________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૩ છે, દયા જેની બહેન છે, અને સંયમ જેનો ભાઈ છે, આવો ઉત્તમ વીતરાગી પરિવાર મુનિઓને વનજંગલમાં આનંદ આપે છે. વળી પૃથ્વી જેની શય્યા છે, આકાશ જેનાં વસ્ત્ર છે, જ્ઞાનામૃત જેનું ભોજન છે, એવા યોગીને શેનો ભય હોય? ભય તો આ મોહમય સંસારમાં છે; મોક્ષના સાધકોને ભય કેવો ?
આમ કહી દેશભૂષણ-કુલભૂષણ બન્ને કુમારો વનમાં ચાલ્યા ગયા, ને દીક્ષા લઈ મુનિ થયા. તેની બહેન અર્શિકા થઈ ગઈ. બન્ને રાજકુમારો મુનિ થઈને ચૈતન્યના અનંત ગુણપરિવાર સાથે ખૂબ આનંદથી કેલિ કરવા લાગ્યા, શુદ્ધોપયોગવડે નિજગુણના સ્વપરિવાર સાથે કેલિ કરતા કરતાં મોક્ષને સાધવા લાગ્યા.
હવે જ્યારે રામ-લક્ષ્મણ-સીતા વંશધર પર્વત નજીક આવ્યા ત્યારે દેશભૂષણ-કુલભૂષણ મુનિવરો તે વંશધર પર્વત ઉપર બિરાજતા હતા ને ધ્યાન ધરતા હતા, ત્યારે તેમનો પૂર્વભવનો વેરી દુષ્ટ અગ્નિપ્રભદેવ ત્રણ દિવસથી તેમના ઉપર દૈવી માયાજાળ વડે ઘોર ઉપદ્રવ કરતો હતો. શ્રીદેવળીના મુખમાં એમ આવ્યું હતું કે મુનિસુવ્રત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com