________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૭ અરે, જુઓ તો ખરા! આ સામ્રાજ્યની તુચ્છ લક્ષ્મીને વશ ચક્રવર્તી પૂર્વભવની અશ્રુત સ્વર્ગની લક્ષ્મીને પણ ભૂલી ગયો છે! તે સ્વર્ગની વિભૂતિ પાસે આ રાજસંપદા શું હિસાબમાં છે! –કે તેના મોહમાં જીવ ફસાયો છે! પણ મોહી જીવને સારા-નરસાનો વિવેક રહેતો નથી. આ ચક્રવર્તી તો આત્મજ્ઞાની હોવા છતાં પુત્રોમાં મોહિત થયો છે; પુત્રપ્રેમમાં તે એવો મશગુલ થઈ ગયો છે કે મોક્ષના ઉધમમાં પણ પ્રમાદી થયો છે!
તે ચક્રવર્તીને ૬૦ હજાર સુંદર પુત્રો હતા. સિંહના બચ્ચા જેવા શૂરવીર અને પ્રતાપર્વત રાજપુત્રો એકવાર રાજસભામાં આવ્યા અને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે હે પિતાજી! યુવાનીમાં શોભે એવું કોઈ સાહસનું કામ અમને બતાવો.
ત્યારે ચક્રવર્તીએ હર્ષિત થઈને કહ્યું: હે પુત્રો ! ચક્ર વડે આપણા બધા કાર્યો સિદ્ધ થઈ ચૂકયા છે; હિમવન પર્વત અને લવણ સમુદ્ર વચ્ચે (છખંડમાં) એવી કોઈ વસ્તુ નથી–જે આપણને પ્રાપ્ત થઈ ન હોય ! તેથી તમારે માટે તો હવે એક જ કામ બાકી છે કે આ રાજલક્ષ્મીનો યથાયોગ્ય ભોગવટો કરો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com