________________
૧૧૧. ૨૭.
ડિપા
૨૦૩
એવા આક્ષેપને ઉત્તર આપ્યા છે કે જીવા અનત છે તેથી તેમ બનશે નહિ. સોંસારની સમાપ્તિ કદી પણ થશે કે નહિ, એવા પ્રશ્નના ઉત્તરમાં યેાગભાષ્યકરે એ પ્રશ્ન અવસનીય છે એમ ઉત્તર આપ્યા છે, અને જણાવ્યુ` છે કે સોંસારને અંત છે કે નહિ, એમ ન કહી શકાય, પરંતુ કુશલના સ ંસાર ક્રમે કરી સમાપ્ત થાય છે અને અકુશલના સંસાર સમાપ્ત થતા નથી એમ કહી શકાય છે. સમસ્ત સ ંસાર વિશે એકતર નિય નથી દઈ શકાતા. યેાગભાષ્યની ટીકા ભાવતીમાં એક પ્રાચીન વાકય ઉષ્કૃત કર્યું” છે—ાનીમિવ સર્વોત્રનાયતે છેઃ—આના અર્થ કે અત્યારની જેમ કદી પણ સંસારના અત્યંત ઉચ્છેદ નથી. આની સાથે જૈન માન્યતાની તુલના કરવા જેવી છે. જૈન માન્યતા છે કે ગમે ત્યારે તીર્થંકરને પૂછવામાં આવે, જવાબ એક જ મળશે કે ભળ્યાના અનન્તમા ભાગ જ સિદ્ધ થયા છે. જીવેા અનંત છે અને તેના અનન્તમા ભાગ જ સિદ્ધો છે. અહીં ઉપનિષદનું પૂ ય મૂળ માય પૂર્ણ મેવાયશિષ્યતે—એ માર્મિક વાકય પણુ ભાવતીએ ઉદ્ધૃત ક" છે અને એક બીજો પણ લેાક ઉષ્કૃત કર્યાં છે તે આ—
अत एव हि विद्वत्सु मुचयमानेषु सर्वदा ।
બ્રહ્માજનીવડે નામનન્તસ્ત્રાવ:ન્યતા જુએ યાગભાષ્ય ૪. ૩૩,
૧૧૧, ૨૭. ગા૦ ૧૮૩૯-મેાક્ષને કૃતક ન માનવાની વાત જે આમાં કહી છે તે વિશે થેાડે ખુલાસેા જરૂરી છે.
બૌદ્ધો બધી વસ્તુને ક્ષણિક માને છે એટલે કે સંસ્કૃત-કૃતક માને છે, પરંતુ તેમણે પણ નિર્વાણુને તેા અસંસ્કૃત જ માન્યું છે. રાજા મિલિન્દા પ્રશ્ન હતા કે એવી કાઈ વસ્તુ છે જે કર્માંજન્ય ન હોય, હેતુજન્ય ન હેાય અને ઋતુજન્ય ન હોય. આના ઉત્તરમાં ભદન્ત નાગસેને જણાવ્યું છે કે આકાશ અને નિર્વાણુ એ બે વસ્તુ એવી છે જે ક કે હેતુ કે ઋતુથી ઉત્પન્ન નથી થતી. આ સાંભળીને તરત જ રાા મિલિન્દે પ્રશ્ન કર્યાં કે તે પછી ભગવાને મેક્ષમાર્ગ ના ઉપદેશ શા માટે આપ્યા ? તેનાં અનેક કારણેાની ચર્ચા શા માટે કરી? આના ઉત્તરમાં ભદન્ત નાગસેને જણાવ્યું છે કે મેાક્ષના સાક્ષાત્કાર કરવા અને તેને ઉત્પન્ન કરવા એ બન્ને જુદી વસ્તુ છે. ભગવાને જે કાંઈ કારણેા બતાવ્યાં છે તે મેક્ષના સાક્ષાત્કાર કરવાનાં કારણેા છે. મેાક્ષને ઉત્પન્ન કરવાનાં કારણેાની ચર્ચા ભગવાને નથી કરી આ વસ્તુના સમર્થનમાં દૃષ્ટાંત આપ્યું છે કે કોઈ પણ મનુષ્ય હિમાલય સુધી પોતાના પ્રાકૃતિક બળથી પહેાંચી તા શકે છે, પણુ તે તેને તે જ બળથી ઉપાડીને અન્યત્ર મૂકી શકતા નથી. કાઈ મનુષ્ય નૌકાના આશ્રય લઈને સામે તીરે જઈ તા શકે છે, પણ તે સામેના તીરને ઉપાડીને પોતાની પાસે કાઈ પણ પ્રકારે લાવી શકતા નથી. તે જ પ્રમાણે નિર્વાણુના સાક્ષાતકાર કરવાના માર્ગે ભગવાન દેખાડી શકે છે, પરંતુ નિર્વાણુને ઉત્પન્ન કરનારા હેતુએ બતાવી શકતા નથી. આનું કારણ એ છે કે નિર્વાણુ એ અસંસ્કૃત છે. જે સ ંસ્કૃત હેય તે ઉત્પન્ન થઈ શકે છે, અસ ંસ્કૃત વસ્તુ તેા ઉત્પન્ન થઈ જ ન શકે.
વિશેષ ખુલાસા કરતાં ભદન્ત નાગસેને જણાવ્યું છે કે નિર્વાણુ એ અસ ંસ્કૃત હોવાથી તેને ઉત્પન્ન, અનુત્પન્ન, ઉત્પાદ્ય, અતીત, અનાગત, પ્રત્યુત્પન્ન (વર્તમાન), ચક્ષુવિજ્ઞેય, શ્રોત્રવિજ્ઞેય, ઘ્રાણુવિજ્ઞેય જિહ્વાવિજ્ઞેય, સ્પર્શી વિજ્ઞેય,-એવા કાઈ પણુ રાબ્દી તેને કહી શકાતું નથી. છતાં એ નિર્વાણુને નથી' એમ કહી શકાતુ નથી, કારણ કે તે મનેાવિજ્ઞાનને વિષય બને છે. વિશુદ્ધ એવા મન વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org