Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
[૧૬]
• આ. શ્રીદેવેન્દ્રસૂરિજીએ “પ્રશ્નોત્તરરત્નમાલા” ગ્રંથની વૃત્તિની પ્રશસ્તિમાં અને આ. શ્રીસંઘતિલકસૂરિજીએ “સમ્યક્ત્વ સમતિ વૃત્તિની પ્રશસ્તિમાં આ. શ્રી પ્રભાનંદ સૂરિ મ. ની પ્રશંસા ક્રમશઃ નીચે મુજબ કરી છે –
આમ તેઓ મહાવિદ્વાન હતા એ તો વિતરાગ ત્રિવૃત્તિની પ્રશસ્તિમાં પ્રોજેલા “તિમાનમુદ્રા' અને “તમામનામ' એ શબ્દથી પણ જાણું શકાય છે. શ્રી હિતોપદેશમાં ગ્રંથના સંપાદનમાં ઉપયોગમાં લેવાયેલી પ્રતો
આ ગ્રંથરત્નનું સંપાદન કરવા માટે મુખ્ય બે પ્રતોને ઉપયોગ થાય છે, જે બન્ને પ્રતિ આ. શ્રી હેમચંદ્રસૂરિ જ્ઞાન મંદિરના પાટણના ભંડારની છે જેમાં એક પ્રત મૂળ છે જેને ડા. નં.-૧૭ અને પ્રતનં-૭૯૨૬ છે.
બીજી પ્રત સટીક છે, પણ પૂરી નથી લગભગ ૪૮૦ શ્લેક સુધી છે. પાઠાંતરે. મેળવવા માટે તે પ્રતને ઉપયોગ કર્યો છે, ટીકાની પ્રશસ્તિ માટે પગથીયાના (સંવેગી) ઉપાશ્રયની સટીક પ્રતને ઉપગ કર્યો છે..
ઉપરની પ્રત્યેક પ્રતમાં ગ્લૅક નં. ૭૫પછી ૭૭ નંબર છે, વચ્ચે ૭૬ નંબર નથી. લા. દ. વિદ્યામંદિરમાં પણ એક મૂળની હસ્તપ્રત છે, જેને નંબર પ૮૮૩/૨૦૧૧ છે. પત્ર-૧૨ છે, તેમાં પણ ૭૭ નંબર નથી. પરંતુ ગાથાઓમાં કોઈ જ ફેર નથી ત્રણેય પ્રતમાં એક સરખી ગાથાઓ છે. તેમાં ગહ હૈ –૭૧ -૭૬, જાતિ ૭૮. આ મુજબ છે. પ્રકરણ જોતાં એક પણ ગાથા છુટેલી જણાતી નથી અને કુલ પર૫ ગાથાની સંખ્યા થઈ જાય છે. દર્શનશુદ્ધિ પ્રકરણને પરિચય -
વિદ્વજનેમાં આ ગ્રંથ અનેક નામથી પ્રસિદ્ધિને પામ્યું છે. જેવાં કે૧–દર્શનશુદ્ધિ-પ્રકરણ, ૨-'સમ્યકત્વ પ્રકરણ, ૩-સમ્યક્ત્વ-સ્વરૂપ પ્રકરણ, ૪ઉપદેશરત્નકેશ, પ–સંદેહવિષૌષધિ ગ્રંથ, અને ૬-પંચરત્ન પ્રકરણ,
આ ગ્રંથરત્નની રચના પૂર્વાચાકૃત ગ્રંથમાંથી ગાથાઓને ઉદ્ધાર કરીને કરવામાં આવી છે. આ ગ્રંથમાં સમ્યગ્દર્શનના સ્વરૂપને વિશદ છણાવટપૂર્વક સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 1-સગવપ્રકરણ'પ્રસિદ્ધોડયમ / રૂ-માિિા સ્ટોક ૨ વૃત્તિ છે 2–હેમચંદ્ર સૂરિ જ્ઞાનમંદિર પાટણનું લીસ્ટ 3–5 જુઓ પત્ર ૧૭૮ ઉપર દર્શનશુદ્ધિ પ્રકરણ, ગાથા–૨૬૯
6- - ૧૭૮ , , -૨૬૭ તથા પરિશિષ્ટ-૩