Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી , 851
બુટિ હોય તો એટલી જ છે કે તેઓ પોતાના મતને એકાંતે માને છે એટલે અન્ય મતને-અન્ય સિદ્ધાંતને સાપેક્ષ રહીને તે સિદ્ધાંતોનું મંડાણ નથી. વળી તે દર્શનના પ્રણેતાઓ વીતરાગ અને સર્વજ્ઞ ન હોવાથી, ત્રણેકાળનું યથાર્થ જ્ઞાન ન હોવાથી, તેઓ વિશ્વવ્યવસ્થાને સમ્ય રીતે બતાવવા માટે કે સમજવા માટે સક્ષમ નથી-સમર્થ નથી. એકાંગી હોવાથી સર્વાગી જુઆત કરવા માટે સમર્થ નથી. છતાં પોતાની માન્યતામાં આગ્રહવાળા ન બને અને માત્ર કષાય નાશના લક્ષ્ય સાધના કરે, તો જરૂર ઈષ્ટલ પ્રાપ્ત કરી શકે છે. સાધનામાં અનાગ્રતા અને ગુણગ્રાહિતા આ બે બાપુ મોટી ચીજ છે. એ આવે તો પછી કોઈપણ સાધનાના વિકલ્પથી આગળ વધી શકાય છે.
જૈન દર્શન એ સર્વાગી છે. સર્વજ્ઞ વીતરાગ ભગવાનથી પ્રણીત છે એટલે તેનામાં કોઈ પણ ત્રુટિ ન હોય. વળી એ વીતરાગ સર્વજ્ઞ ભગવંતો અન્યદર્શનની એકાંગી સાધનાને પણ સ્વીકારે છે અને કહે છે કે અન્ય લિંગે પણ સિદ્ધ થઈ શકાય છે. '
જેના દર્શને બતાવેલ સવાંગી સાધના અને અન્યદર્શનોએ બતાવેલ એકાંગી સાધના, બંનેમાં અનાગ્રતા અને ગુણગ્રાહિતા એ બે મહત્વના અંગો છે, એ જો ન સચવાય તો જૈન દર્શનમાંથી પણ મોક્ષ ન મળે. મોક્ષ એ આંતરિક તત્વ છે, તેથી તેને મેળવવાનો માર્ગ પણ આંતરિક છે એટલે દોષ ક્ષય અને ગુણ વિકાસ અને એ દ્વારા ગુણસ્થાનકનો મારોહ ટકી રહે, તો ઈષ્ટસિદ્ધિ કરી શકાય. બાકી જૈનશાસન નિર્દિષ્ટ ત્યાગ માર્ગ સ્વીકાર્યા પછી અને ઘોર સંયમ, કષ્ટકારી અને નિર્દોષ ચર્ચા વગેરેની પાલના છતાં પોતાના સંપ્રદાયમાં ચાલતી માન્યતાના આગ્રહ, અન્યની માન્યતા પ્રત્યે અરૂચિ, દ્વેષ, નિંદા, ખંડન વગેરે આવે તો દોષ
યાર સંજ્ઞા, ત્રણ એષણા અને ત્રણ ગારવની આસક્તિની બંધાયેલી ગાઢ ગ્રંથિઓને તોડવી, એનું નામ જ ગ્રંથિભેદ. ગ્રંથિભેદ કરવો, એજ સમકિત-સમ્યક્ત્વ છે જે મોક્ષમાર્ગ છે.