________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૪૫
રાવણને ઓળખી ગયો હોય તેમ શાંત થઈને વિનયવાન સેવકની માફક ઊભો રહ્યો. રાવણ તેના ઉપર બેસીને મહેલ તરફ આવ્યો. ચારેકોર જય-જયકાર થઈ રહ્યો.
રાવણને આ હાથી ખૂબ જ ગમી ગયો, તેથી તેને તે લંકા લઈ ગયો; લંકામાં તે હાથીની પ્રાપ્તિનો ઉત્સવ કરીને તેનું નામ ત્રિલોકમંડન રાખ્યું. રાવણના લાખો હાથીમાં તે પટ્ટ હાથી હતો.
હવે, એકવાર રાવણ સીતાને ઉપાડી ગયો, રામલક્ષ્મણે લડાઈ કરીને રાવણને હરાવ્યો, ને સીતાને લઈને અયોધ્યા આવ્યા; ત્યારે લંકાથી તે ત્રિલોકમંડનહાથીને પણ પોતાની સાથે લેતા આવ્યા. રામ-લક્ષ્મણના ૪૨ લાખ હાથીમાં તે સૌથી મોટો હતો, ને તેનું ઘણું માન હતું.
રામના ભાઈ ભરત અત્યંત વૈરાગી હતા; જેમ પારઘીથી હરણીયાં ભયભીત હોય, તેમ ભરતનું ચિત્ત સંસારના વિષયભોગોથી અત્યંત ભયભીત હતું; તે સંસારથી વિરક્ત થઈને મુનિ થવા માગતા હતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com