________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૭ વજબાહુના વૈરાગ્યની વાર્તા
ભગવાન ઋષભદેવના ઈશ્વાકુવંશમાં, ઋષભદેવથી માંડીને મુનિસુવ્રત તીર્થકર સુધીના લાંબાકાળમાં અસંખ્ય રાજાઓ મુનિ થઈને મોક્ષગામી થયા. તેમાં મલ્લિનાથ ભગવાનના મોક્ષગમન પછી અયોધ્યા નગરીમાં વિજય રાજા થયા; તેમના પૌત્ર વજબાહુકુમાર; હસ્તિનાપુરની રાજપુત્રી મનોદયા સાથે તેના લગ્ન થયા. લગ્ન પછી થોડા જ દિવસમાં કન્યાનો ભાઈ ઉદયસુંદર પોતાની બહેનને તેડવા આવ્યો. મનોદયા તેની સાથે જવા લાગી; ત્યારે વજબાહુકુમાર પણ મનોદયા પ્રત્યે તીવ્ર પ્રેમને લીધે તેની સાથે જ સાસરે જવા લાગ્યો.
ઉદયસુંદર, મનોદયા, વજબાહુ વગેરે સૌ આનંદ કરતાં કરતાં અયોધ્યાથી હસ્તિનાપુર તરફ જઈ રહ્યા છે; સાથે તેમના મિત્રો ર૬ રાજકુમારો તેમજ અનેક રાણીઓ છે. પહાડો અને વનોની રમણીય શોભા જોતાં જોતાં સૌ ચાલ્યા જાય છે. ત્યાં યુવાન રાજકુમાર વજબાહુની નજર એકાએક થંભી ગઈ...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com