Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી A 853
સદ્દગતિમાં જાય એ હેતુથી એને સત્ય કહેલ છે અર્થાત આપેક્ષિક સત્ય છે પણ નિરપેક્ષ સત્ય નથી.
સાપેક્ષ સત્યના એવા આગ્રહી ન બનાય કે જેનાથી નિરપેક્ષ સત્યને પામવાનું ચૂકી જવાય. શાસ્ત્રની પંક્તિઓ-વચનો પણ સાપેક્ષ સત્ય છે માટે તેના પણ આગ્રહી ન બનાય. એનું પાલન કરતાં દેશકાળ અવશ્ય લક્ષમાં લેવા પડે. દેશ-કાળ સાપેક્ષ રહીને સ્વ-પરની ઉપશમ પરિણતિ ટકી રહે-વૃદ્ધિ પામે અને આપણા પરિચયમાં આવનારા-આપણને માનનારા-આપણા વચન ઉપર વિશ્વાસ મૂકનારાઆપણા ઉપર આદર-બહુમાન ધરાવનારા મુક્તિગામી બને તે રીતે દેશ-કાળ સાપેક્ષ શાસ્ત્ર પંક્તિનું યોજન એ શાસ્ત્ર પરિકર્મિત ગીતાર્થતા છે અને આવા ગીતાર્થોનો તેમજ તેની નિશ્રાએ ચાલનારાઓનો મોક્ષ છે; બીજાઓનો નહિ આ વાત કદી ભૂલવા જેવી નથી.
- છયે દર્શન એ જિનેશ્વર પરમાત્માના અંગરૂપ હોવાથી અર્થાત્ પ્રભુથી તે જુદા ન હોવાથી તે છયે દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ કરી, માધ્યસ્થ દૃષ્ટિથી-વિશાળ દૃષ્ટિકોણથી-હૃદયની અત્યંત ઉદારતા અને પ્રામાણિકતા પૂર્વક સ્યાદ્વાદ શૈલિથી તુલના કરી, જે છયે દર્શનોને પોતાના કરૂણાપુત હૃદયમાં સ્થાન આપશે–સ્થાપન કરશે અર્થાત્ તેમના ખંડન-મંડનમાં ન પડતા તેમનામાં રહેલ આંશિક સત્યતા, સાધનાના વિકલ્પોનો સ્વીકાર કરશે તે નમિજિનના ચરણનો સાચો ઉપાસક બનશે.
નમિજિનના ચરણોની ઉપાસના માત્ર બાહ્ય પુજા-પ્રભાવનાભક્તિમાં ચરિતાર્થ થઈ જતી નથી. પરંતુ જેવી રીતે પ્રભુએ, જે રીતે સંસારની બાહ્ય ખટપટોથી અલિપ્ત રહી, કોઇપણ ગચ્છ, સંપ્રદાય, મત
દર્શનમોહનીયકર્મનો ઉદય એટલે મિથ્યાત્વમોહનીયનો ઉધ્ય.