________________
LEE
સુધમાં
આ ભવ અને પરભવના સાદશ્યની ચર્ચા માન્યા વિના સુખસંવેદન આદિ પણ ઘટતું નથી. આની વિશેષ ચર્ચા અગ્નિભૂતિ સાથે કરવામાં આવી જ છે. માટે સ્વભાવને અમૂર્ત પણ ન માની શકાય.
(૧૭૮૯-૯૦) સુધમ–તે પછી સ્વભાવ એટલે નિષ્કારણતા એ બીજો વિકલ્પ જ ઠીક લાગે છે.
ભગવાન–સ્વભાવ એટલે નિષ્કારણતા માનવામાં પણ પરભવમાં સારશ્ય કેવી રીતે ઘટશે ? અને જે સાદસ્થમાં કશું જ કારણ ન હોય તો વૈસાદમાં પણ શા માટે કારણ માનવું ? અર્થાત સદશ્યની જેમ પૈસાદસ્થ પણ કારણ વિના જ થઈ જશે. વળી ભવનો વિચ્છેદ પણ કારણ વિના શા માટે ન થાય ? અર્થાત્ મોક્ષને પણ નિષ્કારણ જ માનવો જોઈએ. અને જે કારણ વિના જ શરીરાદિની ઉત્પત્તિ થતી હોય તો ખરવિષાણની પણ ઉત્પત્તિ કેમ ન થાય ? વળી શરીરાદિનું કોઈ કારણ જ ન હોય તો પ્રતિનિયત આકાર કેવી રીતે થાય ? વાદળાંની જેમ અનિયત આકારવાળું શરીર કેમ ઉત્પન્ન ન થાય ? આ બધા પ્રશ્નોને ખુલાસો જે સ્વભાવ એટલે અકારણતા માને તો થઈ શક્તો નથી. માટે અકારણતાને સ્વભાવ માની શકાય નહિ. (૧૭૯૧)
સુધર્મા–ભલે, તે સ્વભાવને વસ્તુધર્મ માન જોઈએ.
ભગવાન–જે સ્વભાવ એ વસ્તુધર્મ હોય તો તે સદા એક જેવો ન જ રહી શકે, એટલે તે સદશ શરીરાદિને સદા કેવી રીતે ઉત્પન્ન કરી શકે?
સુધર્મા–પણ વસ્તુધર્મ એવો સ્વભાવ સદા સદશ કેમ ન રહી શકે ?
ભગવાન–કારણ કે વસ્તુના પર્યાયે ઉત્પાદ-સ્થિતિ-ભંગરૂપ વિચિત્ર હોય છે, એટલે તે સદા સદશ જ રહી શકે નહિ. વસ્તુના નીલાદિ ધર્મોમાં પ્રત્યક્ષથી જ અન્યરૂપે પરિણમન સિદ્ધ છે. વળી સ્વભાવને વસ્તુને ધર્મ તો તું કહે છે; પણ એ તે બતાવ કે તે આત્માનો ધર્મ છે કે પુદ્ગલને ? જે તે આત્મધર્મ હોય તે આકાશની જેમ અમૂર્ત હોવાથી શરીરાદિનું કારણ ન બની શકે. અને જે તે પુદ્ગલધર્મ હોય તો તે કર્મનું જ બીજું નામ સ્વભાવ થયો, કારણ કે હું તો કર્મને પુદ્ગલાસ્તિકાયમાં સમાવેશ કરું છું.
(૧૯૯૨) એટલા માટે હે સુધર્મન્ ! પુદ્ગલમય કર્મરૂપ વસ્તુનું પરિણામ અર્થાત્ ધર્મ જે તું સ્વભાવને માનતો હોય અને તે જ આ જગતમાં વૈચિત્ર્યનું કારણ બને છે એમ માનતા હો તો તેમાં કાંઈ જ દોષ નથી. પણ તારે, તે સદા સદશ જ છે એમ ન માનવું જોઈએ, પણ મિથ્યાત્વાદિ હેતુથી કર્મ પરિણામ વિચિત્ર બને છે
૧. જુઓ ગા૧૬૨૫, ૧૬૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org