________________
ટિપણે
૯.૯]
૧૮૭] ૬. ૯. આત્મા અકર્તા–સાંખ્યમત પુરુષનિરૂપણુ માટે જુઓ સાંખ્યકારિકા ૧૭–૯.
૭. ૧૧. જીવ પ્રત્યક્ષ છે–જીવ અને જ્ઞાનને અભેદ માનીને અહીં જીવને પ્રત્યક્ષ કહ્યો છે. કારણ કે જ્ઞાન પ્રત્યક્ષ છે. આ બાબતમાં દાર્શનિકના વિવિધ મત છે.
નિયાયિક-વૈશેષિકે જ્ઞાન અને જીવને ભેદ માને છે. તેમને મતે જ્ઞાનનું પ્રત્યક્ષ થાય તે પણ આત્માનું પ્રત્યક્ષ ન હોય એમ બને. સાંખ્યયોગને મતે ૫ણું જ્ઞાન અને પુરુષને ભેદ છે. એટલે જ્ઞાન પ્રત્યક્ષ છતાં પુરુષ અપ્રત્યક્ષ રહે એવો સંભવ છે. વેદાન્ત આત્માને ચિવિજ્ઞાનમય માને છે એટલે વિજ્ઞાનનું પ્રત્યક્ષ એ જ અમાનું પણ પ્રત્યક્ષ છે. ગુણ-ગુણને ભેદ માન્યા છતાં પણ ન્યાયમંજરીકાર જ્યને આત્મપ્રત્યક્ષ સિદ્ધ કર્યું છે. ન્યાયમ, ૪૩૩
જ્ઞાનના પ્રત્યક્ષની બાબતમાં પણ દાર્શનિકમાં એકમાત્ય નથી. જૈન-બૌદ્ધ -પ્રભાકર-વેદાંત એટલાં દર્શને જ્ઞાનને સ્વપ્રકાશ-સ્વવિદિત-સ્વપ્રત્યક્ષ માને છે; એટલે કે જ્ઞાન પોતે જ પોતાનું પ્રત્યક્ષ કરે છે એમ માને છે, જ્ઞાનનું જ્ઞાન કરવા માટે બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા સ્વીકારતા નથી. આથી વિપરીત તૈયાયિક-વૈશેષિકે જ્ઞાનનું સ્વપ્રત્યક્ષ માનતા નથી, પણ એક જ્ઞાનનું બીજા જ્ઞાન વડે પ્રત્યક્ષ માને છે, જ્યારે સાંખ્ય-ગના મતે પુરુષ દ્વારા બધી બુદ્ધિવૃત્તિઓ પ્રતિભાસિત થાય છે. પણ કુમારિલ અને તેના અનુયાયી તે જ્ઞાનને પરોક્ષ જ માને છે; અર્થાત જ્ઞાનનું અસ્તિત્વ અનુમાન અને અર્થપતિથી સિદ્ધ કરે છે. તેમને મતિ જ્ઞાનનું પ્રત્યક્ષ છે જ નહિ આ બાબતમાં વિશેષ વિવરણ માટે જુએ પ્રમાણુમીમાંસા ટિ, પૃ. ૧૩.
૭. ૧૬. સ્વસંવેદન–પિતાનું જ્ઞાન પોતે જ કરવું તે સ્વસંવેદન. એ પણ પ્રત્યક્ષ જ્ઞાનને એક પ્રકાર છે.
૭. ૧૬. સ્વસંવિદિત–જેનું જ્ઞાન પિતાથી જ થયું હોય તે સ્વસંવિદિત. ૭. ૨૨, પ્રત્યક્ષેતર–પ્રત્યક્ષથી ઇતર-એટલે કે બિન અનુમાનાદિ.
૮. ૧. બાધક–કઈ પણ વસ્તુના વિરોધમાં જે પ્રમાણ ઉપસ્થિત કરવામાં આવે તે બાધક પ્રમાણ કહેવાય.
૮. ૧૭. અહંપ્રત્યય–આત્માની અહંપ્રત્યયથી સિદ્ધિ કરવાનો પ્રકાર બહુ જુનો છે, ન્યાયભાષ્ય (૩. ૧. ૧૫.) માં પણ વૈકાલિક અહંપ્રત્યયના પ્રતિસંધાનને આધારે આચાર્ય જિનભદ્રની જેમ જ આત્મસિદ્ધિ કરવામાં આવી છે. અને પ્રશસ્તપાદભાષ્ય (પૃ. ૩૬૦)માં અને ન્યાયમંજરી (પૃ. ૪૨૯)માં પણ અહંપ્રત્યયને આત્મવિષયક બતાવવામાં આવ્યો છે. ન્યાયવાર્તિક (પૃ. ૩૪૧)માં તે અહં. પ્રત્યયને પ્રત્યક્ષ કહ્યો છે.
૮. ૨૨. અહપ્રત્યય દેહવિષયક નથી—
આ માટે ન્યાયસૂત્રની આત્મપરીક્ષા (૩, ૧. ૧) અને પ્રશસ્તપાદભાષ્યનું આત્મપ્રકરણ (પૃ. ૩૬૦) જુઓ. વિશેષ માટે આત્મતત્વવિવેક (પૃ૦ ૩૬૬) અને ન્યાયાવતારવાવ ની તુલનાત્મક ટિપણી પૃ૦ ૨૦૬-૨૦૮ જુઓ. - ૯, ૯. સંશયક્ત એ જ જીવ- આચાર્ય જિનભદ્રની આ ગાથાઓમાં અપાયેલી દલીલો સાથે આયાય શંકરની ઉક્તિની તુલના કરવા જેવી છે. આચાર્ય શંકર કહે છે કે બધા લોકેને આત્માના અસ્તિત્વની પ્રતીતિ છે; હું નથી” એવી પ્રતીતિ કોઈને નથી. જો લેકેને પોતાનું અસ્તિત્વ અજ્ઞાત હોય તો હું નથી' એવી પ્રતીતિ થવી જોઈએ. બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય ૧, ૧. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org