Book Title: Gandharwad
Author(s): Dalsukh Malvania
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 428
________________ ભાષાન્તરમાં ભાત પાડતા ગ્રંથ નાઈશ્રી દલસુખ માલવણિયાએ ગણધરવાદ વિશે જે ગ્રંથ તયાર કર્યો છે તેની પ્રસ્તાવના જોઈ લીધા પછી તેમાંના એતિહાસિક વિભાગ અંગે જે સૂચના કરવી યોગ્ય લાગી તે મેં કરી છે, એ એક સામાન્ય વસ્તુ છે. પરંતુ આખી પ્રસ્તાવના જોયા પછી મારા ઉપર એ અસર પડી છે કે ભાઈશ્રી માલવણિયાએ ગણુધરવાદ જેવા અતિગહન વિષયને કુશળતાપૂર્વક અતિ સરળ બનાવી દીધા છે, તદુપરાંત તેમણે ગણધરવાદમાં ચર્ચાયેલા પદાર્થોના વિકાસ અને ઉદ્દે ગમ વિશે વૈદિક કાળથી લઈ જે સપ્રમાણુ દાર્શનિક અને શાસ્ત્રીય ઇતિહાસ રજૂ કર્યો છે તે દ્વારા તાત્વિક પદાર્થોના ક્રમિક વિકાસ કેમ થતા ગયા અને એક બીજા દર્શન ઉપર તેનો કેવી કેવી અસર થઈ એ સપષ્ટ રૂપે સમજાઈ જાય છે. તે સાથે આપણને એ પણ સમજાઈ જાય છે કે સમ્યગૂજ્ઞાન-દર્શનની ભૂમિકામાં રહેલા મહાનુભાવે તાત્ત્વિક પદાર્થોનું અધ્યયન, અવલોકન તેમજ ચિંતન કેવી વિશાળ અને તટસ્થ દૃષ્ટિએ કરવું જોઈએ જેથી તેની સમ્યજ્ઞાન-દર્શનની દશા દૂષિત ન થાય. - પ્રાચીન અને ગહન જૈન ગ્રં થનાં આપણી ચાલુ-દેશીભાષાઓમાં જે વિશિષ્ટ ભાષાંતર ઐતિહાસિક નિરૂપણ અને આવશ્યક વિવેચન સાથે પ્રકાશિત થયાં છે તેમાં ગણધરવાદને પ્રzત ભાષાંતર-ગ્રંથ એક વિશિષ્ટ ભાત પાડે છે, એ એક હકીકત છે મુનિ પુણ્યકિજય અમદાવાદ ભાદ્રપદ કૃષ્ણા 19, 1. સ. 2008 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428