________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૯ પશુઓને પણ એવી વહાલી લાગે છે કે તેઓ પણ શાંત થઈને બેસી ગયાં છે. | મુનિને દેખીને કુમાર વજુબાહુ વિચારે છે કે-વાહ રે વાહ! ધન્ય મુનિનું જીવન! તેઓ આનંદથી મોક્ષને સાધી રહ્યા છે, હું તો સંસારના કીચડમાં ફસાયો છું, ને વિષયભોગોમાં ડૂબી રહ્યો છું આ ભોગોથી છૂટીને હું પણ આવી યોગદશા ધારણ કરીશ ત્યારે જ મારો જન્મ કૃતાર્થ થશે. અત્યારે તો, સમ્યક આત્મભાન હોવા છતાં, જેમ કોઈ ચંદનવૃક્ષ ઝેરી સર્પથી લપેટાયેલું હોય તેમ હું વિષયભોગોના પાપોથી ઘેરાઈ રહ્યો છું. જેમ કોઈ મૂર્ખ પહાડના શિખર ઉપર ચડીને ઊંધે તેમ હું પાંચ ઇન્દ્રિયના ભોગરૂપ પર્વતના ભયંકર શિખર પર સૂતો છું. ધિક્કાર છે... ભવભ્રમણ કરાવનારા આ ભોગોને! અરે, એક સ્ત્રીમાં આસક્ત થઈને મોક્ષસુંદરીને સાધવામાં હું પ્રમાદી થઈ રહ્યો છું... પણ ક્ષણભંગુર જીવનનો શો ભરોસો? મારે તો હવે પ્રમાદ છોડીને આવી મુનિદશા ધારણ કરીને મોક્ષસાધનામાં લાગી જવું જોઈએ.
આવા વૈરાગ્યના વિચાર કરતાં કરતાં વજબાહુની નજર તો મુનિરાજ ઉપર થંભી ગઈ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com