SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૩ [૪૬] દેશભૂષણ-કુલભૂષણના પુર્વભવો (૧) તે દેશભૂષણ અને કુલભૂષણ પૂર્વે એક ભવમાં ઉદિત અને મુદિત નામના સગા ભાઈ હતા. માતાનું નામ ઉપભોગા. તે દુરાચારિણી હતી; ને વસુ નામના દુષ્ટ પુરુષ સાથે તે પ્રેમમાં હતી. મોહવશ તે દુષ્ટ વસુએ તેના પતિને મારી નાખ્યો. તથા વિષયાંધ માતા ઉપભોગાએ પોતાના બન્ને પુત્રોને પણ મારી નાંખવા માટે વસુને કહ્યું કે આ બન્ને પુત્રો આપણા દુષ્કર્મને જાણી ન જાય માટે તેમને મારી નાંખો. અરેરે, વિષયાંધા સંસારી પ્રાણી ! વિષયાંધ થઈને માતા પોતાના સગા પુત્રોને પણ મારી નાંખવા તૈયાર થઈ ! –પણ તેની આ ખાનગી વાત તેની પુત્રી સાંભળી ગઈ, ને તેણે પોતાના ભાઈઓ ઉદિત-મુદિતને તે વાત જણાવીને સાવધાન કરી દીધા. આથી ક્રોધે ભરાઈને તે બન્ને ભાઈઓએ વસુને મારી નાખ્યો. તે મરીને દૂર ભીલ થયો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy