________________
૬૦] ગણધરવાદ
[ગણધર - ભગવાન -જો વિજ્ઞાનક્ષણોનો સર્વથા નિરન્વય નાશ માનવામાં આવે તો પૂર્વ પૂર્વ વિજ્ઞાનક્ષણથી ઉત્તર-ઉત્તર વિજ્ઞાનક્ષણ સર્વથા ભિન્ન જ હોવાની. આ સ્થિતિમાં પૂર્વ વિજ્ઞાન દ્વારા અનુભૂતિ વસ્તુનું સ્મરણ ઉત્તર વિજ્ઞાનમાં સંભવે નહિ; જેમ દેવદત્ત અનુભવેલ વસ્તુનું સ્મરણ યજ્ઞદત્તને થતું નથી. પૂર્વભવનું સ્મરણ થાય તે છે; માટે જીવને સર્વથા નિખ માની શકાય નહિ. (૧૬૭૧)
વાયુભૂતિ–જવરૂપ વિજ્ઞાનને ક્ષણિક માનવા છતાં વિજ્ઞાન સંતતિના સામર્થ્યથી સ્મરણ થઈ શકે છે. ભગવાન–જે એમ હોય તો પણ શરીર નષ્ટ થવા છતાં વિજ્ઞાનસંતતિ નષ્ટ ન
થઈ માટે વિજ્ઞાન સંતતિને શરીરથી ભિન્ન જ માની જોઈએ, વિજ્ઞાન પણ સર્વથા અને માનવું જોઈએ કે વિજ્ઞાનસંતતિ ભવાન્તરમાં પણ સંકાન્ત ક્ષણિક નથી થાય છે. (૧૯૭૨)
વળી, જ્ઞાન પણ સર્વથા ક્ષણિક તે સંભવે જ નહિ, કારણ કે પૂપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે. જે ક્ષણિક હેય તેને ભૂત-અતીતનું મરણ જનાનત્તર વિનષ્ટની જેમ સંભવે જ નહિ. મરણ થાય તો છે માટે વિજ્ઞાનને ક્ષણિક માની શકાય નહિ. (૧૬૭૩) . વળી, જેને મત એ છે કે જ્ઞાન એક છે અર્થાત્ અસહાય છે, અને તે એક જ્ઞાન એક જ વિષય ને ગ્રહણ કરે છે અને વળી, તે જ્ઞાન પાછું ક્ષણિક પણ છે–તેમને મતે “ આ સંસારમાં જે સત્ છે તે બધુ ક્ષણિક છે આવું ષ્ટ મતવ્ય પણ કરી સિદ્ધ થઈ શકે નહિ. જે બધા પદાર્થો સામે હોય તે જ “ આ બધા પદાર્થો ક્ષણિક છે એવું જ્ઞાન ઉપન થાય; પણ સૌગત મતમાં તો એક જ્ઞાન એક જ પદાર્થને વિષય કરે છે, તેથી એક જ્ઞાનથી બધા પદાર્થોની ક્ષણિકતા જ્ઞાત થઈ શકે નહિ,
વળી, ન એક જ પદાર્થને વિષય કરનાર હોય છતાં એક સાથે એવાં અનેક જ્ઞાનો જે ઉત્પન્ન થતાં હોય અને તે બધાં જ્ઞાનનું અનુસંધાન કરનાર કોઈ એક આત્મા હોય તો જ સર્વવિષય સંબંધી ક્ષણિકતાનું જ્ઞાન સંભવે; પણ સૌગત તેવાં અનેક જ્ઞાનોની યુગ પદુત્પત્તિ માનતા નથી, તેથી સર્વ વસ્તુની ક્ષણિકતાનું જ્ઞાન કદી પણ થશે નહિ.
વળી, જ્ઞાન એક હોય અને એક જ વિષયને એક સમયે જાણતું હોય છતાં પણ જે તે ક્ષણિક ન હોય તે જ તે ક્રમશઃ બધી વસ્તુની ક્ષણિકતાનું પરિતાન
૧. “ત સંત તત્ સર્વ ક્ષળિ” હતુબિ૬ પૃ૦ ૪૪. ૨. ક્ષIિ : સર્વસંewોરા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org