________________
૧૫૮]
ગણધરવાદ
[ગણધર
છે એમ માનવું જોઈએ. તે જ પ્રમાણે જે સત છે તેને સર્વથા વિનાશ પણ નથી થતો જે સતને સર્વથા વિનાશ થતો જ હોય તે ક્રમશ: બધી વસ્તુઓનો નાશ થઈ જવાથી સર્વેદને પ્રસંગ આવશે.
(૧૯૬૮) એટલે અવસ્થિત—વિદ્યમાનનો જ કેઈ એકરૂપે વિનાશ અને અન્યરૂપે ઉત્પાદ માનવે જોઈએ; જેમકે સત્ એવા જીવન મનુષ્યરૂપે વિનાશ અને દેવરૂપે ઉત્પાદ થાય છે, તે જ પ્રમાણે સમસ્ત કાવ્યોમાં ઉત્પાદ અને વિનાશની ઘટના છે. પણ વસ્તુને સર્વથા વિનાશ–ઉ છે તે માની શકાતો નથી, કારણ કે તેમ માનવામાં સમસ્ત લોકવ્યવહારનો ઉકેદ થઈ જાય. જેમ કે રાજપુત્રીની કીડા માટેના સેનાના ઘડાને ભાંગીને રાજપુત્રની ક્રીડા માટે જે સેનાને દડો બનાવવામાં આવે છે તે રાજપુત્રીને શેક, રાજપુત્રને આનંદ અને સોનાના માલિક રાજાને ઔદાસીન્ય-માધ્યચ્યું છે. આ પ્રકારે જે લેકવ્યવહાર અનુભવસિદ્ધ છે તે જે વસ્તુને ઉપાદાદિત્રયાત્મક ન માનવામાં આવે તો વિચ્છિન્ન થઈ જાય; એટલે જીવ પણ ત્રયાત્મક હોવાથી મૃત્યુ પછી પણ કથંચિત અવસ્થિત છે જ, તેથી પરલોકનો અભાવ માની શકાય નહિ. (૧૯૬૯)
મેતાર્ય–આ પ્રકારે યુક્તિથી તે પરલોક સિદ્ધ થાય છે, તો પછી વેદવાકયને સંગત કેમ કરવું ? ભગવાન–વેદનું તાત્પર્ય પરલોકને અભાવ સિદ્ધ કરવાનું હોઈ શકે જ નહિ,
કારણ કે જે પરલોક જેવું કાંઈ હોય જ નહિ તે “સ્વર્ગની ઈચ્છાવેદવાક્યને સમન્વય વાળાએ અગ્નિહોત્રાદિ કરવાં જોઈએ એવી મતલબનું જે વિધાન
વેદમાં આવે છે તે અસંગત થઈ જાય અને લોકમાં પણ દાનાદિનું ફળ સ્વર્ગ મનાય છે તે પણ અસંગત થઈ જાય; એટલે પરલકને અભાવ વેદને અભિપ્રેત નથી.
(૧૯૭૦)
આ પ્રકારે જ્યારે જરા-મરણથી રહિત એવા ભગવાને મેતાર્યની શંકાનું નિવારણ કર્યું ત્યારે તેણે પોતાના ત્રણ શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી. (૧૯૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org