Book Title: Jain Darshanna mahattvana siddhanto Author(s): Sanyamkirtivijay Publisher: Samyaggyan Pracharak Samiti View full book textPage 9
________________ [8] દ્રવ્યાનુયોગના અભ્યાસમાં રત સાધુને આધાકર્મ વગેરે દોષો પણ લાગતા નથી એવું જણાવતાં કહ્યું છે કે, “એ યોગિ જો લાગઈ રંગ, આધાકર્માદિક નહિં ભંગ, પંચકલ્પ ભાષ્યઈં ઇમિ ભણિઉં, સદ્ગુરૂ પાસ ઈસ્યું મેં સુણિઉં.’’ આ રીતે ગ્રંથકાર પરમર્ષિઓ દ્રવ્યાનુયોગના ગ્રંથોના અભ્યાસ ઉપર ખૂબ ભાર મૂકે છે. સમ્મતિતર્ક આદિ દર્શન પ્રભાવક ગ્રંથોનો અભ્યાસ ક૨વા માટે સૂક્ષ્મબુદ્ધિની આવશ્યકતા હોય છે. તદુપરાંત, સંસ્કૃત ભાષાનું જ્ઞાન, ન્યાયગર્ભિત શૈલીનો પરિચય અને દાર્શનિક માન્યતાઓનો બોધ જરૂરી છે. બધા આરાધકો પાસે એવો બોધ હોય એવું શક્ય નથી. તેવી સ્થિતિમાં અલ્પબોધવાળા આરાધકો પણ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતોપદાર્થોના જ્ઞાનથી વંચિત રહી ન જાય અને તેમને પણ મુખ્ય-મુખ્ય માન્યતાઓનો બોધ સુલભ બને તે માટે સ્યાદ્વાદ આદિ પાંચ વિષયોનું આ પુસ્તકમાં સરળ વિવેચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં સ્યાદ્વાદ અને સ્યાદ્વાદના ઉપષ્ટભક એવા પ્રમાણ, નય, સપ્તભંગી અને નિક્ષેપ આ ચાર વિષયોનું સરળભાષામાં વિવેચન ક૨વામાં આવ્યું છે. - એક જ વસ્તુમાં જુદી-જુદી અપેક્ષાએ ભિન્ન-ભિન્ન ધર્મોનો સ્વીકાર કરવો તેને સ્યાદ્વાદ કહેવાય છે. સ્વ-૫૨ વ્યવસાયી જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. પ્રમાણનો વિષય અનંતધર્માત્મક વસ્તુ છે. અનંતધર્માત્મક વસ્તુના અભિપ્રેત એક ધર્મનો બોધ જેનાથી થાય તેને નય કહેવાય છે. કોઈપણ વસ્તુમાં એકએક ધર્મના વિષયમાં પ્રશ્ન કરવાના કારણે કોઈપણ વિરોધ વિના અલગઅલગ અને એક સાથે વિધિ-નિષેધની કલ્પના દ્વારા ‘સ્યાત્’ શબ્દથી યુક્તPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 346