Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 31
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૭ હે સ્વામી! અમારું ચિત્ત સંસારથી અતિ ભયભીત છે; આપના દર્શનથી અમારું મન પવિત્ર થયું છે ને હવે અમે ભવસાગરને પાર કરનારી એવી ભાગવતી દીક્ષા અંગીકાર કરીને આ સંસારના કીચડમાંથી બહાર નીકળવા ઈચ્છીએ છીએ; માટે હે પ્રભો! અમને દીક્ષા આપો ! જેઓ ચૈતન્યસાધનામાં મગ્ન છે અને હમણાં જ સામેથી છઠ્ઠી ગુણસ્થાને આવ્યા છે-એવા તે મુનિરાજે રાજકુમારોની ઉત્તમ ભાવના જાણીને કહ્યું: હે ભવ્યો ! લ્યો, આ મોક્ષના કારણરૂપ ભગવતી જિનદીક્ષા! તમે બધા અત્યંત નીકટ ભવ્ય છો કે તમને મુનિવ્રતની ભાવના જાગી. -આમ કહીને આચાર્યદવે વજબાહુ સહિત ર૬ રાજકુમારોને મુનિદીક્ષા આપી; રાજકુમારોએ કોમળ કેશનો સ્વહસ્તે લોચ કરીને પંચમહાવ્રત ધારણ કર્યા. રાજપુત્રી અને રાગપરિણતિ બન્નેનો ત્યાગ કર્યો; દેહનો સ્નેહું છોડીને ચૈતન્યધામમાં સ્થિર થયા, ને શુદ્ધોપયોગી થઈને આત્મચિંતનમાં એકાગ્ર થયા. ધન્ય તે મુનિવરો ! બીજી બાજુ મનોવતીએ પણ પતિનો, ભાઈનો તેમ જ સંસારનો મોહ છોડીને સર્વે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85