________________
૧૩૮] ગણધરવાદ
[ગણધર ભગવાન– કારણનુમાન અને કાર્યાનુમાન દ્વારા એ પરિણામની સિદ્ધિ થાય છે; અર્થાત્ કારણથી કાર્યનું અનુમાન કરીને અને કાર્યથી કારણનું અનુમાન કરીને તેની સિદ્ધિ થાય છે.
(૧૯૧૮) અલભ્રાતા– અનુમાનપ્રવેગ કેવા છે?
ભગવાન–દાનાદિ ક્રિયા અને હિંસાદિ ક્રિયા એ કારણ હોવાથી તેનું કોઈ કાર્ય રહેવું જોઈએ. એ કાર્ય તે બીજુ કોઈ નહિ, પણ જીવ અને કર્મનું પુણ્ય અને પાપરૂપ પરિણામ છે. આ પ્રકારે કારણનુમાનથી જેમ તુ કૃષિક્રિયાનું કાર્ય શાલિયવર્ઘઉં આદિ માને છે તે જ પ્રમાણે દાનાદિ ક્રિયાનું પુણ્ય અને હિસાદિ ક્રિયાનું પાપ એ બનેને આ કારણનુમાનથી કાર્યરૂપે સ્વીકારવાં જોઈએ. કહ્યું પણ છે કે –
સમાન પ્રયત્નનું સમાન ફળ મળે છે, અને અસમાન પ્રયત્નનું પણ સમાન ફળ મળે છે, પ્રયત્ન કરવા છતાં ફળ નથી મળતું અને ન કરવા છતાં પણ ફળ મળે છે એટલે જણાય છે કે પ્રયત્નના ફળનો આધાર માત્ર પ્રયત્ન ઉપર નથી, પણ તેને આધાર જીવના કેઈ ધર્મ ઉપર છે. તે ધર્મ તે જ કર્મ છે.”
કાર્યાનુમાનનો પ્રચેગ આ પ્રમાણે છે–દેહાદિનું કોઈ કારણ હોવું જોઈએ, કારણ કે તે કાર્ય છે, ઘટાદિની જેમ. દેહાદિનું જ કારણ છે તે કર્મ છે. આ વસ્તુ મેં અગ્નિભૂતિ સાથેની ચર્ચામાં વિશેષરૂપે ચર્ચા છે તેથી તારે પણ અગ્નિભૂતિની જેમ કર્મને માની લેવું જોઈએ.
' (૧૯૧૯) અલભ્રાતા–દેહાદિનું કારણ માતા-પિતાદિ પ્રત્યક્ષ છે, તો પછી અષ્ટકમ માનવાની શી આવશ્યકતા ? ભગવાન–દષ્ટ કારણ માતા-પિતા એ જ હોય છતાં એક પુત્ર સુંદર દેહયુક્ત
હોય છે અને બીજે કુરૂપ; એટલે દષ્ટ કારણ માતા-પિતાદિથી ભિન્ન પુણ્ય અને પાપરૂપ એવું અદષ્ટ કારણ કર્મને પણ માનવું જોઈએ. અને તે અદટ કર્મની સિદ્ધિ કર્મ પણ પુણ્ય અને પાપ એમ બે પ્રકારનું માનવું જોઈએ,
કારણ કે શુભ દેહાદિ કાર્યથી તેના કારણભૂત પુણ્ય કર્મનું અને અશુભ દેહાદિ કાર્યથી તેના કારણભૂત પાપકર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, અને વળી શુભક્રિયારૂપ કારણથી શુભકર્મ પુણ્યની નિષ્પત્તિ થાય છે અને અશુભક્રિયારૂપ કારણથી અશુભકર્મ પાપની નિષ્પત્તિ થાય છે; એથી પણ કર્મના પુણ્ય અને પાપ એવા બે ભેદ સ્વભાવથી જ ભિન્ન જાતીય સિદ્ધ થાય છે. કહ્યું પણ છે કે१. “समासतुल्यं विषमास तुल्यं सतीष्वसच्चाप्यसतीषु सच्च ।।
फल कियास्वित्यथ यन्निमित्तं तद देहिनां सोऽस्ति नु कोऽपि धर्मः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org