Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 17
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧૩ સાધીશ. શરીર અપવિત્ર છે તે વિષયભોગો ક્ષણભંગુર છે–એમ જાણીને, ઋષભાદિ તીર્થકરો તેમજ ભરત ચક્રવર્તી તેને છોડીને વનમાં ચાલ્યા ગયા ને ચૈતન્યમાં લીન થઈને કેવળજ્ઞાન પામ્યા. હું પણ હવે તેમના જ માર્ગે જઈશ. હું મૂર્ખ અત્યાર સુધી વિષયોમાં ડૂબી રહ્યો, હવે એક ક્ષણ પણ આ સંસારમાં રહેવું નથી. ચક્રવર્તી–સગર આ પ્રમાણે વૈરાગ્યની ભાવના કરે છે, ત્યાં તો મહાન ભાગ્યથી તેની નગરીમાં દઢવર્મા નામના કેવળીપ્રભુ પધાર્યા. અત્યંત હર્ષપૂર્વક તેમનાં દર્શન કરીને અને ઉપદેશ સાંભળીને સગર-ચક્રવર્તીએ રાજપાટ છોડ્યા ને પ્રભુ ચરણોમાં જિનદીક્ષા ધારણ કરી; ચક્રવર્તીપદ છોડીને હવે ચૈતન્યના ધ્યાનરૂપ ધર્મચક વડે તે શોભવા લાગ્યા; તેને મુનિદશામાં દેખીને તેનો મિત્ર-દેવ ઘણો રાજી થયો. - હવે, મિત્રને પ્રતિબોધવાનું પોતાનું કાર્ય પૂરું થયું એમ જાણી, તે દેવ અસલી સ્વરૂપમાં પ્રગટ થયો, ને સગર-મુનિરાજને નમસ્કાર કરીને કૈલાસ પર્વત પર ગયો ત્યાં જઈને તેણે રાજપુત્રોને સચેત કર્યા અને કહેવા લાગ્યો કે હું રાજપુત્રો! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85