________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૩૨ : જૈનધર્મની વાર્તાઓ
થોડા જ દિવસમાં કોઈ નગરજને રાજાને તે વધાઈ આપી. રાજાએ ખુશી થઈને તેને પોતાના આભૂષણ ભેટ આપ્યાં... બસ, હવે હું તે રાજપુત્રને રાજ્ય સોંપીને આ સંસારબંધનથી છૂટીશ; આમ તેણે વિચાર્યું; અને પંદર દિવસની વયનો રાજકુમા૨ સુકોશલ, જે હજી તો માતાની ગોદમાં હતો, તેને રાજતિલક કરીને પોતે જિનદીક્ષા ધારણ કરી લીધી... અને આત્મસાધનામાં તત્પર થઈને વનમાં વિચરવા લાગ્યા.
કીર્તિધર રાજા મુનિ થઈ ગયા તેથી તેમની રાણી સહદેવીને ઘણો જ આઘાત થયો; તેને બીક લાગી કે મારો કુંવર પણ કયાંક દીક્ષા લઈને ચાલ્યો જશે તો ! તેમાં વળી કોઈ ભવિષ્યવેત્તાએ તેને કહ્યું કે- ‘જે દિવસે આ રાજકુમાર તેના પિતાને દેખશે તે જ દિવસે તે દીક્ષા લઈ લેશે.' આથી કોઈ મુનિ તે રાજકુમારની નજરે ન ચડી જાય તે માટે તેણે એવો હુકમ કર્યો કે કોઈ નિગ્રંથ-મુનિને રાજમહેલની સમીપ આવવા ન દેવા! અરેરે, પુત્રમોહથી તેને મુનિઓ ઉ૫૨ દ્વેષભાવ આવી ગયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com