________________
૧૨૦]
ગણધરવાદ
[ગણધર
અનંત સિદ્ધોના સમાવેશમાં શી બાધા આવી શકે? વળી, નાના એવા ઓરડામાં અનેક દીપને મૂર્ત પ્રકાશ સમાઈ જાય છે તો અમૂર્ત અનંત સિદ્ધિને પરિમિત ક્ષેત્રમાં સમાવેશ કેમ ન થઈ શકે ?
(૧૮૬૦) આ પ્રકારે યુક્તિથી બંધ-મોક્ષની વ્યવસ્થા સિદ્ધ છે તેથી તારે તે માનવી જ
જોઈએ. અને વેદમાં પણ બંધ અને મોક્ષનું પ્રતિપાદન કરવામાં વેદવાક્યને આવ્યું જ છે. “ન હિ હૈ સારીરથ પ્રયાયોતિરત તેરારી 4 વાત સમવય રિયાબિયે છૂશતઃ ” ઈત્યાદિ વેદવાક્યોને તું યથાવત્ અર્થ જાણો
નથી તેથી જ તેને બંધ અને મોક્ષના વિશે શંકા થાય છે. પણ તારે એવી શંકા કરવી જોઈએ નહિ, કારણ કે ઉક્ત વાક્યના પૂર્વાર્ધમાં શરીર સહિત જીવ વિશે અને ઉત્તરાર્ધમાં શરીરરહિત જીવ વિશે કહેવામાં આવ્યું છે, તેથી સ્પષ્ટરૂપે પૂર્વાર્ધથી બંધનું અને ઉત્તરાર્ધથી મોક્ષનું પ્રતિપાદન સિદ્ધ થાય છે.
વળી, “ gષ વિશુળો વિમુર્ન રબ્બતેઇત્યાદિ વાક્યોનું તાત્પર્ય તું સંસારી જીવને બંધ-મોક્ષ નથી એવું સમજે છે, પણ વસ્તુતઃ એ વાક્ય તે મુક્ત જીવના સ્વરૂપને પ્રતિપાદન કરનારું છે. મેં પણ તને બતાવ્યું જ છે કે મુક્તને તે બંધાદિ છે જ નહિ. એટલે ઉક્ત યુકિતનું સમર્થન વેદવાક્યોથી પણ થાય છે, તેથી તારે બંધ-મોક્ષ વિશે શંકા ન કરવી જોઈએ.
(૧૮૬૧-૬૨) જ્યારે આ પ્રમાણે જરા મરણથી રહિત એવા ભગવાને મેડિકના સંશયનું નિવારણ કર્યું ત્યારે તેણે પિતાના સાડાત્રણસો શિષ્ય સાથે દીક્ષા અંગીકાર કરી.
(૧૮૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org