________________
૧૪૮]
ગણધરવાદ
સમાન ભાગ નામ અને ગેાત્રનો છે. તેથી અધિક જ્ઞાનાવરણુ-દશનાવરણ-અન્તરાયનો ભાગ છે. પણ જ્ઞાનાવરણાદિ ઉક્ત ત્રણે કર્મોના પરસ્પર સરખા ભાગ છે. તેથી અધિક માહનીયને ભાગ છે અને સૌથી અધિક ભાગ વેદનીયનો છે. વેદનીય એ સુખ-દુઃખનું કારણ હાવાથી તેના ભાગ સર્વાધિક છે, ખાકીનાં કર્મોનો ભાગ તેમના સ્થિતિમ'ધના પ્રમાણમાં છે.’’
અચલભ્રાતા-આપે આહારના દાખલા આપ્ચા તેનો સમન્વય કરી બતાવે તે વિશેષ સમજ પડે.
[ગણધર
ભગવાન-આહાર સમાન છતાં પરિણામ અને આશ્રયની વિશેષતાને કારણે તેનાં વિભિન્ન પરિણામે દેખાય છે; જેમ કે ગાય અને સર્પને એક જ આહાર આપવામાં આવે છતાં ગાય જે કાંઇ ખાય છે તે ધરૂપે પરિણમે છે અને સર્પ જે કાંઇ ખાય છે તે વિષરૂપે પરિણમે છે. આમાં જેમ ખાદ્ય વસ્તુમાં તે તે આશ્રયમાં જઈને તે તે રૂપે પરિણત થઈ જવાનું પરિણામ-સ્વભાવવિશેષ છે તેમ ખાદ્યને ઉપયોગ કરનાર આશ્રયમાં પણ તે તે વસ્તુને તે તે રૂપે પરિણત કરવાનું સામર્થ્ય'વિશેષ છે. તે જ પ્રમાણે કર્મામાં પણ તે તે શુભ કે અશુભ અધ્યવસાયવાળા પેાતાના આશ્રય જીવમાં જઈને તે તે શુભ કે અશુભ રૂપે પરણુત થઈ જવાનું સામર્થ્ય છે, તેમ આશ્રય જીવમાં પણ તે તે કમને ગૃહીત કરી શુભ કે અશુભ રૂપે અર્થાત્ પુણ્ય કે પાપરૂપે પરિત કરી દેવાની શક્તિ છે. (૧૯૪૪)
અચલભ્રાતા—ગાય અને સપના દૃષ્ટાંતથી એ સિદ્ધ થયુ` કે અમુક જીવમાં કનું શુભ પરિણામ અને અમુક જીવમાં કનુ' અશુભ પરિણામ ઉત્પન્ન કરવાની શક્તિ છે. પણ એમાં શું દૃષ્ટાંત છે કે એક જ જીવ કર્માંનાં શુભ અને અશુભ મને પ્રકારનાં પરિણામેાને ઉત્પન્ન કરવા સમ છે ?
ભગવાન—એક જ શરીરમાં અવિશિષ્ટ અર્થાત્ એકરૂપ આહાર લેવામાં આવે છે છતાં તેમાંથી સાર અને અસાર એવાં બન્ને પરિણામે તત્કાલ થઈ જાય છે. આપણું શરીર ખાધેલા ખેારાકને રસ, રક્ત અને માંસરૂપ સાર તત્ત્વમાં અને મળ-મૂત્ર જેવા અસાર તત્ત્વમાં પરિણત કરી દે છે એ સ`જનસિદ્ધ છે, તે જ પ્રમાણે એક જ જીવ ગૃહીત સાધારણ કને પેાતાનાં શુભાશુભ પરિણામે વડે પુણ્ય અને પાપરૂપ પરિત કરી દે છે.
(૧૯૪૫)
અચલભ્રાતા— શુભ હાય તે પુણ્ય અને અશુભ હોય તે પાપ એ તે સમજાયુ', પણ કમ પ્રકૃતિએમાંથી કઈ શુભ છે અને કઈ અશુભ છે તે બતાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org