________________
અચલભ્રાતા
પુણ્ય-પાપ ચર્ચા
(૧૪૭
અલભ્રાતા–આ આખા લેકના પ્રત્યેક આકાશ પ્રદેશમાં પુદ્ગલપરમાણુ શુભાશુભના ભેદ વિના ભરેલા છે; અર્થાત અમુક આકાશપ્રદેશમાં શુભ પુદ્ગલ અને અન્યત્ર અશુભ પુદ્ગલે હોય એવી કઈ વ્યવસ્થા વિના માત્ર અવ્યવસ્થિતરૂપે લેકમાં પુદ્ગલે ખચાખચ ભર્યા છે, જેમ પુરુષનું તેલવાળું શરીર નાનાં મોટાં રજકણોને તે ભેદ કરે છે, પણ શુભાશુભને ભેદ કર્યા વિના જ જે પુદ્ગલે તેના સંસર્ગમાં આવે છે તેને ગ્રહણ કરે છે, તેમ જીવ પણ સ્કૂલ અને સૂક્ષમના વિવેકપૂર્વક કર્મોગ્ય પુદ્ગલેનું જ ગ્રહણ કરે એ ઉચિત છે, પણ ગ્રહણકાલમાં જ તે તેમાંથી શુભાશુમન વિભાગ કરીને બેમાંથી એકને ગૃહીત કરે અને બીજાને નહિ એ કેમ બને ? (૧૯૪૨)
ભગવાન-જ્યાં સુધી જીવે કર્મ પુદ્ગલને ગ્રહણ નથી કર્યું હતું ત્યાં સુધી તે પુદુંગલ શુભ કે અશુભ એ બને વિશેષણથી વિશિષ્ટ નથી હોતું અર્થાત્ તે અવિશિષ્ટ જ હોય છે, પણ જીવ તે કર્મ પુદ્ગલને ગ્રહણ કરવાની સાથે જ આહારની જેમ અધ્યવસાયરૂપ પરિણામ અને આશ્રયની વિશેષતાને કારણે તે કમપુદ્ગલને શુભ કે અશુભ રૂપે પરિણત કરી દે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનું જેવું શુભ કે અશુભ અધ્યવસાયરૂપ પરિણામ હોય છે તેને આધારે તે ગ્રહણકાલે જ કર્મમાં શુભાવ કે અશુભત્વ ઉત્પન્ન કરે છે અને કર્મના આશ્રયભૂત જીવનો પણ એવો એક સ્વભાવવિશેષ છે જેને લઈને તે પ્રકારે કર્મને પરિણમવતો જ કર્મનું ગ્રહણ કરે છે. વળી કર્મને પણ એવો સ્વભાવ વિશેષ છે કે શુભ-અશુભ અધ્યવસાયવાળા જીવનડે શુભઅશુભ પરિણામને પામતું જ તે જીવ વડે ગૃહીત થાય છે. આ જ પ્રમાણે કર્મમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશના અલ્પ ભાગ અને બહુ ભાગનું વચિય પણ જીવ ગ્રહણ સમયે જ નિર્મિત કરે છે. આ જ વસ્તુને નિમ્ન ગાથામાં કહેવામાં આવી છે
જીવ કર્મ પુદગલમાં ગ્રહણ સમયે કર્મ પ્રદેશમાં પિતાના અવસાયને કારણે સર્વ જીવોથી અનંતગુણ એટલા રસાવિભાગ ગુણેને ઉત્પન્ન કરે છે.
કર્મપ્રદેશમાં સૌથી થોડે ભાગ આયુકર્મનો છે. તેથી અધિક પણ પરસ્પરમાં १. गहणसमयम्मि जीवो उप्पाएइ गुणो सपच्चयो । सव्वजीवाणंतगुणे कम्मपएसेस सव्वेसु ॥१॥
કર્મ પ્રકૃતિ બંધનકરણ ગાઢ ૨૯ २. आयुगभागे। थोवो नामे गाए समा तओ अहिगा ।
आवरणमन्तरराए सरिसा अहिगे। य मोहे वि ॥ सव्वुवरि वेयणीए भागा आहओ उ कारणं किन्तु ।
सुहदुःखकारणत्ता ठिई विसेसेण सेसासु ॥ બંધશતક ગા૦ ૮૯-૯૦; તુલના-કર્મ પ્રકૃતિ ચૂર્ણિ બંધનકરણ ગાથા ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org