________________
તેમાં વળી અનેક જૈનેતરે પણ જે તરફ વિશેષ આકર્ષાઈ રહ્યા છે. તે છે જેનકર્મ ફલેસાણી. ખેદની વાત એ છે કે જેને કેટલોક વર્ગ આ ફીલેસેીિ માટે ફક્ત ગૌરવ લેવામાં જ ઈતિકર્તવ્યતા માની બેઠેલ છે ! ભયંકર રોગથી પીડાતો આત્મા ઘરમાં રહેલ પૂર્ણ આરગ્યપ્રદ અમૃતપાના દર્શન માત્રથી જ સંતોષ માને એના જેવું જ આ કહેવાય. આજે દેશ પરદેશના અનેક જીજ્ઞાસુઓ “જૈન કર્મ સિદ્ધાંત” જાણવા આતુર છે. એ માટે સરલ ભાષામાં સમજાય તેવા ગ્રંથની સમયની માગ છે. લેકેની ભૂખ છે, એવા અવસરે, માસ્તર ખૂબચંદ ભાઈએ “જૈન દર્શનને કર્મવાદ” નામે આ ગ્રંથ લખી. બહાર પાડી, અવસરચિત સુંદર કાર્ય કર્યું છે. તેઓ કર્મગ્રંથાદિ કવ્યાનુગના અભ્યાસી શિક્ષક છે, અને સદર વિષયની તેમની લેખમાલા પ્રસિદ્ધ કલ્યાણ માસકમાં આદર પ્રશંસાને પામી છે.
ભૌતિક ભૂતાવળમાં ભરાયેલા ભવ્યાત્માઓને જાણે “રૂક જાવ” ને આદેશ આપી આ ગ્રંથ ચીમકી રૂ૫ સર્ચલાઈટ ધરે છે. દુર્લભ અને ઉત્તમ માનવ ભવની સાચી સાર્થકતા જીવનમાં કઈ રીતે થાય. તે માટે, અધ્યાત્મિક દીવાદાંડી બતાવે છે. જો કે જેના દર્શનના કર્મવાદને વિષય એટલે ઉડે, ગહન અને વિવિધતાથી ભરેલો છે કે કોણ તેને પાર પામી શકે? એમાં કેટલીક એવી ઝીણું વાતે આવે છે કે સામાન્યા કોટીના આત્માઓ પાછા પડે અને કંટાળી જાય. રખે અને સંપૂર્ણ કર્મવાદ માની લેતા! સિંધુના બિંદુ જેમ આમાં મુખ્ય વિષયો બહુ સરસ રીતે સમજાય તેમ વર્ણવ્યા છે. કમગ્રંથની ગહનતાના હિસાબે ભાષા સરલ છે. વાંચકને જાણવાનું વિચારવાનું ને આચરવાનું આમાંથી ઘણું મળશે. કેમકે
પહેલા જ પ્રકરણમાં આત્માની સ્વભાવદશા અને બીજામાં વિભાવ દશા કોને કહેવાય તે સ્પષ્ટ વર્ણવી છે. તે વિભાવ દશા જ સંસારી જીવને દુઃખનું કારણ હોઈ વિભાવદશા પ્રાપ્ત થવાના કારણે