત્તે વિનયપૂર્વક હાથ જોડીને પ્રાર્થના કરી: પ્રભો ! મને પણ જિનદીક્ષા આપીને આપના જેવો બનાવો! હું મોહનિદ્રામાં સૂતો હતો તેમાંથી આપે મને જગાડયો... આપ જે મોક્ષસામ્રાજ્યને સાધી રહ્યા છો... મને પણ તે મોક્ષસામ્રાજ્ય આપો! – આમ તે રાજકુમાર ત્યાં જ દીક્ષા લેવા તૈયાર થયો.
એવામાં ત્યાં રાજમાતા સહુદેવી, તેની ગર્ભવતી રાણી-વિચિત્રમાળા, તેમજ મંત્રી વગેરે આવી પહોંચ્યા.. તેમણે રાજકુમારને કહ્યું કે-કુંવરજી! તમે દીક્ષા ભલે લેજે.. પણ હુમણાં રોકાઈ જાવ. તમારા વશમાં એવો રીવાજ ચાલ્યો આવે છે કે પુત્ર મોટો થાય તેને રાજા સોંપીને પછી રાજા દીક્ષા લ્ય છે. માટે તમે પણ રાણીવિચિત્રમાળાનો બાળક મોટો થાય ત્યારે તેને રાજા સૌપીને પછી દીક્ષા લેજો....
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ : જૈનધર્મની વાર્તાઓ
ત્યારે રાજકુમારે કહ્યું જ્યાં વૈરાગ્યદશા જાગી ત્યાં સંસારના કોઈ બંધન પાલવે નહિ. છતાં, આ વિચિત્રદેવીના ગર્ભમાં જે બાળક છે તેને રાજતિલક કરીને હું રાજ્ય સોંપુ છું એમ કહી, ત્યાં ને ત્યાં ગર્ભસ્થબાળકને અયોધ્યામાં રાજ્ય સોંપીને, તે સુકોશલકુમારે પોતાના પિતા કીર્તિધર મુનિ પાસે જિનદીક્ષા લીધી. પિતા સાથે પુત્ર પણ સંસારનાં બંધન તોડી મોક્ષપંથે ચાલવા લાગ્યો. કલૈયો કુંવર રાજવૈભવ છોડીને મોક્ષના આત્મવૈભવને સાધવા લાગ્યો. ક્ષણ પહેલાનો રાજકુમાર અત્યારે મુનિ થઈને આત્મધ્યાનમાં શોભી રહ્યો છે.
ધન્ય તેનું આત્મજ્ઞાન. ધન્ય તેનો વૈરાગ્ય ! રાજકુમાર સુકોશલના વૈરાગ્યની વાર્તા પૂરી થઈ; હવે તેની માતાનું શું થયું તે સાંભળો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૩૯
[૪૨] વાઘણનો વૈરાગ્ય
કીર્તિધર-મુનિ પાસે સુકોશલ-પુત્રે દીક્ષા લઈ લીધી, તેથી તેની માતા સહદેવીને ઘણો આઘાત લાગ્યો. પિતા અને પુત્ર બન્ને મુનિ થઈ ગયા; આથી તીવ્ર મોહને લીધે સહદેવીએ તે મુનિધર્મની નિંદા કરી... ધર્માત્માનો અનાદર કર્યો... ને ક્રૂર પરિણામ કરીને આર્તધ્યાન કરતાં કરતાં તે મરી; મરીને વાઘણ થઈ...
અરે, જેના પતિ મોક્ષગામી, જેનો પુત્ર પણ મોક્ષગામી, એવી તે સહદેવી, ધર્મ અને ધર્માત્માનો તીરસ્કાર કરવાથી વાઘણ થઈ... બંધુઓ, જીવનમાં કદી ધર્મ કે ધર્માત્મા પ્રત્યે અનાદર ન કરશો, તેની નિંદા ન કરશો.
હવે વાઘણ થયેલી તે રાજમાતા, એક જંગલમાં રહેતી હતી; જીવોની હિંસા કરતી હતી, ને અત્યંત દુઃખી થતી હતી... એને કયાંય ચેન પડતું ન હતું.
એવામાં, જે જંગલમાં તે વાઘણ રહેતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ : જૈનધર્મની વાર્તાઓ તે જ જંગલમાં મુનિરાજ કીર્તિધર તથા સુકોશલ આવ્યા ને શાંતિથી આત્માના ધ્યાનમાં બેઠા. વીતરાગી શાંતિનો મહા આનંદ તેઓ લેતા હતા.
વાઘણે તે બન્નેને દેખ્યા... દેખતાંવેંત દૂરભાવથી ગર્જના કરી. ને સુકોશલ મુનિ ઉપર છલાંગ મારીને તેમને ખાઈ જવા લાગી...
કીર્તિધર મુનિરાજ તેમજ સુકોશલ મુનિરાજ બન્ને તો આત્માના ધ્યાનમાં છે તે વાઘણ સુકોશલ મુનિને ખાઈ રહી છે. તે મુનિ તો આત્મ-ધ્યાનમાં એવા લીન થયા છે કે શરીરમાં શું થાય છે–તેનું લક્ષ પણ નથી; આત્માનો અનુભવ કરતાં કરતાં તે જ વખતે તેમણે કેવળજ્ઞાન પ્રગટ કર્યું ને મોક્ષ પામ્યા!
ધન્ય તે રાજકુમારનું જીવન!
આ બાજુ, સુકોશલ મુનિના શરીરને ખાતા-ખાતા વાઘણની નજર તેમના હાથ ઉપર પડી... હાથમાં એક ચિહ્ન જોતાં જ તે ચકિત થઈ ગઈ. તેના મનમાં એમ થયું કે આવો હાથ મેં કયાંક જોયો છે! ... અને તરત જ તેને પૂર્વભવનું જાતિ-સ્મરણ જ્ઞાન થયું. અરે, આ તો મારો પુત્ર! હું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૧ તેની માતા હતી. અરેરે, મારા પુત્રને હું ખાઈ ગઈ ! – એમ પશ્ચાત્તાપથી તે વાઘણ રડવા લાગી, તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.
તે પ્રસંગે કીર્તિધરમુનિએ વાઘણને ઉપદેશ આપ્યો કે અરે વાઘણ ! (સહદેવી!) જે પુત્રના પ્રેમની ખાતર તું મૃત્યુ પામી, તે જ પુત્રના શરીરનું તેં ભક્ષણ કર્યું? અરેરે, મોહને ધિક્કાર છે. હવે તું આ અજ્ઞાનને છોડ, કૂરભાવોને છોડ ને આત્માને સમજીને કલ્યાણ કર!
મુનિનો ઉપદેશ સાંભળીને તરત જ તે વાઘણ ધર્મ પામી, તેણે આત્માને ઓળખ્યો ને માંસભક્ષણ છોડી દીધું પછી વૈરાગ્યથી સંન્યાસ ધારણ કર્યો ને મરીને દેવલોકમાં ગઈ.
શ્રી કીર્તિધર મુનિ પણ કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા.
(રાજા રઘુ અને રામ વગેરે મહાપુરુષો પણ આ કીર્તિધર રાજાના વંશમાં જ થયા.)
પાઠકો ! ધર્માત્મા-જ્ઞાનીઓનું જીવન કેવું વૈરાગ્ય ભરેલું હોય છે તે આ કથા ઉપરથી સમજજો; અને આત્માની સમજણ કરીને એવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ : જૈનધર્મની વાર્તાઓ વૈરાગ્ય-જીવન જીવવાની ભાવના કરજો. તેમ જ વાઘણ જેવું હિંસકપ્રાણી પણ આત્મજ્ઞાન પામીને કેવી રીતે કલ્યાણ કરે છે–તે જાણીને તમેય પાપભાવ છોડજો ને આત્મજ્ઞાન કરજો.
પહોળો રસ્તો [ સુંદર માર્ગ] બે મિત્રો વાત કરતા હતા
એક અમેરિકન કહે–અમારે ત્યાં શહેરના રસ્તા એટલા પહોળા છે કે પૂર ઝડપે એક સાથે ચાર મોટર જાય ને ચાર મોટર આવે.
જૈન કહે ભાઈ, અમારો મોક્ષપુરીનો રસ્તો તો એટલો પહોળો છે કે તેમાં અસાધારણ ઝડપે (મોટર કરતાંય અસંખ્યાતગણી ઝડપે ) એકસો આઠ જીવો એકસાથે ગમન કરી શકે. અમેરિકામાં તો મોટરના ઘણાય અકસ્માત થતા હશે, પણ અમારી આ અમરપુરીના માર્ગમાં કદી કોઈને અકસ્માત થતો નથી. -
હા, એટલું ખરું કે આ માર્ગ માત્ર “વન વે” છે, તે માર્ગ મોક્ષમાં જવાય છે ખરું, પણ પાછા અવાતું નથી. ખરેખર, આવો માર્ગ તે જ સુંદર માર્ગ છે;
તેનું નામ છે-મોક્ષમાર્ગ. (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૩ [૪૩]
એક હતો હાથી
[પૂર્વભવમાં તે હાથી અને ભરત, બન્ને ભાઈ હતા]
એક હતો હાથી. ભારે મોટો હાથી ! ઘણો સુંદર હાથી ! રામચંદ્રજીના વખતની આ વાત છે.
મહારાજા રાવણ એક વખત લંકા તરફ જતો હતો ત્યાં વચ્ચે સમેતશિખર-ધામ આવ્યું. આ મહાન તીર્થધામને દેખીને રાવણને ઘણો આનંદ થયો, ને તેની નજીક મુકામ કર્યો.
ત્યાં તો એકાએક મેઘગર્જના જેવી ગર્જના સંભળાવા લાગી, લોકો ભયથી નાસભાગ કરવા લાગ્યા; લશ્કરના હાથી, ઘોડા વગેરે પણ ભયથી ચીસ પાડવા લાગ્યા. રાવણે આ કોલાહલ સાંભળ્યો ને મહેલ પર ચડીને જોયું કે એક ઘણો મોટો ને અત્યંત બળવાન હાથી ઝૂલતો-ઝૂલતો આવી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ : જૈનધર્મની વાર્તાઓ રહ્યો છે, તેની આ ગર્જના છે, ને તેનાથી ડરીને લોકો ભાગી રહ્યા છે; હાથી ઘણો જ સુંદર હતો. આવો મજાનો, ઊંચો ઊંચો હાથી દેખીને રાવણ રાજી થયો; ને તેને આ હાથી ઉપર સવારી કરવાનું મન થયું; એટલે હાથીને પકડવા માટે તે નીચે આવ્યો ને હાથીની સામે ચાલ્યો. રાવણને દેખતાં જ હાથી તો તેની સામે દોડ્યો. લોકો તો આશ્ચર્યથી જોઈ રહ્યા કે હવે શું થાશે !
-પણ રાજા રાવણ ઘણો બહાદુર હતો. “ગજકેલિ' માં એટલે કે હાથી સામે રમવાની કળામાં તે હોશિયાર હતો. પહેલાં તો તેણે પોતાના કપડાનો દડો બનાવીને હાથી સામે ફેંકયો; હાથી તે દડાને સુંઘવા રોકાયો, ત્યાં તો છલાંગ મારીને રાવણ ને હાથીના માથા ઉપર ચડી ગયો, ને તેના કુંભસ્થળ પર મૂઠીનો પ્રહાર કરવા
લાગ્યો.
હાથી ગભરાઈ ગયો. તેણે સૂઢ ઊંચી કરીને રાવણને પકડવા ઘણી મહેનત કરી; પણ રાવણ તેના બે દંકૂશળ વચ્ચેથી સરકીને નીચે ઊતરી ગયો. આમ ઘણીવાર સુધી હાથી સાથે રમત કરીને હાથીને થકાવી દીધો; ને છેવટે રાવણ હાથીની પીઠ ઉપર ચઢી ગયો. હાથી પણ જાણે રાજા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૪૫
રાવણને ઓળખી ગયો હોય તેમ શાંત થઈને વિનયવાન સેવકની માફક ઊભો રહ્યો. રાવણ તેના ઉપર બેસીને મહેલ તરફ આવ્યો. ચારેકોર જય-જયકાર થઈ રહ્યો.
રાવણને આ હાથી ખૂબ જ ગમી ગયો, તેથી તેને તે લંકા લઈ ગયો; લંકામાં તે હાથીની પ્રાપ્તિનો ઉત્સવ કરીને તેનું નામ ત્રિલોકમંડન રાખ્યું. રાવણના લાખો હાથીમાં તે પટ્ટ હાથી હતો.
હવે, એકવાર રાવણ સીતાને ઉપાડી ગયો, રામલક્ષ્મણે લડાઈ કરીને રાવણને હરાવ્યો, ને સીતાને લઈને અયોધ્યા આવ્યા; ત્યારે લંકાથી તે ત્રિલોકમંડનહાથીને પણ પોતાની સાથે લેતા આવ્યા. રામ-લક્ષ્મણના ૪૨ લાખ હાથીમાં તે સૌથી મોટો હતો, ને તેનું ઘણું માન હતું.
રામના ભાઈ ભરત અત્યંત વૈરાગી હતા; જેમ પારઘીથી હરણીયાં ભયભીત હોય, તેમ ભરતનું ચિત્ત સંસારના વિષયભોગોથી અત્યંત ભયભીત હતું; તે સંસારથી વિરક્ત થઈને મુનિ થવા માગતા હતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ : જૈનધર્મની વાર્તાઓ
જેમ પીંજરમાં પૂરાયેલો સિંહ ખેદખિન્ન રહે ને વનમાં જવા ઈચ્છે, તેમ વૈરાગી ભરત ગૃહવાસના પીંજરાથી છૂટીને વનવાસી મુનિ થવા ઈચ્છતા હતા. પણ રામ-લક્ષ્મણે આગ્રહું કરીને તેને રોક્યા હતા. તેણે ઉદાસચિત્તે થોડા દિવસ તો ઘરમાં વીતાવ્યા; પણ હવે તો રત્નત્રય-જહાજમાં બેસીને સંસારસમુદ્રને તરવા તે તૈયાર થયા હતા.
એકવાર તે ભરત સરોવરકિનારે ગયેલ; તે વખતે ગજશાળામાં શું બન્યું તે સાંભળો! ગજશાળામાં બાંધેલ ત્રિલોકમંડન હાથી મનુષ્યોની ભીડ દેખીને એકાએક ગર્જવા લાગ્યો ને સાંકળ તોડીને ભયંકર અવાજ કરતો ભાગ્યો. હાથીની ગર્જના સાંભળીને અયોધ્યાના લોકો ભયભીત થઈ ગયા. હાથી તો દોડ્યો જાય છે; રામલક્ષ્મણ તેને પકડવા પાછળ દોડે છે. દોડતો દોડતો તે હાથી, સરોવર-કિનારે જ્યાં ભરત પૂજા કરતો હતો ત્યાં આવ્યો. લોકો ચિંતામાં પડયા-હાય ! હાય ! હવે શું થશે ! રાણીઓ અને પ્રજાજનો રક્ષણ માટે ભારતના શરણે આવ્યા. તેની મા કૈકેયી પણ ભયથી હાહાકાર કરવા લાગી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૭ હાથી દોડતો દોડતો ભરતની પાસે આવીને ઊભો. ભરતે હાથી સામે જોયું ને હાથીએ ભરતને દેખ્યો. બસ, ભરતને દેખતાંવેંત તે હાથી એકદમ શાંત થઈ ગયો; હાથી તેને ઓળખી ગયો કે અરે, આ ભરત તો મારો પૂર્વભવનો પરમ મિત્ર ! હાથીને પૂર્વભવનું જ્ઞાન થયું પૂર્વભવમાં ભરત તેનો મિત્ર હતો બન્ને મુનિ થયેલા, અને પછી છઠ્ઠી સ્વર્ગમાં બન્ને સાથે હતા. હાથીને તે યાદ આવ્યું ને ઘણો અફસોસ થયો, કે અરેરે! પૂર્વભવમાં હું આ ભરતની સાથે જ હતો, પણ મેં ભૂલ કરી તેથી હું દેવમાંથી આ પશુ થઈ ગયો. અરેરે, આવો પશુનો અવતાર! તેને ધિક્કાર છે.
આમ ભરતને જોતાં જ હાથી એકદમ શાંત થઈને ઊભો રહ્યો. જેમ ગુરુ પાસે શિષ્ય વિનયથી ઊભો રહે તેમ ભારત પાસે હાથી વિનયથી ઊભો. ભરતે પ્રેમથી તેના માથે હાથ મૂકીને કહ્યું: અરે ગજરાજ! તને આ શું થયું? તું શાંત થા!! આ ક્રોધ તને શોભતો નથી. તારા ચૈતન્યની શાંતિને તું જે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ : જૈનધર્મની વાર્તાઓ
ભરતના મીઠાં વચન સાંભળતાં હાથીને ઘણી શાંતિ થઈ; તેની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં ! વૈરાગ્યથી તે વિચારવા લાગ્યો કે અરે, હવે અફસોસ કરવો શું કામનો ?
–પણ હવે મારું આત્મકલ્યાણ થાય ને હું આ ભવદુઃખથી છૂટું એવો ઉપાય કરીશ. આ રીતે પરમ વૈરાગ્યનું ચિંતન કરતો હાથી એકદમ શાંત થઈને ભરતની સામે ટગર ટગર નજરે જતો ઊભો. જાણે કહેતો હોય કે હે બંધુ! તમે પૂર્વભવના મારા મિત્ર છો; પૂર્વે સ્વર્ગમાં આપણે સાથે હતા, તો અત્યારે પણ મને આત્મકલ્યાણ આપીને આ પશુગતિમાંથી મારો ઉદ્ધાર કરો !
[ વાહ રે વાહ! ધન્ય હાથી! તેં હાથી થઈને આત્માના કલ્યાણનું મોટું કામ કર્યું! પશુ હોવા છતાં તે પરમાત્માને ઓળખી લીધા ને તારું જીવન સાર્થક કર્યું.]
હાથીને એકાએક શાંત થઈ ગયેલો જોઈને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૯ લોકો આશ્ચર્ય પામ્યા-અરે આ શું થયું! ભરતે હાથી ઉપર શું જાદુ કર્યું? તે આમ એકાએક શાંત કેમ થઈ ગયો? ભરત તેના ઉપર બેસીને નગરીમાં આવ્યો; ને હાથીને હાથીખાનામાં રાખ્યો; મહાવત લોકો તેની ખૂબ સેવા કરે છે, તેને રીઝવવા વાજિંત્ર વગાડે છે, તેને માટે લાડવા કરાવે છે, તેને ઉત્તમ શણગારથી સજે છે.
-પણ આશ્ચર્યની વાત એ છે કે હાથી હવે કાંઈ ખાતો નથી, વાજિંત્રમાં કે શણગારમાં ધ્યાન દેતો નથી, ઊંઘતો પણ નથી, તે એકદમ ઉદાસ રહે છે; ક્રોધ પણ નથી કરતો. એકલા-એકલો આંખો મીંચીને શાંત થઈને બેસી રહે છે ને આત્મહિતની જ વિચારણા કરે છે; જાતિસ્મરણને લીધે તેનું ચિત્ત સંસારથી ને શરીરથી અત્યંત વિરક્ત થયું છે...
આમ ને આમ ખાધા-પીધા વગર એક દિવસ ગયો, બે દિવસ ગયા, ચાર દિવસ થઈ ગયા. ત્યારે મહાવતો મૂંઝાયા ને શ્રીરામ પાસે આવીને કહ્યું- દેવ ! આ હાથી ચાર દિવસથી કાંઈ ખાતો નથી, પીતો નથી, ઊંઘતો નથી, તોફાન પણ કરતો નથી; શાંત થઈને બેઠો છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ : જૈનધર્મની વાર્તાઓ ને આખો દિવસ શેનુંક ધ્યાન ધર્યા કરે છે! તો શું કરવું? તેને રીઝવવા અમે ઘણું કરીએ છીએ; પણ એના મનમાં શું છે? તે ખબર પડતી નથી ! મોટા મોટા ગજવૈદ્યને બતાવ્યું, તેઓ પણ હાથીના રોગને જાણી શકયા નહિ. –આ હાથીને લીધે આપણી આખી સેનાની શોભા છે. આવો મોટો બળવાન હાથી, –તેને એકાએક આ શું થઈ ગયું! તે અમને સમજાતું નથી. માટે તેનો કાંઈક ઉપાય કરો! હાથીની આ વાત સાંભળી, રામ ને લક્ષ્મણ પણ ચિંતામાં પડી ગયા.
એવામાં અચાનક એક સુંદર બનાવ બન્યોઃ
અયોધ્યાપુરીના આંગણે બે કેવળી ભગવંતો પધાર્યા. તેમનાં નામ દેશભૂષણ અને કુલભૂષણ ! (તેમની કથા ૪૫ મી વાર્તામાં આવશે. રામ-લક્ષ્મણે વનગમન વખતે વંશસ્થ પર્વત પર આ બે મુનિવરોનો ઉપદ્રવ દૂર કરીને તેમની ઘણી ભક્તિ કરી હતી, ને તે વખતે તે બન્ને મુનિવરોને કેવળજ્ઞાન થયું હતું.) તેઓ જગતના જીવોનું કલ્યાણ કરતા-કરતા અયોધ્યાનગરીમાં પધાર્યા. ભગવાન પધારતાં આખી નગરીમાં આનંદઆનંદ ફેલાઈ ગયો. સૌ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૧ તેમનાં દર્શન કરવા ચાલ્યા... રામ-લક્ષ્મણ-ભરત ને શત્રુદન પણ ત્રિલોકમંડન હાથી ઉપર બેસીને તે ભગવંતોનાં દર્શન કરવા ચાલ્યા. ને આવીને ધર્મોપદેશ સાંભળવા બેઠા. ભગવાને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો અદ્દભુત ઉપદેશ આપ્યો. તે સાંભળીને સૌને ઘણો આનંદ થયો.
ત્રિલોકમંડન હાથીના આનંદનો પણ પાર નથી. તે કેવળીભગવાનનાં દર્શનથી ઘણો જ પ્રસન્ન થયો છે, ને ધર્મોપદેશ સાંભળીને તેનું ચિત્ત સંસારથી ઉદાસ થઈ ગયું. છે. તેણે અપૂર્વ આત્મશાંતિ પ્રાપ્ત કરી છે, ને ભગવાનને નમસ્કાર કરીને શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા છે. ધન્ય છે હાથીભાઈ, તમને! તમે આત્માને ઓળખીને તમારું જીવન શોભાવ્યું છે! તમે પશુ નથી પણ દેવ છો, ધર્માત્મા છો, દેવોથી પણ મહાન છો. બાળકો, જાઓ જૈનધર્મનો પ્રતાપ! એક હાથી જેવો પશુનો જીવ પણ જૈનશાસન પામીને કેવો મહાન થઈ ગયો! તો તમેય આવું મજાનું જૈનશાસન પામીને, હાથી જેવા બહાદુર થઈને, આત્માની ઓળખાણ કરજો, ને ઉત્તમ વૈરાગ્યજીવન જીવજે !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર : જૈનધર્મની વાર્તાઓ
[૪૪] * [ ભરત અને હાથીના પૂર્વભવ ] *
ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી મહારાજા લક્ષ્મણે પૂછયું –હે ભગવાન! આ ત્રિલોકમંડન હાથી પહેલાં તો ગજબંધન તોડને કેમ ભાગ્યો? અને પછી ભરતને દેખીને એકાએક શાંત કેમ થઈ ગયો? ત્યારે ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ભારતનો જીવ અને આ હાથીનો જીવ બન્ને પૂર્વભવનાં મિત્રો છે. –સાંભળો, તેમનાં પૂર્વભવ
આ ભારત અને ત્રિલોકમંડન હાથી બન્ને જીવો ઘણા ભવ પહેલાં ભગવાન ઋષભદેવના વખતમાં ચંદ્ર તથા સૂર્ય નામના બે ભાઈ હતા. મરીચિના મિથ્યા ઉપદેશથી કુધર્મ સેવીને બન્નેએ ઉંદર-મોર-પોપટ-સર્પહાથી-દેડકું-બિલ્લી-કૂકડો વગેરે ઘણા ભવો કર્યા અને બન્નેએ એકબીજાને ઘણીવાર માર્યા, ઘણીવાર ભાઈ થયા, વળી પિતા-પુત્ર થયા. આ રીતે ભવભ્રમણ કરતા-કરતા કેટલાક ભવ પછી ભરતનો જીવ તો જૈન ધર્મ પામ્યો ને મુનિ થઈને છઠ્ઠી સ્વર્ગમાં ગયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૩
આ હાથીનો જીવ પણ પૂર્વભવમાં વૈરાગ્યથી મૃદુમતિ નામનો મુનિ થયેલો; બીજા એક મહાઋદ્ધિધારી મુનિરાજ બહુ ગુણવાન અને તપસ્વી હતા. તેમણે ચોમાસામાં ચાર માસના ઉપવાસ કરેલા, ને પછી ચોમાસું પૂરું થતાં અન્યત્ર વિહાર કરી ગયા. હાથીનો જીવ-એટલે મૃદુમતિ મુનિ, તે જ્યારે ગામમાં આવ્યા ત્યારે ભૂલથી લોકોએ તેને જ મહા તપસ્વી સમજી લીધા ને તેનું સન્માન કરવા લાગ્યા. તેને ખ્યાલમાં આવ્યું કે લોકો ભ્રમથી મને ઋદ્ધિધારી-તપસ્વી સમજીને મારો આદર કરી રહ્યા છે. –આમ જાણવા છતાં માનના માર્યા તેણે લોકોને સાચી વાત ન કરી, -કે પેલા તપસ્વી મુનિરાજ તો બીજા હતા, ને હું બીજો છું. – શલ્યપૂર્વક માયાચાર કર્યો; તે તેને તિર્યંચની ગતિનું કારણ બન્યું. ત્યાંથી મરીને, મુનિપણાના તપને લીધે પ્રથમ તો તે છઠ્ઠા સ્વર્ગમાં ગયો. ભરતનો જીવ પણ ત્યાં જ હતો; તે બન્ને દેવો મિત્રો હતા. તેમાંથી એક તો આ અયોધ્યાનો રાજપુત્ર ભરત થયો છે, ને બીજો જીવ માયાચારને લીધે આ હાથી થયો છે. તેનું મનોહર રૂપ દેખીને લંકાના રાજા રાવણે તેને પકડયો, ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : જૈનધર્મની વાર્તાઓ તેનું નામ ત્રિલોકમંડન રાખ્યું. રાવણને જીતીને રામલક્ષ્મણ તે હાથીને અહીં લઈ આવ્યા. લોકોની ભીડ દેખીને ગભરાટથી તે બંધન તોડીને ભાગ્યો હતો. પૂર્વભવના મિત્રોનું અહીં મિલન થયું, અને પૂર્વભવના સંસ્કારને લીધે ભરતને જોતાં જ હાથી શાંત થઈ ગયો; તેને જાતિસ્મરણ થયું છે ને પોતાના પૂર્વભવની વાત સાંભળીને સંસારથી એકદમ વૈરાગ્ય જાગ્યો છે; આત્માની સાધનામાં તેણે પોતાનું ચિત્ત જોયું છે, ને શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા છે. તે પણ નિકટ ભવ્ય છે.
દેશભૂષણ-કેવળીની સભામાં પોતાના પૂર્વભવોની વાત સાંભળીને વૈરાગી ભરતે ત્યાં જ જિનદીક્ષા ધારણ કરી લીધી, ને પછી કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામ્યા. તેનો મિત્ર ત્રિલોકમંડન-હાથી પણ સંસારથી વિરક્ત થયો; તે હાથીએ આત્માનું ભાન પ્રગટ કરીને શ્રાવકવ્રત અંગીકાર કર્યા. વાહ! હાથીનો જીવ શ્રાવક બન્યો. પશુ હોવા છતાં દેવથી પણ મહાન બન્યો ! ને હવે અલ્પકાળે તે મોક્ષને પામશે.
શ્રી દેશભૂષણ-કેવળ પ્રભુની વાણીમાં હાથીની આવી સરસ વાત સાંભળીને રામ-લક્ષ્મણ વગેરે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૫
બધાને આનંદ થયો. હું ભવ્ય પાઠક! તને પણ આનંદ થયો ને! ‘હા !' તો તું પણ હાથીની જેમ તારા આત્માને જિનધર્મની આરાધનામાં જોડજે, ને માનમાયાના ભાવને છોડજે.
હાથીના અને ભરતના પૂર્વભવની વાત સાંભળીને રામ-લક્ષ્મણ વગેરે સૌ આશ્ચર્ય પામ્યા. ભરતની સાથે એકહજાર રાજાઓ દીક્ષા લઈને મુનિ થયા. ભરતની માતા કૈકેયી પણ જિનધર્મની પરમ ભક્ત, વૈરાગ્ય પામીને અર્જિકા થઈ; તેની સાથે બીજી ૩૦૦ સ્ત્રીઓએ પૃથ્વીમતિમાતા પાસે દીક્ષા લીધી. (સીતાજી પણ તે પૃથ્વીમાતાના સંઘમાં સમાઈ ગયા હતા.)
ત્રિલોકમંડન હાથીના હૈયામાં તો કેવળી ભગવાનના દર્શનથી આનંદ સમાતો નથી; પૂર્વભવ સાંભળીને અને આત્મજ્ઞાન પામીને તે એકદમ ઉપશાંત થઈ ગયો છે. સમ્યગ્દર્શન સહિત તે હાથી, વૈરાગ્યથી રહે છે ને શ્રાવકનાં વ્રત પાળે છે. પંદર-પંદર દિવસના કે મહિના-મહિનાના ઉપવાસ કરે છે; અયોધ્યાના નગરજનો ઘણા વાત્સલ્યપૂર્વક શુદ્ધ આહાર-પાણી વડે તેને પારણું કરાવે છે. આવા ધર્માત્મા હાથીને દેખીને બધાને તેના ઉપર ઘણો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : જૈનધર્મની વાર્તાઓ પ્રેમ આવે છે. તપ કરવાથી ધીમે ધીમે તેનું શરીર દૂબળું પડવા લાગ્યું, ને અંતે ધર્મધ્યાનપૂર્વક દેહ છોડીને તે પાછો છઠ્ઠી સ્વર્ગમાં ગયો. ને થોડા કાળમાં મોક્ષ પામશે.
બાળકો, હાથીની સરસ વાર્તા પૂરી થઈ. તે વાંચીને તમે પણ હાથી જેવા થાજો. હાથી જેવા જાડા નહીં હો, પણ હાથી જેવા ધર્માત્મા થાજો... આત્માને ઓળખજો ને મોક્ષને સાધજો.
“નમો કુંભકર્ણ-દેવાય!” જી હા ! અમે કુંભકર્ણને નમસ્કાર કર્યા.
શું તમને આશ્ચર્ય થયું? તો સાંભળો - રાવણનો ભાઈ કુંભકર્ણ એ કાંઈ છ માસ સુધી ઊંઘતો ન હતો, એને જગાડવા છાતી પર હાથી ચલાવવા પડતા ન હતા; જાગીને એ પાડા ખાઈ જતો ન હતો. અરે, એ કુંભકર્ણ તો વીતરાગ જૈનમાર્ગના ઉપાસક એક અહિંસક મહાત્મા હતા, ને તે જ ભવે મુનિ થઈ, કેવળજ્ઞાન પામી, મધ્યપ્રદેશમાં બડવાની–ચૂલગિરિ પરથી મોક્ષ પામ્યા છે. આપણે એમને સિદ્ધભગવાન તરીકે પૂજીએ છીએ.. તેથી જ અમે લખ્યું છે કે “નમો કુંભકર્ણદેવાય.'
બોલો કુંભકર્ણ ભગવાન કી જય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૫૭
[ ૪૫ ]
ભગવાન દેશભૂષણ અને કુલભૂષણ (બે વૈરાગી રાજકુમારોની કથા )
અયોધ્યામાં શ્રી દેશભૂષણ અને કુલભૂષણ બે કેવળી ભગવંતો પધાર્યા... રામચંદ્રજી વગેરે તેમનો ઉપદેશ સાંભળવા ગયા... ત્યાં ભરતે દીક્ષા લીધી ને હાથીએ શ્રાવકનાં વ્રત લીધાં; તેની કથા તમે હમણાં વાંચી. હવે તે દેશભૂષણ અને કુલભૂષણ ભગવંતોના અદ્દભુત જીવનની કથા કહીએ છીએ.
ભગવાન રામચંદ્રજીના વખતની વાત છે. સિદ્ધાર્થનગરીના રાજા ક્ષેમંકર અને રાણી વિમલા દેવીઃ તેમને બે પુત્રોઃ એક દેશભૂષણ અને બીજા કુલભૂષણ. બન્ને ભાઈઓને એકબીજા પ્રત્યે પરમ પ્રેમ છે, માત્ર આ ભવમાં નહિ પણ પૂર્વે અનેક ભવથી તેઓ એકબીજાના ભાઈ છે. બન્ને ભાઈઓ આત્માને જાણનારા છે ને પૂર્વભવના સંસ્કારી છે.
રાજાએ નાનપણથી જ બન્નેને વિદ્યા ભણવા બહારગામ મોકલ્યા. પંદર વર્ષો સુધી બન્ને ભાઈઓ વિદ્યાભ્યાસમાં એવા મશગુલ હતા કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ : જૈનધર્મની વાર્તાઓ વિદ્યાગુરુ સિવાય બીજા કોઈને ઓળખતા ન હતા. વિધા અભ્યાસ પૂરો કરીને જ્યારે બન્ને યુવાન કુમારો પાછા આવ્યા ત્યારે રાજાએ નગરીને શણગારીને તેમનું ભવ્ય સન્માન કર્યું ને તેમના વિવાહુ માટે રાજકન્યાઓ પસંદ કરીને તૈયારી કરી.
બન્ને ભાઈઓની સ્વાગત-યાત્રા નગરીમાં ફરતાં ફરતાં રાજમહેલ પાસે આવી, ત્યાં ઝરૂખામાં એક અતિ સુંદર રાજકન્યા પ્રસન્નચિત્તે ઊભી હતી. તેનું અદ્ભુત રૂપ દેખીને બન્ને રાજકુમારો તેના ઉપર મુગ્ધ બન્યા. તે રાજકન્યા પણ એકીટશે તેમને જોઈ રહી. બન્નેનું અદભુત રૂપ નીહાળી-નીહાળીને તે પણ ખૂબ પ્રસન્ન થતી હતી.
- હવે એકસાથે આ દેશભૂષણ-કુલભૂષણ બન્ને ભાઈઓને એમ થયું કે આ રાજકન્યા મારા માટે જ છે... તે મારા ઉપર પ્રસન્ન થઈ છે ને હું તેને પરણીશ; પરંતુ બીજો ભાઈ પણ એ રાજકન્યા ઉપર જ નજર માંડીને તેને રાગથી નીહાળી રહ્યો છે, તે દેખીને તેના ઉપર દ્વેષ આવ્યો કે જો મારો ભાઈ આ કન્યા ઉપર દષ્ટિ કરશે તો હું તેને મારીને પણ આ રાજકન્યાને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૫૯ પરણીશ. –આમ મનમાં ને મનમાં તેઓ એક-બીજાને મારી નાખીને પણ રાજકન્યાને પરણવાનું વિચારતા હતા; બન્નેનું ચિત્ત એક જ રાજકુમારીમાં એકદમ આસક્ત હતું. તેથી એકબીજાને કહેવા લાગ્યા કે “આ રાજકુમારીને હું પરણીશ, તું નહીં.” આમ હું.. તું કરતાં બન્ને ભાઈઓ હાથી ઉપર બેઠાબેઠા વાદવિવાદ કરવા લાગ્યા. કન્યાના મોહવશ બન્ને ભાઈઓ એકબીજા પ્રત્યેના પરમ પ્રેમને ભૂલી ગયા ને દ્વેષથી વર્તવા લાગ્યા; કન્યા ખાતર એકબીજા સામે લડવા ને મારવા તૈયાર થયા.
[ અરે વિષયાસક્તિ! ભાઈ-ભાઈના સ્નેહને પણ તોડાવી નાખે છે! અરેરે! ચાર-ચાર ભવથી પરમ સ્નેહ રાખનારા બન્ને ભાઈઓ અત્યારે વિષયવશ એકબીજાને મારવા પણ તૈયાર થયા!]
એવામાં તો, અમુક શબ્દો કાને પડતાં બન્ને ભાઈઓ ચોંકી ઊઠયા. જાણે વીજળી પડી હોય એમ બન્ને સ્તબ્ધ થઈ ગયા... શું બન્યું!
તેમની સાથેના બુદ્ધિમાન મંત્રીએ, બન્ને રાજકુમારોને લડાઈ કરવાની તૈયારી કરતા દેખ્યા;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬) : જૈનધર્મની વાર્તાઓ બન્નેની નજર રાજકુમારી તરફ લાગેલી છે-તે દેખીને, બુદ્ધિશાળી મંત્રી પરિસ્થિતિ સમજી ગયા કે આ બન્ને, રાજકુમારી માટે લડે છે. તેમણે તરત જ કહ્યું: દેખો રાજકુમારો ! સામે રાજમહેલના ઝરૂખામાં તમારી બેન ઊભી છે, તે ઘણા વર્ષે તમને પહેલી જ વાર દેખીને અત્યંત પ્રસન્ન થઈ રહી છે. અહા! કેવા મજાના શોભે છે - મારા ભાઈઓ! –એમ એકીનજરે તમને નીરખી રહી છે. તમે વિદ્યાભ્યાસ કરવા ગયેલા ત્યારે પાછળથી તેનો જન્મ થયેલો, તે તમારી બહેન તમને પહેલી જ વાર દેખીને કેવી ખુશ થાય છે! તમે પણ તેને પહેલી જ વાર જોઈ રહ્યા છો...
અરે ! આ ઝરૂખામાં ઊભી-ઊભી અમારા સામે હસે છે તે રાજકુમારી, બીજી કોઈ નહિ પણ અમારી જ સગી બહેન છે!” એમ જાણતાં જ બન્ને ભાઈઓના ચિત્તમાં જબરજસ્ત આંચકો લાગ્યો, લજ્જાથી તેઓ ઠરી જ ગયા! અરેરે ! આ તો અમારી નાની બહેન ! અમે એને કદી જોયેલી નહિ તેથી ઓળખી શકયા નહિ; અજ્ઞાનને લીધે અમારી બહેન ઉપર જ અમે વિકારથી મોહિત થયા! ને એકબીજાને મારવાના વિચાર કરવા લાગ્યા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૧ અરે, વિષયાંધ થઈને અમે ભાઈ ભાઈનો સ્નેહું પણ ભૂલી ગયા ! હાય રે! અમને આવા દુષ્ટ ભાવ કેમ થયા! અરેરે! આવા સંસારમાં શું રહેવું! જ્યાં એક ભવની સ્ત્રી બીજા ભવમાં બહેન કે માતા થાય, એક ભવની બહેન બીજા ભવમાં સ્ત્રી વગેરે થાય. હવે આવા સંસારથી બસ થાઓ! અનેક દુઃખોથી ભરેલો આ સંસાર, જેમાં દુખ મોહ જીવને અનેક નાચ નચાવે છે; અમને ધિક્કાર છે કે મોહવશ અમારી બેન ઉપર જ અમને વિકાર થયો! હવે માતા-પિતાને અમે શું મોટું બતાવીએ! આમ વિચારીને, તેમને રાજમહેલમાં જતાં અત્યંત શરમ થઈ. એટલે સંસારને અસાર સમજી બન્ને ભાઈઓ તેનાથી અત્યંત વિરક્ત થયા ને ત્યાંથી જ પાછા વળીને જિનદીક્ષા લઈને મુનિ થયા. મુનિ દેશભૂષણ અને કુલભૂષણ આત્મસાધનામાં તત્પર હતા. મહાન તપના પ્રભાવે તેમને આકાશગામિની ઋદ્ધિ પ્રગટી હતી; તેઓ દેશોદેશ વિચરતા થકા પૃથ્વીને તીર્થરૂપ બનાવવા લાગ્યા... તેમના પિતા બન્ને પુત્રોના વિરહુના આહારનો ત્યાગ કરી, પ્રાણ છોડીને ભવનવાસી દેવમાં ગરુડેન્દ્ર થયા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AfmaDharma.com for updates
૬૨ : જૈનધર્મની વાર્તાઓ
[ મોક્ષગામી બે રાજકુમારો... તેમનું સાચું કુટુંબ ]
દેશભૂષણ અને કુલભૂષણ એ બન્ને રાજકુમાર બંધુઓ, જ્યારે એકાએક સંસારથી વિરક્ત થઈને મુનિદીક્ષા લેવા તૈયાર થયા, ત્યારે પુત્ર-વિયોગથી વ્યાકુળ માતાએ પુત્રોને દીક્ષા લેતા રોકવા ઘણો પ્રયત્ન કર્યો; તેની બહેને પણ મુનિપણામાં ઘણાં કષ્ટ બતાવતાં કહ્યું: હું બંધુઓ ! ત્યાં કોઈ માતા પિતા કે પરિવાર નથી; કુટુંબ વગર વન જંગલમાં એકલા એકલા તમે કઈ રીતે રહેશો ?
ત્યારે વૈરાગી કુમારો જવાબ આપતાં કહે છે કે હું માતા ! હું બહેન! મુનિદશામાં તો મહાઆનંદ છે. ત્યાં કાંઈ આત્મા એકલો નથી, તેનો મહાન ચૈતન્યપરિવાર તેની સાથે જ છે: સાંભળો
[ શાર્દૂલ... છંદ ]
ધૈર્યંયસ્ય પિતા ક્ષમા ચ જનનિ શાંતિશ્ચિર ગેહિની, સત્યં સુનુ૨યં દયા ચ ભગિનિ ભ્રાતા મનઃ સંયમઃ। શય્યા ભૂમિતલ દિશોપિ વસન જ્ઞાનામૃત ભોજન, એતે યસ્ય કુટુંબિનો વદ સખે ! કસ્માત્ ભયં યોગિનઃ।
ધૈર્ય તો જેના પિતા છે, ક્ષમા જેની માતા છે, અત્યંત શાંતિ જેની ગૃહિણી છે, સત્ય જેનો સુત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૩ છે, દયા જેની બહેન છે, અને સંયમ જેનો ભાઈ છે, આવો ઉત્તમ વીતરાગી પરિવાર મુનિઓને વનજંગલમાં આનંદ આપે છે. વળી પૃથ્વી જેની શય્યા છે, આકાશ જેનાં વસ્ત્ર છે, જ્ઞાનામૃત જેનું ભોજન છે, એવા યોગીને શેનો ભય હોય? ભય તો આ મોહમય સંસારમાં છે; મોક્ષના સાધકોને ભય કેવો ?
આમ કહી દેશભૂષણ-કુલભૂષણ બન્ને કુમારો વનમાં ચાલ્યા ગયા, ને દીક્ષા લઈ મુનિ થયા. તેની બહેન અર્શિકા થઈ ગઈ. બન્ને રાજકુમારો મુનિ થઈને ચૈતન્યના અનંત ગુણપરિવાર સાથે ખૂબ આનંદથી કેલિ કરવા લાગ્યા, શુદ્ધોપયોગવડે નિજગુણના સ્વપરિવાર સાથે કેલિ કરતા કરતાં મોક્ષને સાધવા લાગ્યા.
હવે જ્યારે રામ-લક્ષ્મણ-સીતા વંશધર પર્વત નજીક આવ્યા ત્યારે દેશભૂષણ-કુલભૂષણ મુનિવરો તે વંશધર પર્વત ઉપર બિરાજતા હતા ને ધ્યાન ધરતા હતા, ત્યારે તેમનો પૂર્વભવનો વેરી દુષ્ટ અગ્નિપ્રભદેવ ત્રણ દિવસથી તેમના ઉપર દૈવી માયાજાળ વડે ઘોર ઉપદ્રવ કરતો હતો. શ્રીદેવળીના મુખમાં એમ આવ્યું હતું કે મુનિસુવ્રત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ : જૈનધર્મની વાર્તાઓ પ્રભુ પછી તેમના શાસનમાં દેશભૂષણ-કુલભૂષણ કેવળજ્ઞાની થશે. –તે સાંભળીને પૂર્વની દ્રષબુદ્ધિથી પ્રેરાયેલા દુષ્ટ અગ્નિપ્રભદેવે વિચાર્યું કે હું તેમને ઉપસર્ગ કરું ને કેવળીનાં વચન મિથ્યા કરું! આવી મિથ્થાબુદ્ધિ વડે તેણે દેશભૂષણ કુલભૂષણ મુનિઓ ઉપર ઉપસર્ગ કરવા માંડ્યોઃ વિક્રિયાવડે હજારો સર્પ અને વીંછી તેમને વીંટળાઈ ગયા; એવી ગર્જના કરી કે પર્વત ધ્રૂજી ઊઠ્યો .. ક્રૂર પશુઓનું રૂપ ધરીને મુનિને ખાઈ જવાની ચેષ્ટા કરી... રોજ રાત પડે ને ધ્યાનસ્થ મુનિઓ ઉપર ઉપસર્ગ કરે; તે ઉપસર્ગનોઃ ભયાનક અવાજ દશદશ ગાઉ સુધી સંભળાય. તે સાંભળીને નગરજનો ભયથી ધ્રૂજી ઊઠે... રાજા પણ કાંઈ ઉપાય કરી ન શક્યો; એટલે ભયના માર્યા રાજા-પ્રજા સૌ રાત પડે ત્યાં નગરી છોડીને દૂર ચાલ્યા જતા.
એ રીતે અત્યંત ભયભીત નગરજનોને દેખીને રામે તેનું કારણ પૂછયું. નગરજનોએ કહ્યું: અહીં રોજ રાત્રે કોઈ દુષ્ટ દેવ ભયંકર ઉપદ્રવ કરે છે, તેના અત્યંત કર્કશ અવાજથી અમે સૌ ભયભીત છીએ. ખબર નથી પડતી કે પર્વત ઉપર રોજ રાત્રે આ શું થાય છે! ત્યાં ઘણો ભય છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૫ ને તમે અજાણ્યા છો, માટે તમે ત્યાં ન જશો; તમે પણ અમારી સાથે સુરક્ષાના સ્થાને આવો.
એ સાંભળીને સીતા પણ ભયભીત થઈને કહેવા લાગી-હે દેવ! આપણે ત્યાં નથી જવું. ચાલો, આપણે પણ આ લોકોની સાથે નિર્ભય સ્થાનમાં જઈને રાત વીતાવીએ.
ત્યારે રામ હસીને કહે છે કે રે જાનકી ! તું તો બહુ બીકણ છો. તારે લોકોની સાથે જવું હોય તો તું જા! અમે તો અહીં આ પર્વત ઉપર જ રાત રહેશું ને આ બધું શું થાય છે તે જોઈશું. અમને કોઈનો ડર નથી.
ત્યારે સીતાએ કહ્યું: હે નાથ ! તમારી હઠ દુર્નિવાર છે! તમે જશો તો હું પણ સાથે જ આવીશ. આપ અને લક્ષ્મણ જેવા વીર મારી સાથે છો, પછી મને પણ કોનો ભય છે! એમ કહીને તે પણ રામ-લક્ષ્મણની સાથે જ વંશસ્થ પર્વત તરફ જવા લાગી.
લોકોએ તેમને ત્યાં ન જવા ઘણું સમજાવ્યા, પણ રામ-લક્ષ્મણ તો નિર્ભયપણે પર્વત ઉપર જવા લાગ્યા. સીતા પણ સાથે ચાલી. સીતા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : જૈનધર્મની વાર્તાઓ ભયની મારી કયાંક પર્વત ઉપરથી પડી ન જાય એમ વિચારી, રામ આગળ ને લક્ષ્મણ પાછળ, વચ્ચે સીતા
એમ બન્ને ભાઈઓ ખૂબ સાવધાનીથી સીતાને પહાડના શિખર ઉપર લઈ ગયા.
પહાડ ઉપર જઈને જોયું ત્યાં તો અદભુત આશ્ચર્યકારી દેશ્ય દેખ્યું: અહા! અત્યંત સુકોમળ બે યુવાન મુનિભગવંતો ઊભા ઊભા દેહથી ભિન્ન આત્માનું ધ્યાન કરી રહ્યા છે. દરિયા જેવી ગંભીર એમની શાંત મુદ્રા છે. આવા વીતરાગ મુનિ ભગવંતોને દેખીને તેમને અત્યંત પ્રસન્નતા થઈ ને ભક્તિભાવથી સ્તુતિ કરવા લાગ્યા.... રામ-લક્ષ્મણ-સીતાએ એવી ભાવભીની સ્તુતિ કરી કે પર્વત ઉપરના પશુઓ પણ તે સાંભળીને મોહિત થયા, ને ત્યાં આવીને શાંતિથી બેસી ગયા. રામ-લક્ષ્મણ-સીતા ત્યાં જ રહ્યા. રાત પડી... ને અસુરદેવ ઉપદ્રવ કરવા આવી પહોંચ્યો; મોટા ભયાનક સર્પનું રૂપ લસને જીભના લબકારા કરતો તે મુનિઓના શરીરને વીંટળાઈ વળ્યો. રામ-લક્ષ્મણ આ ઉપદ્રવને અસુરની માયા સમજીને તેના ઉપર એકદમ ગુસ્સે થયા. સીતા તો એનું ભયાનક રૂપ દેખીને ભયથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૭
રામને વીંટળાઈ ગઈ... રામે કહ્યું-હે દેવી! તું ભય ન કર. સીતાને ધીરજ આપીને બન્ને ભાઈઓએ મુનિઓના શરીર ઉ૫૨થી સર્પને પકડીને દૂર કર્યો. -બળદેવવાસુદેવના પુણ્ય-પ્રભાવ પાસે અસુરદેવની વિક્રિયાનું જોર ન ચાલ્યું. તેણે વિક્રિયા સંકેલી લીધી.
,
એ રીતે ઉપસર્ગ દૂર થવાનું સમજી રામ-લક્ષ્મણસીતા આનંદ સહિત મુનિરાજની સ્તુતિ કરવા લાગ્યાઃ ‘હું દેવ! આપ તો સંસારથી ઉદાસ ને મોક્ષના સાધક છો... આપ મંગળ છો, આપનું શરણ લેતાં ભવ્ય જીવોના ભવનો ઉપદ્રવ દૂર થઈ જાય છે ને આનંદમય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. અહો, આપ જિનમાર્ગના પ્રકાશક છો. . ને સમ્યકત્વાદિ ત્રણ ઉત્તમ રત્નો વડે શોભી રહ્યા છો; આત્માની સાધનામાં આપ મેરુ જેવા નિશ્ચલ છો. તુચ્છ અસુરદેવ ત્રણ ત્રણ રાતથી ઘોર ઉપદ્રવ કરતો હોવા છતાં આપ આત્મસાધનાથી ડગતા નથી, કે ક્રોધનો વિકલ્પ પણ કરતા નથી. ધન્ય આપની વીતરાગતા ! આપની પાસે એક નહિ પણ અનેક લબ્ધિઓ છે, આપ ધારો તો અસુદેવને ક્ષણમાં ભગાડી મૂકો... પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ : જૈનધર્મની વાર્તાઓ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ” એવા આપ તો ચૈતન્યના ધ્યાન વડે કેવળજ્ઞાન સાધવામાં જ તત્પર છો. –આમ ખૂબ જ સ્તુતિ કરતા હતા...
ત્યાં તો મધરાતે તે દુષ્ટદેવ ફરીને આવ્યો, ને મુનિઓ ઉપર ઉપદ્રવ કરવા લાગ્યો; ભયાનક રૂપ ધારણ કરીને રાક્ષસ અને ભૂતનાં ટોળાં નાચવા લાગ્યાં. વિચિત્ર અવાજ કરી કરીને શરીરમાંથી અગ્નિના ભડકા કાઢવા લાગ્યા. હાથમાં તલવાર-ભાલા લઈને બીવડાવવા લાગ્યા, તેમના તોફાનથી પર્વતની શિલાઓ કંપવા લાગી. જાણે મોટો ધરતીકંપ થયો. બહારમાં આ બધું બની રહ્યું છે ત્યારે બન્ને મુનિઓ તો અંદર શુક્લધ્યાનમાં મગ્ન થઈને, આત્માના અપાર આનંદને અનુભવી રહ્યા છે, બહારમાં શું થઈ રહ્યું છે તેનું તેમને લક્ષ નથી. સીતા આ દશ્ય દેખીને ભયભીત થઈ, ત્યારે રામે કહ્યું-દેવી તું ભય ન કર. તું આ મુનિઓના ચરણમાં બેસી રહે, ત્યાં અમે આ દુષ્ટ અસુરને ભગાડીને આવીએ છીએ. એમ કહી સીતાને મુનિના ચરણ -સમીપ રાખીને રામ-લક્ષ્મણે દુષ્ટ અસુરદેવને પડકાર કર્યો. રામે ધનુષનો એવો ટંકાર કર્યો કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૯ જાણે વજપાત થયો. લક્ષ્મણ પણ સિંહગર્જના કરીને અગ્નિપ્રભની પાછળ દોડ્યો. અગ્નિપ્રભદેવ સમજી ગયો કે આ કોઈ સાધારણ માણસો નથી પણ મહાપ્રતાપી બળદેવ ને વાસુદેવ છે; તેમનો દિવ્ય પુણ્યપ્રભાવ દેખીને તે અગ્નિપ્રભદેવ ભાગી ગયો ને તેની બધી માયા સંકેલાઈ ગઈ. ઉપસર્ગ દૂર થયો.
ઉપસર્ગ દૂર થતાં જ, ધ્યાનમાં લીન દેશભૂષણ કુલભૂષણ મુનિઓને કેવળજ્ઞાન થયું... તે કેવળજ્ઞાનનો ઉત્સવ ઉજવવા કેટલાય દેવો આવ્યા. ચારેકોર મંગલનાદ થવા લાગ્યા. રાત્રિ પણ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઊઠી. કેવળજ્ઞાનના પ્રતાપે ત્યાં રાત્રિ-દિવસનો ભેદ ન રહ્યો. અહીં, પોતાની હાજરી માં જ એ મુનિ ભગવંતોને કેવળજ્ઞાન થતું દેખીને રામ-લક્ષ્મણ-સીતાને તો આનંદનો પાર ન રહ્યો. હર્ષિત થઈને તેમણે તે સર્વજ્ઞભગવાનની પરમ સ્તુતિ કરી; દિવ્ય ધ્વનિદ્વારા ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. અહ, પ્રભુના શ્રીમુખથી ચૈતન્યતત્ત્વનો કોઈ પરમ અદ્દભુત ગંભીર મહિમા સાંભળતાં તેમને મહાઆનંદ થયો. દેશભૂષણકુલભૂષણના પિતા-જે મરીને ગરુડેન્દ્ર થયા હતા તે કેવળીભગવાનના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭) : જૈનધર્મની વાર્તાઓ દર્શન કરવા આવી પહોંચ્યા. રામ-લક્ષ્મણ ઉપર તેઓ પ્રસન્ન થયા ને આદરપૂર્વક કહ્યું. આ બન્ને મુનિઓ મારા પૂર્વભવના પુત્રો છે, તમે તેમની ભક્તિ કરી ઉપસર્ગ દૂર કર્યો તે દેખીને હું ઘણો પ્રસન્ન થયો છું. માટે તમે જે માંગો તે હું આપું! ત્યારે રામે કહ્યું-કોઈવાર અમારા ઉપર સંકટ આવે તો તે વખતે અમારી સંભાળ લેજો. તે વચન પ્રમાણ કરીને ગરુડેન્ટે કહ્યું-ભલે, હું તમારી પાસે જ છું.
કેવળીભગવાનની વાણી સાંભળીને અનેક જીવો ધર્મ પામ્યા. રાજા અને પ્રજાજનો નગરીમાં પાછા ફર્યા, ને આનંદનો ઉત્સવ કર્યો. કેવળજ્ઞાનના પ્રતાપે સર્વત્ર આનંદ-મંગળ છવાઈ ગયા. ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ રામચંદ્રજી આ જ ભવે મોક્ષ પામશે.
“શ્રી રામચંદ્ર-બળભદ્ર તદ્દભવ મોક્ષગામી છે” એમ કેવળીપ્રભુની વાણીમાં સાંભળીને લોકોએ તેમનું ઘણું સન્માન કર્યું. મુનિવરોને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી તે ભૂમિને મહા તીર્થરૂપ સમજીને રામ-લક્ષ્મણ-સીતા કેટલાક દિવસ ત્યાં જ રહ્યા, ને મહાન ઉત્સવપૂર્વક પર્વત પર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૭૧
અનેક ભવ્ય મંદિરો કરાવીને, અદ્દભુત જિનભક્તિ કરી. ત્યારથી આ વશંસ્થ પર્વતને લોકો ‘રામિગિર ’ કહેવા લાગ્યા. આજે પણ મધ્યપ્રદેશમાં તે ‘રામટેકતીર્થ ’ તરીકે પ્રસિદ્ધ છે. (સં. ૨૦૧૫માં અનેક ભક્તો સહિત પૂ. શ્રી કાનજીસ્વામીએ તે રામટેક તીર્થની પણ યાત્રા કરી હતી. )
ગગનવિહારી
દેશભૂષણ-કુલભૂષણ કેવળી
ભગવંતો દિવ્યધ્વનિવડે દેશોદેશના ભવ્યજીવોને ધર્મનો પ્રતિબોધ કરતા કરતા અયોધ્યાનગરીમાં પધાર્યા, ત્યારે ફરીને તે કેવળીભગવંતોના દર્શન કરતાં રામ-લક્ષ્મણસીતાને તેમજ ભરત કૈકેયી વગેરેને ઘણો હર્ષ થયો. તેમનો ધર્મોપદેશ સાંભળીને ભરતે દીક્ષા લીધી ને હાથીએ પણ શ્રાવકવ્રત અંગીકાર કર્યા. પછી વિહાર કરતાં કરતાં તે બન્ને ભગવંતો કુંથલગિર પધાર્યા ને ત્યાંથી મોક્ષ પામીને સિદ્ધાલયમાં બિરાજે છે. બન્ને ભાઈઓ સંસારમાં અનેક ભવમાં સાથે રહ્યા ને અત્યારે મોક્ષમાં પણ સાથે જ બિરાજે છે.
તે ભગવંતોને નમસ્કાર હો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ : જૈનધર્મની વાર્તાઓ
મહારાષ્ટ્રમાં કુથલગિરિ સિદ્ધક્ષેત્ર આવેલું છે, ત્યાંથી દેશભૂષણ તથા કુલભૂષણ મુનિવરો મોક્ષ પધાર્યા છે. તેના
સ્મરણરૂપે હાલમાં ત્યાં પહાડી ઉપર તે બન્ને ભગવંતોની સુંદર પ્રતિમા છે. કહાનગુરુ સાથે હજારો ભક્તોના સંઘે સં. ૨૦૧૫માં તેની યાત્રા કરી હતી. સિદ્ધક્ષેત્ર ઘણું રળિયામણું છે. દેશભૂષણકુલભૂષણ બન્ને રાજપુત્રો હતા ને ચાર ચાર ભવથી તેઓ સગા ભાઈ હતા. તેમની જીવનકથા તમે વાંચી; હવે તેમના પૂર્વભવો વાંચશો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭૩
[૪૬] દેશભૂષણ-કુલભૂષણના પુર્વભવો
(૧)
તે દેશભૂષણ અને કુલભૂષણ પૂર્વે એક ભવમાં ઉદિત અને મુદિત નામના સગા ભાઈ હતા. માતાનું નામ ઉપભોગા. તે દુરાચારિણી હતી; ને વસુ નામના દુષ્ટ પુરુષ સાથે તે પ્રેમમાં હતી. મોહવશ તે દુષ્ટ વસુએ તેના પતિને મારી નાખ્યો. તથા વિષયાંધ માતા ઉપભોગાએ પોતાના બન્ને પુત્રોને પણ મારી નાંખવા માટે વસુને કહ્યું કે આ બન્ને પુત્રો આપણા દુષ્કર્મને જાણી ન જાય માટે તેમને મારી નાંખો. અરેરે, વિષયાંધા સંસારી પ્રાણી ! વિષયાંધ થઈને માતા પોતાના સગા પુત્રોને પણ મારી નાંખવા તૈયાર થઈ ! –પણ તેની આ ખાનગી વાત તેની પુત્રી સાંભળી ગઈ, ને તેણે પોતાના ભાઈઓ ઉદિત-મુદિતને તે વાત જણાવીને સાવધાન કરી દીધા.
આથી ક્રોધે ભરાઈને તે બન્ને ભાઈઓએ વસુને મારી નાખ્યો. તે મરીને દૂર ભીલ થયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૭૪ : જૈનધર્મની વાર્તાઓ
પછી તે ઉદિત-મુદિત બન્ને ભાઈઓ એક મુનિરાજના ઉપદેશથી વૈરાગ્ય પામીને મુનિ થયા. તેઓ સમ્મેદ–શિખરની યાત્રા કરવા જતાં માર્ગ ભૂલીને ઘોર અટવીમાં આવ્યા. ત્યાં પૂર્વભવના વેરી ક્રૂર ભીલે તેમને જોયા, ને મારવા તૈયાર થયો.
આ ઉપસર્ગનો પ્રસંગ જોઈને મોટા ઉદિત મુનિએ નાના મુદિતમુનિને કહ્યું: ‘હું ભ્રાત! મરણના ઉપસર્ગનો પ્રસંગ આવ્યો છે, પણ તું ભય ન કરતો... ક્ષમામાં સ્થિર રહેજે. પૂર્વે આપણે જેને માર્યો હતો તે દુષ્ટ વસુનો જીવ, ભીલ થઈને અત્યારે આપણને મારવા આવ્યો છે... પણ આપણે તો મુનિ છીએ, આપણને શત્રુ-મિત્ર કેવા ! માટે તું આત્માની વીતરાગભાવનામાં દૃઢ રહેજે !
ત્યારે જવાબમાં મુદિત-મુનિ કહે છે: અહો ભ્રાત ! આપણે મોક્ષના ઉપાસક, દેહથી ભિન્ન આત્માને અનુભવનારા, આપણને શેનો ભય ?
છેદાવ વા ભેદાવ, કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ પણ પરિગ્રહ નથી મારો ખરે ! દેહાદિ માાં છે જ નહીં; હું તો અતીન્દ્રિય ચૈતન્ય છું; મારી અતીન્દ્રિય શાંતિને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭૫ હણનાર કોઈ છે નહિ. એમ કહીને તે મુનિ પોતાની આત્મશાંતિમાં એકાગ્ર થયા.
-આમ પરમ વૈર્યપૂર્વક બન્ને મુનિઓ દેહનું મમત્વ છોડી, પરમ વૈરાગ્યથી આત્મભાવના ભાવવા લાગ્યા. ને ભીલે તેમને મારવા શસ્ત્ર ઊગામ્યું. –બરાબર એ જ વખતે વનનો રાજા ત્યાં આવી પહોંચ્યો, ને તેણે ભીલને ત્યાંથી ભગાડીને બન્ને મુનિવરોની રક્ષા કરી.
(તે વનનો રાજા પૂર્વભવમાં એક પંખી હતો, ત્યારે શિકારીની જાળમાંથી આ બન્ને ભાઈઓએ તેને બચાવેલ; તે ઉપકારના સંસ્કારને લીધે અત્યારે તેને સબુદ્ધિ ઊપજી, ને તેણે મુનિઓનો ઉપસર્ગ દૂર કરીને રક્ષા કરી.).
ઉપસર્ગ દૂર થતાં બન્ને મુનિવરોએ સમ્મદશિખરની યાત્રા કરી, ને પછી રત્નત્રયની આરાધનાપૂર્વક સમાધિમરણ કરીને સ્વર્ગમાં ગયા.
દુષ્ટ ભીલનો જીવ દુર્ગતિમાં ગયો; ને દુ:ખી થયો. ત્યારબાદ કુતપ કરીને તે જ્યોતિષી દેવ થયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : જૈનધર્મની વાર્તાઓ
(૨) હવે તે ઉદિત અને મુદિત (દેશભૂષણ અને કુલભૂષણ) બન્ને ભાઈઓના જીવો સ્વર્ગમાંથી નીકળીને એક રાજાને ત્યાં રત્નરથ અને વિચિત્રરથ નામના કુમારો થયા. અને ભીલનો જીવ પણ જ્યોતિષીદેવમાંથી નીકળીને આ બન્નેનો ભાઈ થયો. જાઓ તો ખરા, કર્મની વિચિત્રતા! પૂર્વનો વેરી અત્યારે ભાઈ થયો! કોને કહેવો વેરી ને કોને કહેવો ભાઈ! અત્યારે પણ પૂર્વના વેરસંસ્કારથી તે આ બન્ને ભાઈઓ પ્રત્યે વેર રાખવા લાગ્યો. આથી બન્ને ભાઈઓએ તેને દેશમાંથી કાઢી મૂક્યો. તે દંભી-તાપસ થઈને વિષયાંધપણે મર્યો ને અનેક ભવમાં રખડતો રખડતો પાછો જ્યોતિષીદેવ થયો. તેનું નામ અગ્નિપ્રભ.
આ બાજુ રત્નરથ અને વિચિત્રરથ એ બન્ને ભાઈઓ વૈરાગ્ય પામી રાજપાટ છોડી મુનિ થયા. ને સમાધિમરણ કરીને સ્વર્ગમાં ગયા.
(૩) ત્યાંથી નીકળીને તે બન્ને જીવો સિદ્ધાર્થ-નગરીના રાજાને ત્યાં દેશભૂષણ અને કુલભૂષણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭૭ તરીકે અવતર્યા પોતાની બહેનને દેખીને, અજાણપણે બન્ને તેના પર મોહિત થયા, અને તેને પરણવા માટે એકબીજા સાથે લડવા ને એકબીજાને મારવા પણ તૈયાર થયા. પણ જ્યાં ખબર પડી કે અરે, જેને માટે આપણે લડીએ છીએ તે તો આપણી બહેન છે! –તે ખબર પડતાં જ બન્ને એવા શરમાઈ ગયા કે નગર છોડી વનમાં ચાલ્યા ગયા ને જિનદીક્ષા લઈને મુનિ થયા.
પછી જ્યારે તેઓ આત્મધ્યાનમાં હતા ત્યારે પૂર્વનો વેરી અગ્નિપ્રભ દેવ તેમને ઉપસર્ગ કરતો હતો. રામ લક્ષ્મણે તેને ભગાડીને ઉપસર્ગ દૂર કર્યો ને બન્ને મુનિઓને કેવળજ્ઞાન થયું. તે બન્ને કેવળી ભગવંતો વિહાર કરતાં કરતાં અયોધ્યાનગરીમાં પધાર્યા ને ભરતને તથા હાથીના જીવને પ્રતિબોધ્યા... પછી કુંથલગિરિથી મોક્ષ પધાર્યા.
તે ભગવંતોને નમસ્કાર હો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : જૈનધર્મની વાર્તાઓ જૈન બાળકનાં બે હાલરડાં
[૧] [ સોનગઢમાં ગુરુ કહાન જ્યારે અસ્વસ્થ રહેતા ત્યારે તેમની સમીપ બેસીને બ્ર. હરિભાઈ દરરોજ અધ્યાત્મ ગીત બોલીને સ્વાધ્યાય કરાવતા. તેમાં એકવાર, અહીં છાપેલું ગીત સૂર્યકુંવર' નામ ગોઠવીને ગાયું હતું... અને સૂતાં સૂતાં પ્રસન્નતાથી તે સાંભળતાં તેમને નીંદર આવી ગઈ હતી.] (રાગઃ “મારા બંધુ ! અરિહંત થાવું સહેલ છે..') તું શુદ્ધ છો. તું બુદ્ધ. તું નિર્વિકલ્પ ઉદાસી...
વીર કુંવર! ઝૂલો રે ચૈતન્યપારણે... ચેતનરાજા! ઝૂલો રે ચૈતન્યપારણે...
હે સૂર્યકુંવર! ઝૂલો રે આનંદપારણે... તું સ્વાનુભૂતિ-પ્રકાશી, ને આતમ-ગુણ વિલાસી...
વીરા મારા! આપોને, સમ્યકજ્ઞાનને તમે છો ચૈતન્ય સાધક, નિજ મોક્ષતણા આરાધક..
ફૂલો, ફૂલો, તમે તો ચૈતન્યપારણે.... બેટા! ઝટઝટ મોટો થાજે ને મુનિ થઈ વિચરજે,
દેજે–દેજે, તું રત્નત્રયનાં દાનને. પ્રભુ! કહેણ તારાં મોટાં, ને જગમાં છે નહિ જોટા
ભવ્યજીવો... સ્વીકારે તારાં કહેણને. તું જિનશાસન અજવાળી ને કેવળજ્ઞાન પ્રગટાવી,
ભવથી છૂટી પરમ પદને પામજે...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭૯ [૨] “બન જાના ભગવાન...”
જ ના
ર
-
Sીજી
જa
એક સંસ્કારી જૈનમાતા, પોતાનાં બાળકને
નીચેનું હાલરડું સંભળાવતી' તીપલનાકે લલના સુનો! હંસક માંકે વૈન, શુદ્ધ-નિરંજન-બુદ્ધ તુમ, કયો રોતે બેચેન! (૧) તુમ હો વારસ વીરકા... શ્રી જિનવરકા નંદ. અંતર આતમ સાધના હોગા પરમાનંદ. (૨) માત ઝુલાતી બાલકો દેતી હૈ આશિષ, ચલકર વીરકે પંથ પર બન જાના જગદીશ. (૩) સૂન લો બચ્ચા પ્રેમસે જિનવાણીકા સાર, સ્વાનુભતિસે પાવના ભવસાગરકા પાર. (૪) પરમેષ્ઠી કે પ્રસાદસે તૂ કરના આતમજ્ઞાન, મોટું તોડ સંસારકા.... બન જાના ભગવાન. (૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૮૦ : જૈનધર્મની વાર્તાઓ
· અમારાં પ્રકાશનો
પૂ. કહાન ગુરુની સ્મૃતિમાં પ્રકાશિત થતાં અમારાં બધાં પ્રકાશનો પડતર કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે; ને આ માટે શ્રી કહાન સ્મૃતિ-પ્રકાશનના મંત્રીઓ ત૨ફથી તેમ જ અન્ય મુમુક્ષુ ભાઈ-બહેનો તરફથી ઉત્સાહભર્યો સહકાર મળી રહ્યો છે. અત્યાર સુધીમાં નીચેનાં પુસ્તકો પ્રગટ થયાં છે
૧. પૂ. શ્રી કાનજીસ્વામીનાં મંગલવચનામૃત ભાગ-૧ ૨. વૈરાગ્ય-અનુપ્રેક્ષા (ભગવતીઆરાધનામાંથી ) ૩. પરમાત્મપ્રકાશ (આત્મભાવના ) ૪-૫ સુવર્ણનો સૂર્ય (વચનામૃત ભાગબીજો ) ૬. જૈનધર્મની વાર્તાઓ ભાગઃ ૧
૭. જૈનધર્મની વાર્તાઓ ભાગઃ ૨
૮. જૈનધર્મની વાર્તાઓ ભાગઃ ૩
૯. જૈનધર્મની વાર્તાઓ ભાગઃ ૪
૧૦ ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા (પ્રાચીન શાસ્ત્ર) પ્રાપ્તિસ્થાન
‘ શ્રી કહાન સ્મૃતિ-પ્રકાશન ’ સંત સાન્નિધ્ય: સોનગઢ (૩૬૪૨૫૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપદેશસિદ્ધાંત-રત્નમાલા પ્રાકૃતભાષામાં લખાયેલું આ પ્રાચીન શાસ્ત્ર ગુજરાતી અનુવાદ સાથે પહેલીવાર પ્રસિદ્ધ થાય છે. તેમાં શ્રાવકને દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાસહિત કેવું સુંદર આચરણ હોય તેનું સુંદર શૈલીથી વર્ણન છે. તેનો થોડોક નમૂનો* જિનેન્દ્રભગવાનના ગુણરૂપી રત્નોનો મહા ભંડાર પામીને પણ મિથ્યાત્વ કેમ ન જાય? (ગા. 25) * જે ઘર-કુટુંબનો સ્વામી થઈને પણ મિથ્યાત્વની રુચિ ને પ્રશંસા કરે છે તેણે સમસ્ત કૂળને ભવસમુદ્રમાં ડુબાડ્યું. (ગા. 77). * જેમ અતિશય કીચડમાં ખેંચી ગયેલા ગાડાને બળવાન વૃષભ ધોરી-ધવલ બહાર કાઢે છે તેમ આ લોકમાં મિથ્યાત્વરૂપી કીચડમાં ચેલા પોતાના કુટુંબને તેમાંથી કોઈ ઉત્તમ વિરલા પુરુષ જ બહાર કાઢે છે. (ગા. 78) * આ શાસ્ત્રની 9 ગાથાઓનું, મોક્ષમાર્ગપ્રકાશકમાં પં. શ્રી ટોડરમલજીએ અવતરણ લીધું છે. -0 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com