________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૨૯
ભોગોના કૂવામાં ડૂબ્યો રહું તો મારા જેવો મૂર્ખ કોણ ? -આમ વિચારી બાર વૈરાગ્ય ભાવના ભાવી, સર્વે જીવો પ્રત્યે ક્ષમાભાવપૂર્વક તે વિજયરાજા તથા તેનો પુત્ર પણ જિનદીક્ષા લઈને મુનિ થયા... પૌત્રના પંથે દાદાએ પ્રયાણ કર્યું. ધન્ય જૈનમાર્ગ! ધન્ય મુનિમાર્ગ! ધન્ય તે માર્ગે ચાલનારા જીવો !
વિજયરાજાએ દીક્ષા લેતી વખતે રાજ્ય વજ્રકુમારના ભાઈ પુરંદરને સોંપ્યું; પુરંદર રાજાએ રાજ્ય પોતાના પુત્ર કીર્તિધરને સોંપીને દીક્ષા લીધી; તે કીર્તિધરે પણ, પંદર દિવસની વયના પુત્ર સુકોશલને રાજતિલક કરીને જિનદીક્ષા લઈ લીધી; અને તે સુકોશલકુમારે પણ, ગર્ભસ્થબાળકને રાજતિલક કરીને પોતાના પિતાની પાસે જ દીક્ષા અંગીકાર કરી... એટલું જ નહિ પણ તેની મા વાઘણ થઈને તેને ખાઈ ગઈ તોપણ તે આત્મધ્યાનથી ન ડગ્યા ને કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા. ત્યારપછી આગળ જતાં દશરથરાજા, શ્રી રામચંદ્ર વગેરે પણ તે જ વંશમાં થયા.) તે કીર્તિધર, સુકોશલ તથા વાઘણના વૈરાગ્યની કથા હવે તમે વાંચશો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com