Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
854
854
.હૃદય નયન નિહાળે જગધણી
છે
કે દર્શન પ્રત્યે કોઇપણ જાતના સારા ખરાબનો કે સાચા-ખોટાનો કે મારા-તારાનો અભિપ્રાય આપ્યા વિના સંસારનો ત્યાગ કરી માત્ર એકાંતમૌન-ધ્યાન અને સ્થિરાસન દ્વારા અસંગ યોગ સાધ્યો અને અંતે ક્ષપકશ્રેણીશુક્લધ્યાન પામવા દ્વારા ઘાતકર્મોના ભુક્કા બોલાવી વીતરાગતા અને સર્વજ્ઞતાને સાધી; તે જ રીતે આપણે પણ જો વિતરાગ અને સર્વજ્ઞ બનવાની સાધના કરીએ, તે માટે સંસારની સર્વ જંજાળોથી મુક્ત રહીએ, દુનિયામાં ધર્મના નામે ચાલતા અનેક પ્રકારના મતભેદોથી અલિપ્ત રહીએ અને તે દ્વારા મુક્તિને નજીક લાવીએ, તો જ આપણે નમિજિનના ચરણો સેવ્યા કહેવાય બાકી નહિ. વ્યવહારથી નમિજિનના ચરણની ઉપાસના એ નિશ્ચયથી પોતાના શુદ્ધસ્વરૂપની ઉપાસના છે. જિનાલયમાં રહેલા નમિજિનના ચરણની ઉપાસના એ દેહાલયમાં રહેલા પરમાત્માની ઉપાસના કરવા માટે છે. નમિજિનના ચરણોની ઉપાસના એ શુદ્ધાત્માની ઉપાસનાથી જુદી હોઈ શકે નહિ. સાચી સર્વોત્કૃષ્ટ પૂજા એ પ્રતિપત્તિ પૂજા છે.
બાહ્યથી ગમે તેટલી ઊંચી ભક્તિ કરવા છતાં, મોટા સાદે સુંદર રાગથી સ્તુતિ અને સ્તવનાઓ બોલવા છતાં, જો અંદરથી પરિણતિમાં વિવેક-ઉપશમભાવ ન કેળવાયો, તો ત્યાં વ્યવહારથી નંમિજિનના ચરણોની ઉપાસના જરૂર કહેવાશે પણ તત્ત્વથી તો નહિ જ કહેવાય. તત્ત્વથી નમિજિનના ચરણોની ઉપાસના એટલે પોતાના દેહરૂપી દેવળમાં છુપાયેલ શુદ્ધ એવા પરમાત્માની ઉપાસના. તે ત્યારે કરી કહેવાય કે આપણે છીયે દર્શનો પ્રત્યે માધ્યસ્થદષ્ટિવાળા બનીએ, ગુણગ્રાહિદષ્ટિવાળા બનીએ અને એ દ્વારા આપણામાં રહેલ આગ્રહો, મતાગ્રહો, કદાગ્રહો, હઠાગ્રહો, દુરાગ્રહો, મઠાગ્રહો, પૂર્વગ્રહો નીકળી જાય તો! અન્યથા નહિ!
દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ એટલે સમ્યક્ત્વમોહનીયનો ઉદય.