Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 27
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૩ શી વાત ! આ સંસાર, શરીર ને ભોગો-બધું ક્ષણભંગુર છે. વીજળીના ઝબકારા જેવું જીવન, તેમાં આત્મહિત ના કર્યું તો આ અવસર ચાલ્યો જશે. વિવેકી પુરુષોએ સ્વપ્ના જેવા આ સંસાર-સુખોમાં મોહિત થવું યોગ્ય નથી. મિત્ર! તમારી મશ્કરી પણ મને તો કલ્યાણનું જ કારણ થઈ છે. હસતાં-હસતાં પણ ઉત્તમ ઔષધિ પીવાથી શું તે રોગને નથી હુરતી? હુરે જ છે; તેમ હસતાં-હસતાં પણ તમે મુનિદશાની વાત કરી તો તે મુનિદશા ભવરોગને હરનારી ને આત્મકલ્યાણ કરનારી છે; માટે હું જરૂર મુનિદશા અંગીકાર કરીશ. તમારી જેવી ઈચ્છા હોય તેમ તમે કરો. ઉદયસુંદર સમજી ગયો કે હવે વજબાહુકુમારને રોકવાનું મુશ્કેલ છે. હવે તે દીક્ષા જ લેશે. છતાં મનોદયાના પ્રેમને લીધે કદાચ તે રોકાય, –એમ ધારીને તેણે છેલ્લી દલીલ કરી: હે કુમાર! આ મનોદયા ખાતર પણ તમે રોકાઈ જાઓ. તમારા વગર મારી બહેન અનાથ થઈ જશે. માટે તેના પર કૃપા કરીને આપ રોકાઈ જાઓ, હમણાં દીક્ષા ન લ્યો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85