________________
પ્રભાસ]. નિર્વાણચર્ચા
[૧૬૯ કારણ કે બને અત્યંત વિલક્ષણ છે. કરણે મૂર્ત-પૌગલિક છે જ્યારે જીવ અમૂર્ત હેવાથી તેથી અત્યન્ત વિલક્ષણ છે, એટલે કરણનો અભાવ થઈ જાય છતાં જીવત્વને અભાવ નથી થતુંતેથી મુક્તાવસ્થામાં પણ જીવત્વ છે જ.
(૧૯૯૪) પ્રભાસ-ભલે મુક્તામાં જીવ બચે રહે, પણ આકાશની જેમ કરણે વિનાને હેવાથી તે જ્ઞાની કેવી રીતે બનશે ?
ભગવાન–ઈન્દ્રિયાદિ કરણે મૂર્ત છે તેથી તે ઘટાદિની જેમ ઉપલબ્ધિ ક્રિયા ઇન્દ્રિય વિના -જ્ઞાનક્રિયાના કર્તા ન બની શકે; પણ તે માત્ર જ્ઞાનક્રિયાનાં દ્રારા પણ જ્ઞાન છે છે-સાધનો છે; ઉપલબ્ધિને કર્તા તે જીવ જ છે. (૧૯૫)
જ્ઞાનને અન્વય-વ્યતિરેક આત્મા સાથે છે, ઈન્દ્રિય સાથે નથી, કારણ કે ઈન્દ્રિયોનો વ્યાપાર બંધ પડી જાય છતાં સ્મરણાદિ શાને થાય છે અને ઇન્દ્રિયોને વ્યાપાર છતાં અન્યમનસ્ક આત્માને જ્ઞાન નથી થતું માટે ઈન્દ્રિયો હોય તો જ જ્ઞાન થાય અને મુક્તામાને ઈન્દ્રિય નથી માટે તે અજ્ઞાની-જ્ઞાનાભાવવાળો છે એમ ન માની શકાય. કરથી ભિન્ન એ આત્મા જ જ્ઞાન કરે છે. જેમ ઘરના ગોખથી દેવદત્ત જુએ છે તેમ આત્મા ઈન્દ્રિયોરૂપી ગોખલાઓથી જ્ઞાન કરે છે. પણ જે ઘરનો દવંસ થઈ જાય તે દેવદત્તના જ્ઞાનનો વિસ્તાર વધી જાય છે, તેમ શરીરને નાશ થવાથી હવે ઇન્દ્રિયો વિના જ આત્મા નિર્બાધ પણે સમસ્ત વસ્તુઓનું જ્ઞાન કરવા સમર્થ બને છે. (૧૯૯૬)
વળી, મુક્તાત્માને જ્ઞાન નથી એમ કહેવું તે વિરુદ્ધ છે, કારણ કે જ્ઞાન એ તો આત્માનું સ્વરૂપ છે. જેમ પરમાણુ કદી રૂપારિરહિત હોય નહિ તેમ આત્મા પણ જ્ઞાનરહિત હોઈ શકે જ નહિ. એટલે “આત્મા છે” અને “તે જ્ઞાનરહિત છે” એમ કહેવું તે પરસ્પર વિરુદ્ધ છે. જે સ્વરૂપ ન હોય તે સ્વરૂપવાનની સ્થિતિ જ ન બને. મેં તને પ્રથમ સમજાવ્યું છે કે જીવ એ કદી વિલક્ષણ જાતિના પરિણામને પામતો જ નથી, એટલે કે જીવ જે જ્ઞાન રહિત બની જાય તો તે જડ બની જાય. જીવ અને જડ એ તો પરસ્પર અત્યંત વિલક્ષણ જાતિવાળાં દ્રવ્ય છે, તેથી જીવ કદી જડ બની શકે નહિ, અર્થાત્ કદી પણ જ્ઞાનને અભાવ જીવમાં થાય જ નહિ.
(૧૯૭)
૧. આ ભાવાર્થવાળી ગાથાઓ પ્રથમ પણ આવી છે–૧૬૫૭-૧૬૬૦, ૨. ગાથા–૧૯૯૪,
२२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org