________________
મંડિક] બંધમાક્ષ ચર્ચા
[૧૧૯ અથવા, સિદ્ધથી સ્થાનનો ભેદ માનીએ તો પણ એ સ્થાન આકાશ જ છે. અને આકાશ તો નિત્ય હોવાથી તેનો વિનાશ થતો નથી. અને તેથી પતનને અવકાશ નથી. વળી મુકતામામાં કર્મ પણ નથી. અને કર્મ વિના પતન સંભવે કેવી રીતે ? સિદ્ધમાં જે ગતિક્રિયાનું પ્રથમ સમર્થન કર્યું છે તે પણ માત્ર એકસમય માટે હોય છે અને તેમ પૂર્વપ્રગથી થાય છે ઈત્યાદિ બતાવ્યું જ છે, એટલે તે ગતિક્રિયા પણ પુનઃ થતી જ નથી; તેથી પણ પતનને અવકાશ નથી. વળી, પિતાને પ્રયત્ન, આકર્ષણ, વિકર્ષણ ગુરુવાદિ આ બધાં કારણે પતનનાં છે, પણ તેમને સંભવ મુકતમાં છે નહિ, કારણ કે તદુત્પાદક કારણને અભાવ છે; એટલે સિદ્ધનું પતન કેવી રીતે થાય ? (૧૮૫૭)
વળી, “સ્થાન છે માટે પતન લેવું જોઈએ એ નિયમ જ વ્યભિચારી છે; તેથી પણ મુકતમાં પતન માની શકાય નહિ. આકાશને નિત્ય સ્થાન છે છતાં આકાશનું પતન થતું નથી, એટલે સ્થાન છતાં આકાશનું પતન જ ન હોય તે મુકતને પણ સ્થાન છતાં શા માટે પતન માનવું ? વળી “સ્થાન છે માટે પતન છે એમ કહેવું એ તો સ્વવચનથી જ વિરુદ્ધ છે. વસ્તુત. એમ કહેવું જોઈએ કે “અસ્થાન છે માટે પતન છે.” સારાંશ એ છે કે સ્થાનને કારણે સિદ્ધનું પતન માની શકાય નહિ. (૧૮૫૮)
મંડિક-ભવ અર્થાત્ સંસારમાંથી જ સિદ્ધ થાય છે એટલે બધા મુક્તોમાં એક એ મુક્ત હોવું જોઈએ જે સર્વસિદ્ધોમાં આદિ હોય. ભગવાન-તું એમ નિયમ કરવા માગે છે કે જેમાં સાહિત્ય-કાર્યત્વ હોય તેમાં
કોઈ ને કોઈ પ્રથમ હોવું જોઈએ. પણ એ નિયમ વ્યભિચારી આદિસિદ્ધકોઈનથી છે, કારણ કે રાત અને દિવસ આદિવાળાં હોવા છતાં કાલ અનાદિ
હેવાથી કોઈપણ એક રાત કે દિવસને સર્વપ્રથમ નથી કહી શકાતાં, તેવી જ રીતે મુક્ત જીવ પણ આદિવાળા છતાં કઈ પણ મુક્તને કાળની અનાદિતાને કારણે સર્વ પ્રથમ કહી શકાતો નથી.
(૧૮૫૯) મંડિક-અનાદિકાલથી નવા નવા સિદ્ધ થતા આવે છે અને સિદ્ધિક્ષેત્ર તે પરિમિત છે તેથી તેમાં અનંત સિદ્ધિોનો સમાવેશ શી રીતે થઈ શકે? ભગવાન–મુક્ત જી અમૂર્ત છે તેથી પરિમિત ક્ષેત્રમાં પણ અનંત મુક્તોના
સમાવેશમાં કશી જ બાધા નથી. જેમ પ્રત્યેક દ્રવ્ય અનંત સિદ્ધોનો સમાવેશ સિદ્ધોનાં અનંત જ્ઞાન અને દર્શનનો વિષય બને છે–અર્થાત એક
જ દ્રવ્યમાં અનંત જ્ઞાન અને દશને જે રહી શકતાં હોય અને એક જ નર્તકીમાં હજારે પ્રેક્ષકેની દૃષ્ટિ સમાઈ શકતી હોય તે પરિમિત ક્ષેત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org