________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : જૈનધર્મની વાર્તાઓ હજાર પુત્રોનો કોળિયો કરી જનાર આવા દુષ્ટ યમરાજને જીતવા માટે મારી જેમ તમારે પણ મોહ છોડીને શીધ્રા દીક્ષા લેવી જોઈએ, ને મોક્ષનું સાધન કરવું જોઈએ. માટે ચાલો.. આપણે બન્ને દીક્ષા લઈએ.
બ્રાહ્મણનાં વજપાત જેવા વચનો સાંભળતાં જ રાજાનું હૃદય છિન્નભિન્ન થઈ ગયું ને પુત્રના મરણના આઘાતથી તે બેભાન થઈ ગયો. જેના પર અત્યંત સ્નેહ હતો એવા ૬૦ હજાર રાજકુમારોનું એક સાથે મરણ થવાની વાત તેનાથી સાંભળી શકાઈ નહિ સાંભળતાં જ તેને મૂછ આવી ગઈ. પણ, -તે રાજા આત્મજ્ઞાની હતો. થોડીવારે મૂછમાંથી ભાનમાં આવતાં જ તેનો આત્મા જાગી ઊઠયો. તેણે વિચાર્યું કે અરે! નકામો ખેદ શા માટે ? ખેદ કરાવનારી એવી આ રાજલક્ષ્મી કે પુત્રપરિવાર કાંઈ પણ મારું નથી, મારી તો જ્ઞાનચેતના છે; હવે મને પુત્રનો કે કોઈનો મોહ નથી. અરેરે, અત્યાર સુધી હું વ્યર્થ મોહમાં ફસાયો; મારા મિત્ર-દેવે આવીને મને સમજાવ્યો છતાં હું ન માન્યો. હવે તો પુત્રોનો ને શરીરનો પણ મોહ છોડીને હું જિનદીક્ષા લઈશ ને અશરીરી મોક્ષપદને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com