________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૪ : જૈનધર્મની વાર્તાઓ
પરંતુ, મનોદયા પણ વીરપુત્રી હતી... તે કાંઈ રોવા ન બેઠી... તેણે પણ મક્કમ ચિત્તે કહ્યું: હૈ બંધુ! તું મારી ચિંતા ન કર! તેઓ જે માર્ગે જશે-હું પણ તે જ માર્ગે જઈશ. તેઓ વિષયભોગોથી છૂટીને આત્મકલ્યાણ ક૨શે, તો શું હું વિષયોમાં ડૂબી મરીશ ? –નહીં; હું પણ તેમની સાથે જ સંસાર છોડીને અર્જિકા બનીશ ને આત્માનું કલ્યાણ કરીશ. ધન્ય છે કે મને આત્મહિતનો આવો સુંદર અવસર મળ્યો! રોકો મા ભાઈ, તમે કોઈને રોકો મા ! કલ્યાણના પંથે જનારને સંસારના માર્ગમાં ખેંચો મા! અમે વૈરાગ્યમાર્ગે જઈએ છીએ, તમે પણ અમારી સાથે તે જ પંથમાં આવો.
પોતાની બહેનની પણ આવી દઢતા દેખીને હવે ઉદયસુંદરના ભાવમાં પણ એકાએક પરિવર્તન થઈ ગયું. તેણે જોયું કે મશ્કરી સત્ય બની રહી છે. તેણે કહ્યું: વાહ... વજ્રકુમા૨! અને વાહ મનોદયાબેન! ધન્ય છે તમારી ઉત્તમ ભાવનાઓને! તમે બન્ને અહીં જ દીક્ષા લેશો તો શું અમે તમને મૂકીને પાછા રાજ્યમાં જઈશું? –નહીં; અમે પણ તમારી સાથે જ મુનિદીક્ષા લઈશું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com