________________
અચલજાતા] પુણ્ય-પાપ ચર્ચા
[૧૪૩ કેવી રીતે થાય? માટે તેનું બીજું સ્વતંત્ર કારણ પાપને માનવું જ જોઈએ. (૧૭ર)
વળી, જે પુણ્યના ઉત્કર્ષને આધારે જ સુખી શરીરની અને અપકર્ષને આધારે જ દુઃખી શરીરની રચના થતી હોય અને પાપ જેવી કેઈ સ્વતંત્ર વસ્તુ ન જ હોય તો શરીર એ મૂર્ત હોવાથી પુણ્યનો ઉત્કર્ષ હોવાથી જ તે મોટું બનવું જોઈએ અને પુણ્યનો અપકર્ષ હોય તો જ તે નાનું બને. અને જે મોટું હોય તે જ સુખદાયક બને, નાનું શરીર દુખદ બનવું જોઈએ. પણ વસ્તુતઃ આમ બનતું નથી. ચક્રવતીની અપેક્ષાએ હાથીનું શરીર મોટું છે, છતાં પુણ્ય પ્રકર્ષ તો ચક્રવતમાં છે, હાથીમાં નહિ. જે પુણ્યના અપકર્ષથી શરીરની રચના અપકૃષ્ટ થતી હોય તે હાથીમાં પુણ્યનો અપકર્ષ હોવાથી તેનું શરીર બહુ જ નાનું થવું જોઈએ, પણ તે તો બહુ જ મેટું છે. વળી, પુણ્ય એ તે શુભ છે, એટલે બહુ જ થોડું પુણ્ય હોય તો પણ તેનું કાર્ય શુભ હોવું જોઈએ, પણ તે અશુભ તો બની જ ન શકે. જેમ સુવણું થોડું હોય તો નાના સુવર્ણ ઘટ બને, પણ તે માટીનો ન બની જાય, તેમ પુથ્થી જે કાંઈ નિષ્પન્ન થાય તે શુભ જ બને, અશુભ કદી ન બની શકે, માટે જે અશુભ હોય તેનું કારણુ પાપ માનવું જોઈએ.
' (૧લ્ય૩) અલભ્રાતા–પાપના ઉત્કર્ષ થી દુઃખ અને પાપના અપકર્ષથી સુખ એ પક્ષને માનવામાં શું વાંધો ?
ભગવાન–જે મેં કેવલ પુય પક્ષ વિશે કહ્યું તે ઉલટાવીને પાપ વિશે પણ કહી
શકાય. જેમ પુણ્યના અપકર્ષથી દુઃખ ન થઈ શકે તેમ પાપના માત્ર પાપવાદનો અપકર્ષથી સુખ ન થઈ શકે. જે વધારે ઝેર બહુ નુકસાન કરતું નિરાસ-પુણ્યસિદ્ધિ હોય તે થોડું ઝેર થોડું નુકસાન કરે, પણ તે ફાયદે કેવી રીતે
કરે? એમ જ કહી શકાય કે ડું પાપ થોડું દુઃખ આપે, પણ સુખ માટે તે પુણયની કલ્પના કરવી જ જોઈએ.
અલભ્રાતા–તો પછી પુણ્ય-પાપને સાધારણ -સંકીર્ણ-મિશ્રિત માનવામાં શે વાંછે ?
ભગવાન-પુણ્ય-પાપ ઉભચરૂપ પણ કઈ કમ હોઈ શકે નહિ, કારણ કે તેવા સંકીર્ણ પક્ષને કર્મનું કઈ કારણ નથી.
(૧૯૩૪) નિરાસ
અચલભ્રાતા–સાધારણ કર્મનું કોઈ કારણ નથી એમ આપ શાથી કહે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org