________________
၆၀]
ગણધરવાદ
[ગણધર
એક જ છે એમ કહેવાય, અન્યથા નહિ. આ સ્થિતિમાં ઘટભિન્ન પડાઢિ કોઈપણ પદાનુ' અસ્તિત્વ સંભવશે નહિ, તેથી બધુ જ ઘટરૂપ માનવું પડશે.
અથવા ઘટ એ માત્ર ઘટ જ નથી, પણ પટ પણ છે, અને તે જ પ્રકારે ઘટ સંસારની સમસ્ત વસ્તુપ છે એમ માનવુ પડશે, કારણ કે સ‘સારની સમસ્ત વસ્તુમાં અસ્તિત્વ વ્યાપ્ત છે અને તે અસ્તિત્વથી ઘટ અભિન્ન છે.
અથવા, ઘટ અને અસ્તિત્વને એક માનવામાં—જે ઘટ છે તે જ અસ્તિ છે એમ માનવું પડે. આથી ઘટેતર બધી વસ્તુ અસ્તિત્વશૂન્ય ખની જાય, તે બધીને અભાવ થઈ જાય; તેથી તેા સ`સારમાં માત્ર એક ઘટનુ જ અસ્તિત્વ રહે.
અને જો તેમ થાય તે ઘટનુ પણ અસ્તિત્વ અને નહિ, કારણ કે અઘટથી વ્યાવૃત્ત હાવાથી જ ઘટ ‘ઘટ' કહેવાય છે. જો સ'સારમાં ટેતર-અઘટ હોય જ નહિ તે પછી કોની અપેક્ષાએ તેને ‘ઘટટ કહેવા ? તેથી ઘટનુ' અસ્તિત્વ પણ બનશે નહિ. એથી સશૂન્યની જ સિદ્ધિ થશે.
આ પ્રકારે ઘટ અને અસ્તિત્વને એક માનવામાં સશૂન્યતાની આપત્તિ હાવાથી ઘટ અને અસ્તિત્વને અનેક અર્થાત્ ભિન્ન માનવામાં આવે તેાપણુ સશૂન્યતાની આપત્તિ છે જ. જો ઘટથી અસ્તિત્વ ભિન્ન હોય તા ઘટને અસ્તિ’ ન કહેવાય; અર્થાત્ ઘટ અસ્તિત્વથી શૂન્ય થશે. અસ્તિત્વગ્નન્ય ઘટ એ તે ખવિષાણુ જેમ અસત્ જ હાય છે. તે પ્રકારે બધી જ વસ્તુને અસ્તિત્વન્ય હોવાથી અસત્ જ માનવી પડશે;—શૂન્ય જ માનવી પડશે. વળી સત્ના ભાવ એ સત્ત્વ છે—અસ્તિત્વ છે. હવે જો તે પેાતાના આધારરૂપ ઘટાદિ સત્ પદાર્થોથી એકાંતભિન્ન જ હાય તા તેનુ' અસત્ત્વ જ ઠરે, કારણુ કે આધારથી અન્ય—સથા ભિન્ન એવા આધેયધમનું અસ્તિત્વ જ ઘટતું નથી.
જ
આ પ્રકારે ઘટ અને અસ્તિત્વને એક કે અનેક માનવામાં ઉક્ત દોષાનેા સ‘ભવ છે, તેથી તે અવાચ્ચ અથવા સથાન્ય છે. તે જ પ્રકારે બધા પદાથે અનભિલાષ્ય – અવાચ્ય છે અથવા સથાન્ય જ છે. (૧૬૯૩)
વળી તું માને છે કે જે ઉત્પન્ન નથી થતું તે તેા ખવિષાણુની જેમ અસત્ હાવાથી તેની ચર્ચા કરવી નકામી પણ છે. પણ જે ઉત્પન્ન કહેવાય ઉત્પત્તિ નથી ઘટતી છે તેની પણ ઉત્પત્તિ વિચાર કરતાં ધટતી નથી, તેથી તે પણ શુન્ય જ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે—
જાત—ઉત્પન્નની ઉત્પત્તિ સ‘ભવે નહિ, કારણ કે તે ઘડાની જેમ જાત જ છે. બે જાતની પશુ ઉત્પત્તિ માનવામાં આવે તે અનવસ્થા થાય-અર્થાત્ જન્મ-પર પરાને 'ત જ ન આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org