________________
વ્યકત શૂન્યવાદનિરાસ
(૬૯ જ નથી, કારણ કે જે હશે તે સ્વ હશે અથવા પર. એટલે અનુભયથી નિષ્પત્તિ છે એમ કહેવાનો અર્થ એ થશે કે વસ્તુની સિદ્ધિ અહેતુક છે–અર્થાત તેને કઈ હેતુ નથી, કઈ કારણ નથી. પણ એ તે અસંભવ છે. વિના કારણે સંસારમાં કાંઈ જ ઉત્પન્ન થઈ શકે જ નહિ. આથી અન્ય પ્રકારે—અનુભયથી પણ વસ્તુની સિદ્ધિ નથી.
હસ્વ-દીર્ઘત્વના વ્યવહારમાં પણ આમ જ છે. તે પણ સાપેક્ષ જ છે. તેથી કઈ પણ વસ્તુ સ્વતઃ હસવ કે દીર્ઘ નથી. પ્રદેશિની-અંગૂઠા પાસેની પહેલી આંગળી–એ અંગૂઠાની અપેક્ષાએ લાંબી છે, પણ તે જ પાછી વચલી આંગળીની અપેક્ષા એ ટૂંકી છે. આથી વસ્તુતઃ એ સ્વતઃ લાંબી પણ નથી અને ટૂંકી પણ નથી, પણ અપેક્ષાથી લાંબી અને ટૂંકી છે. આથી એ વિશે એમ કહી શકાય કે દીર્ઘત્વ-હસ્વત્વ એ સ્વતઃ સિદ્ધ નથી. અને સ્વતઃ સિદ્ધ ન હોવાથી ખરવિષાણની જેમ પરતઃ પણ સિદ્ધ સંભવે નહિ. અને સ્વ-પર ઉભય કે અનુભય પ્રકારે પણ હસ્વત્વ-દીર્ઘત્વની સિદ્ધિ શક્ય નથી. એટલે માનવું જોઈએ કે આ બધો વ્યવહાર સાપેક્ષ છે. એટલે કેઈએ ઠીક જ કહ્યું છે કે
દીઘ કહેવાતી વસ્તુમાં દીર્ઘત્વ જેવું કશું જ નથી, હસ્વ કહેવાતી વસ્તુમાં પણ દીર્ઘત્વ જેવું કશું જ નથી. એ બન્નેમાં પણ દીર્ઘત્વ નથી એટલે દીર્ઘત્વ એ વસ્તુ જ અસિદ્ધ છે. આ પ્રકારે અસિદ્ધ એ શૂન્ય હોવાથી તેનું અસ્તિત્વ ક્યાં માનવું?”
હવની અપેક્ષાએ દીઘની સિદ્ધિ કહેવાય છે અને સ્વની સિ પણ દીર્વની અપેક્ષાએ કહેવાય છે. પરંતુ નિરપેક્ષરૂપે કેની સિદ્ધિ નથી. એટલે આ બધી સિદ્ધિ માત્ર વ્યવહારને કારણે છે, પરમાર્થત કશું જ નથી.”
આ પ્રકારે સંસારમાં બધું જ સાપેક્ષ હોવાથી શુન્ય જ છે. (૧૯૯૨) સર્વશૂન્યતાના સમર્થનમાં વળી બીજી રીતે પણ તારું મન દલીલ કરે છે તે
આ પ્રમાણેસર્વશન્યતાનું ઘટ અને અસ્તિત્વ એ બને એક જ છે અર્થાત્ અભિન્ન છે? સમર્થન અથવા અનેક છે અર્થાત્ ભિન્ન છે ? તે બન્નેને એક તો માની
શકાય નહિ, કારણ કે બધી વસ્તુ ઘુ ઘટપ બની જશે. તે એટલા માટે કે જે કાંઈ અસ્તિ હોય તે બધું જે ઘટરૂપ હોય તો જ ઘટ અને અસ્તિત્વ १. "न दीर्घऽस्तीह दीर्घत्व न हस्वे नापि च द्वये ।
तस्मादसिद्ध शून्यत्वात् सदित्याख्यायते क्व हि ॥ हस्व प्रतीत्य सिद्ध दीर्घ दीर्घ प्रतीत्य हृस्वमपि । न कि चिदस्ति सिद्ध व्यवहारवशाद वदन्त्येवम् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org