Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 66
________________ Version 001: remember to check hffp://www.AfmaDharma.com for updates ૬૨ : જૈનધર્મની વાર્તાઓ [ મોક્ષગામી બે રાજકુમારો... તેમનું સાચું કુટુંબ ] દેશભૂષણ અને કુલભૂષણ એ બન્ને રાજકુમાર બંધુઓ, જ્યારે એકાએક સંસારથી વિરક્ત થઈને મુનિદીક્ષા લેવા તૈયાર થયા, ત્યારે પુત્ર-વિયોગથી વ્યાકુળ માતાએ પુત્રોને દીક્ષા લેતા રોકવા ઘણો પ્રયત્ન કર્યો; તેની બહેને પણ મુનિપણામાં ઘણાં કષ્ટ બતાવતાં કહ્યું: હું બંધુઓ ! ત્યાં કોઈ માતા પિતા કે પરિવાર નથી; કુટુંબ વગર વન જંગલમાં એકલા એકલા તમે કઈ રીતે રહેશો ? ત્યારે વૈરાગી કુમારો જવાબ આપતાં કહે છે કે હું માતા ! હું બહેન! મુનિદશામાં તો મહાઆનંદ છે. ત્યાં કાંઈ આત્મા એકલો નથી, તેનો મહાન ચૈતન્યપરિવાર તેની સાથે જ છે: સાંભળો [ શાર્દૂલ... છંદ ] ધૈર્યંયસ્ય પિતા ક્ષમા ચ જનનિ શાંતિશ્ચિર ગેહિની, સત્યં સુનુ૨યં દયા ચ ભગિનિ ભ્રાતા મનઃ સંયમઃ। શય્યા ભૂમિતલ દિશોપિ વસન જ્ઞાનામૃત ભોજન, એતે યસ્ય કુટુંબિનો વદ સખે ! કસ્માત્ ભયં યોગિનઃ। ધૈર્ય તો જેના પિતા છે, ક્ષમા જેની માતા છે, અત્યંત શાંતિ જેની ગૃહિણી છે, સત્ય જેનો સુત Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85