________________
ભ. બુદ્ધે એ પુદગલને ક્ષણિક અને નાના-અનેક કહ્યો છે. એ ચેતન તે છે, પણ માત્ર ચેતન છે એમ તે ન કહી શકાય. તે નામ અને રૂ૫ એ બન્નેને સમુદાયરૂપ છે; એટલે તેને ભૌતિક-અભૌતિકના મિશ્રણરૂપ જ કહેવો જોઈએ. આ પ્રકારે બૌદ્ધસંમત પુદગલ એ ઉપનિષદની જેમ કેવલ ચેતન કે ભૌતિકવાદીઓની જેમ કેવલ અચેતન નથી; આમાં પણ ભ. બુદ્ધને મધ્યમમાર્ગ જ છે. મિલિન્દપ્રશ્ન ૨. ૩૩; વિશુદ્ધિમાર્ગ ૧૮. ૨૫-૩૫; સંયુત્તવિકાય ૧, ૧૩૫.
(૮) દાર્શનિકને આત્મવાદ
ઉપનિષત્કાળ પછી ભારતીય વિવિધ વૈદિક દર્શનની વ્યવસ્થા થઈ છે એટલે હવે એ વિશે પણ નિર્દેશ કરે આવશ્યક છે. ઉપનિષદે ભલે લાંબા કાળની વિચારપરંપરાને વ્યકત કરતાં હોય, પણ તેમાં એનું એક સૂત્ર સામાન્ય છે. ભૂતવાદનું પ્રાધાન્ય માનીએ કે આત્મવાદનું, પણ એક વસ્તુ નક્કી જ છે કે વિશ્વના મૂળમાં કઈ એક વસ્તુ છે, અનેક નહિ-એ પ્રકારની એકસૂત્રતા સમસ્ત ઉપનિષદોમાં જોવા મળે છે. ઋગ્વદ (૧૦. ૧૨૯)માં તેને તેને કહ્યું હતું, પણ નામ આપ્યું ન હતું. બ્રાહ્મણકાળમાં તે એક તવ પ્રજાપતિ કહેવાયું. ઉપનિષદોમાં તેને સત્વ, અસત, આકાશ, જલ, વાયુ, પ્રાણ, મન, પ્રજ્ઞા, આત્મા, બ્રહ્મ, એવા વિવિધ નામે કહ્યું પણ તેમાં વિશ્વના મૂળમાં અનેક તત્વ માનનારી વિચારધારાને પ્રશ્રય આપવામાં આવ્યું નથી. પણ દાર્શનિક સૂત્રની જ્યારે રચના થઈ ત્યારે વેદાંત દર્શન સિવાયનાં ભારતીય વૈદિક-અવૈદિક બધાં દર્શનેમાં અદ્વૈતવાદને પ્રશ્રય મળ્યો હોય તેવું દેખાતું નથી, એટલે માનવું જોઈએ કે ભલેને ઉપનિષદો પહેલાનું અદિક પરંપરાનું દાર્શનિક સાહિત્ય ઉપલબ્ધ ન હોય, પણ અતવિરોધી પરંપરાનું અસ્તિત્વ પ્રાચીન કાળથી હતું જ. એ પરંપરાના અસ્તિત્વને કારણે જ વેદબ્રાહ્મણપ્રતિપાદિત વૈદિક કર્મકાંડને સ્થાને સ્વયં વૈદિકોએ જ્ઞાનમાર્ગ અને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે અને એ જ પરંપરાને અસ્તિત્વને કારણે વૈદિક દર્શનેએ અદ્વૈત માર્ગને છોડી દૈતમાર્ગ અથવા તો બહુતત્વવાદી પરંપરાને અપનાવી છે. વેદવિરોધી શ્રમણપરંપરામાં જ જૈન પરંપરા, આજીવક પરંપરા, બૌદ્ધ પરંપરા, ચાર્વાક અને બીજી ઘણી પરંપરાઓ થઈ, પણ આજે માત્ર જૈન અને બૌદ્ધ પરંપરાનું અસ્તિત્વ છે. આપણે જોયું કે ઉપનિષદ્દવિચારધારાની પરાકાષ્ઠા અદ્વૈત ચેતન આત્મા કે બ્રહ્મ તત્ત્વના સ્વીકારમાં થઈ છે, પણ વૈદિક દર્શનેમાં ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, પૂર્વમીમાંસા એ બધાંએ માત્ર અત આત્મા જ નહિ, પણ જડ-ચેતન અને પ્રકારનાં તવોને મૈલિક માન્યાં છે, એટલું જ નહિ, પણ આમતત્વને પણ એક ને માનતાં બહુસંખ્યક માન્યું છે. ઉક્ત બધાં દર્શનાએ આત્માને ઉપનિષદની જેમ ચેતન કહ્યો છે, એટલે કે તેને ભૌતિક નથી માન્યો.
(૯) જૈનમત
આ બધાં વેદિક દર્શનની જેમ જૈન દર્શનમાં પણ આત્મા એ ચેતન તત્વ સ્વીકારાયું છે અને અનેક છતાં પણ એ ચેતનતત્ત્વ સંસારી અવસ્થામાં બૌદ્ધ દર્શનના પુદ્ગલની જેમ મૂર્તઅમૂર્ત છે. જ્ઞાનાદિ ગુણેની અપેક્ષાએ અમૂર્ત છે, પણ કર્મ સાથેના તેના સંબંધને લઈને તે મૂર્ત પણ છે. આથી વિપરીત બીજાં બધાં દર્શને ચેતનને અમૂર્ત જ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org