________________
૧૧૮] ગણધરવાદ
[ગણધરે ગતિને ક્યાંય અંત જ ન આવે. અને જે તે પ્રકારે જીવ અને પુદ્ગલની ગતિને અંત જ ન હોય તો જીવ–પુદ્ગલનો સંબંધ જ ન થાય. અને જે તેમને સંબંધ ન થાય તે પુદ્ગલ સ્કંધેની દારિક આદિ વિચિત્ર રચના પણ ન બને અને પરિણામે બંધ-મોક્ષ-સુખ–દુઃખ ઈત્યાદિ સાંસારિક વ્યવહારનો લેપ થાય. માટે કાલેકને વિભાગ માનવે જોઈએ અને તે વિભાગ કરનાર ધર્મ અને અધર્મ એ બને અસ્તિકા પણ માનવા જોઈએ.
(૧૮૫૩)
જેમ માછલાની ગતિ પણ વિના નથી થતી તેમ ગતિસહાયક દ્રવ્ય લોકથી પર અલેકમાં ન હોવાથી જીવ અને પુદ્ગલની ગતિ પણ અલકમાં નથી થતી, એટલે લોકમાં ગતિસહાયક એવું ધર્માસ્તિકાય દ્રવ્ય માનવું જોઈએ જે લોકપરિમાણ છે. (૧૮૫૪)
વળી લેક પ્રમેય છે તેથી તેનું કઈ પરિણામ કર્તા દ્રવ્ય અવશ્ય હોવું જોઈએ. જેમ ય હોવાથી તેના પરિચ્છેદક જ્ઞાનનું અસ્તિત્વ મનાય છે તેમ લેકના પરિમાણકર્તા દ્રવ્યનું-ધર્માસ્તિકાયનું અસ્તિત્વ માનવું જોઈએ.
અથવા, જીવ અને પુદ્ગલે જ લોક કહેવાય છે. અને તે પ્રમેય છે તેથી તેનું પરિ. ણામકર્તા દ્રવ્ય કેઈ હોવું જોઈએ. જેમ શાલ્યાદિ ધાન્ય પ્રમેય છે તો તેનું પરિમાણકર્તા દ્રવ્ય પ્રસ્થ છે તેમ જીવ-પુદ્ગલાત્મક લેકનું પરિમાણુક્ત દ્રવ્ય ધર્માસ્તિકાય છે. અને આકાશ તે સર્વત્ર સમાન હોવાથી જે અલેક માનવામાં આવે તો જ ધર્માસ્તિકાયની સાર્થકતા થાય. માટે ધર્માસ્તિકાયથી પરિચ્છિન્ન એવા લેકથી ભિન્ન અલક માનવો જોઈએ અને લેકના અગ્રભાગમાં જ સિદ્ધ અવસ્થિત થઈ જાય છે એમ માનવું જોઈએ
(૧૯૫૫)
મંડિક–સિદ્ધોનું સ્થાન તે સિદ્ધસ્થાન કહેવાય આથી તે સિદ્ધોનું અધિકરણ છે. અને જે અધિકારણ હોય છે ત્યાંથી તો પતન અવશ્ય થાય છે; જેમ વૃક્ષથી ફલનું અથવા પર્વતાદિ સ્થાનથી દેવદત્તનું; માટે સિદ્ધસ્થાનમાંથી સિદ્ધોનું પણ પતન થવું જોઈએ. ભગવાન–અહીંયાં “સિદ્ધોનું સ્થાન” એમાં જે છઠ્ઠી વિભક્તિ છે તે કર્તાઅર્થમાં
સમજવાની છે, એટલે કે સિદ્ધકર્તક સ્થાન અર્થાત્ “સિદ્ધ રહે છે” સિદ્ધસ્થાનથી એવો તેનો અર્થ થાય છે. આથી સિદ્ધ અને તેના સ્થાનને ભેદ પતન નથી નહિ પણ અભેદ વિવક્ષિત છે. સારાંશ એ છે કે સિદ્ધનું સ્થાન
સિદ્ધથી જુદું નથી જેથી તે સ્થાનથી પતન માનવું પડે. (૧૮૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org