________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬) : જૈનધર્મની વાર્તાઓ બન્નેની નજર રાજકુમારી તરફ લાગેલી છે-તે દેખીને, બુદ્ધિશાળી મંત્રી પરિસ્થિતિ સમજી ગયા કે આ બન્ને, રાજકુમારી માટે લડે છે. તેમણે તરત જ કહ્યું: દેખો રાજકુમારો ! સામે રાજમહેલના ઝરૂખામાં તમારી બેન ઊભી છે, તે ઘણા વર્ષે તમને પહેલી જ વાર દેખીને અત્યંત પ્રસન્ન થઈ રહી છે. અહા! કેવા મજાના શોભે છે - મારા ભાઈઓ! –એમ એકીનજરે તમને નીરખી રહી છે. તમે વિદ્યાભ્યાસ કરવા ગયેલા ત્યારે પાછળથી તેનો જન્મ થયેલો, તે તમારી બહેન તમને પહેલી જ વાર દેખીને કેવી ખુશ થાય છે! તમે પણ તેને પહેલી જ વાર જોઈ રહ્યા છો...
અરે ! આ ઝરૂખામાં ઊભી-ઊભી અમારા સામે હસે છે તે રાજકુમારી, બીજી કોઈ નહિ પણ અમારી જ સગી બહેન છે!” એમ જાણતાં જ બન્ને ભાઈઓના ચિત્તમાં જબરજસ્ત આંચકો લાગ્યો, લજ્જાથી તેઓ ઠરી જ ગયા! અરેરે ! આ તો અમારી નાની બહેન ! અમે એને કદી જોયેલી નહિ તેથી ઓળખી શકયા નહિ; અજ્ઞાનને લીધે અમારી બહેન ઉપર જ અમે વિકારથી મોહિત થયા! ને એકબીજાને મારવાના વિચાર કરવા લાગ્યા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com