________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : જૈનધર્મની વાર્તાઓ મુનિભાવનામાં એવા લીન થઈ ગયા છે કે આસપાસ ઉદયસુંદર ને મનોદયા ઊભાં છે તેનો ખ્યાલ નથી રહ્યો. બસ! એકીટસે મુનિ તરફ જોઈ જ રહ્યા છે... ને તેની ભાવના ભાવી રહ્યા છે.
આ દેખીને, તેના સાળા ઉદયસુંદરે હાસ્યપૂર્વક મશ્કરી કરતાં કહ્યું-અરે કુંવરજી! આમ નિશ્ચલ નયને મુનિ તરફ શું જોઈ રહ્યા છો? –કયાંક તમે પણ એવી મુનિદીક્ષા ધારણ ન કરી લેતા!
વજકુમારને તો “ભાવતું' તું ને વૈદે બતાવ્યું !' તેણે તરત જ કહ્યું-વાહ ભાઈ ! તમે બહુ મજાની વાત કરી; મારા મનમાં જે ભાવ હતા તે જ તમે પ્રગટ કર્યા - હવે તમારા ભાવ શું છે–તે પણ કહો!
ઉદયસુંદરે તો તે વાતને મશ્કરી સમજીને કહ્યું: કુંવરજી! જેવા તમારા ભાવ, તેવા જ મારા ભાવ! જો તમે મુનિ થતા હો તો હું પણ તમારી સાથે મુનિ થઈ જવા તૈયાર છું! –જો–જો, તમે ફરી ન જતા !!
(ઉદયસુંદર તો મનમાં હજી એમ જ સમજે છે કે વજકુમારને તો મનોદયા પ્રત્યે તીવ્ર રાગ છે, એ શું દીક્ષા લેવાનો હતો! એટલે તેણે તો હાસ્યમાં ને હાસ્યમાં ઉપર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com