________________
૧૬૪]
ગણધરવાદ
[ગણધર
પણ આથી તારે એમ ન સમજવુ' કે હું મેાક્ષને એકાન્ત નિત્ય માનવાના આગ્રહ ધરાવુ છું, કારણ કે જે બધી જ વસ્તુ ઉપાદ્ય-વિનાશ-સ્થિતિરૂપ માક્ષ નિત્યાનિત્ય છે છે ત્યાં મેાક્ષ માટે એકાંત નિત્યતાના આગ્રહ કેવી રીતે રાખી શકાય ? માક્ષાદિ બધા પદાર્થોને પર્યાયનયની અપેક્ષાએ અનિત્ય કહી શકાય છે. (૧૯૮૬)
પ્રભાસ-જો પદાર્થ સર્વથા નિત્ય કે સથા અનિત્ય ન હાય તેા બૌદ્ધોએ એમ શા માટે માન્યુ કે દીપનિર્વાણની પેઠે જીવના પણ મેાક્ષમાં નાશ થઈ જાય છે ?
ભગવાન દીપના અગ્નિના પણ સથા નાશ નથી થતા. દીવે। પણ પ્રકાશદીપનિર્વાણુ જેમ પરિણામને છેડીને અંધકાર-પરિણામને ધારણ કરે છે; જેમ દૂધ મેાક્ષ નથી; દધિરૂપ પરિણામને ધારણ કરે છે અને ઘડાનાં ઠીકરાં અને ઠીકરાંની દ્વીપના સથા ધૂળ અને છે. આ બધા વિકારા પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધ છે; નાશ નથી એટલે દ્વીપની જેમ જીવના પણ સવથા નાશ માની શકાય નહિ. (૧૯૮૭)
પ્રભાસ—દીપના જો સવથા નાશ ન થતા હાય તા તે બુઝાઈ ગયા પછી સાક્ષાત્ દેખાતા કેમ નથી ?
ભગવાન બુઝાઈ ગયા પછી તે અંધકાર પરિણામને પામે છે અને તે તે પ્રત્યક્ષ છે જ; એટલે તે નથી જ દેખાતા એમ તેા ન કહી શકાય. છતાં પણ દીવા બુઝાઈ ગયા પછી તે દીવારૂપે પણ કેમ નથી દેખાતા એના ખુલાસે એ છે કે દીવા ઉત્તરાત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરિણામેાને ધારણ કરે છે તેથી વિદ્યમાન છતાં તે નથી દેખાતા. જેમ કાળાં વાદળાં પણ જયારે વિખેરાઈ જાય છે ત્યારે તેમના સૂક્ષ્મ પરિણામને કારણે તે વિદ્યમાન છતાં આકાશમાં નથી દેખાતાં અને જેમ અંજન-સુરમા જો હવાને કારણે ઊડી જાચતા તે પણ વિદ્યમાન છતાં તેની સૂક્ષ્મ રજને કારણે નથી દેખાતા; તેમ એટલે દીપ પણ મુઝાઈ ગયા પછી સૂક્ષ્મ પરિણામને કારણે વિદ્યમાન છતાં નથી દેખાતા; એટલે કે તે અસત્ હાવાને કારણે નહિ, પણ સૂક્ષ્મ હાવાને કારણે નથી દેખાતા એમ માનવુ' જોઇ એ. આથી દીપને। સવથા નાશ માની શકાય નહિ, તે। પછી તેના દૃષ્ટાંતથી નિર્વાણમાં જીવના સર્વથા અભાવ સિદ્ધ થઈ શકે (૧૯૮૮)
નહિ,
પ્રભાસ—દીપ પ્રથમ આંખથી દેખાતા હતા અને મુઝાઈ ગયા પછી સૂક્ષ્મતાર્દિને કારણે તે નથી દેખાતા એમ આપે કહ્યું; પણ તે સૂક્ષ્મ શા માટે બની જાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org