________________
[૬૧
વાયુભૂતિ]
જીવ-શરીર કરી શકે. પરંતુ તમે તો વિજ્ઞાનને ક્ષણિક પણ માનો છે, તેથી એ સર્વ વસ્તુની ક્ષણિક્તાનું પરિજ્ઞાન કરી જ શકે નહિ; માટે વિજ્ઞાનને અક્ષણિક માનવું જોઈએ. અને તે ગુણ હોવાથી નિરાધાર ન રહી શકે; તેથી શરીરથી ભિન્ન એવો ગુણ આત્મા પણ માનવ જઈ એ. (૧૬૭૪)
વાયુભૂતિ-ક્ષણૂિક વિજ્ઞાન બધી વસ્તુ ક્ષણિક છે એમ નથી જાણી શકતું એ જે આપે કહ્યું તેનું વધારે સ્પષ્ટીકરણ કરવા કૃપા કરો.
ભગવાન–બૌદ્ધમતાનુસાર વિજ્ઞાન સ્વવિષયમાં જ નિયત છે અને વળી તે ક્ષણિક પણ છે, તેથી તેવું વિજ્ઞાન અનેક વિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના ધર્મો, જેવાં કે ક્ષણિકતા, નિરાત્મકતા, દુઃખતા વગેરેને કેવી રીતે જાણી શકે ? કારણ કે તે વિષયો તે જ્ઞાનના છે નહિ, અને તે જ્ઞાન ક્ષણિક હોવાથી તે તે વિષયોને ક્રમશઃ ૫ણ જાણે એવો સંભવ નથી. આ પ્રકારે સ્વવિષયથી ભિન્ન એવા બધા પદાર્થો તે જ્ઞાનના અવિષય જ છે; તેથી તેમની ક્ષણિકતા આદિનું પરિજ્ઞાન સંભવતું નથી. (૧૦૦)
વાયુભૂતિ–એક જ વસ્તુને વિષય કરનાર અને ક્ષણિક એવું વિજ્ઞાન હોય તો પણ તે બધી વસ્તુના ક્ષણભંગને સ્વ અને વિષયની જેમ અનુમાનથી જાણી શકશે. તાત્પર્ય એ છે કે તે વિજ્ઞાન અનુમાન કરશે કે સંસારનાં બધાં જ્ઞાન ક્ષણિક જ હોવાં જોઈએ, કારણ કે જે જ્ઞાનો છે તે બધાં જ્ઞાન હોવાથી મારી જેમ જ ક્ષણિક હોવાં જોઈએ અને તેના વિષયો પણ ક્ષણિક હોવા જોઈએ, કારણ કે તે બધા પણ મારા વિષયની જેમ જ્ઞાનના જ વિષયો છે. મારા વિષય ક્ષણિક છે, તેથી તે બધા પણ ક્ષણિક હેવા જોઈએ. આ પ્રકારે જ્ઞાન એક જ વસ્તુને વિષય કરે અને ક્ષણિક પણ હોય છતાં તે સમસ્ત વસ્તુની ક્ષણિકતાનું જ્ઞાન કરી શકે છે.
ભગવાન–તે જે અનુમાનો આપ્યાં તે અયુક્ત છે; કારણ કે પ્રથમ વેતર જ્ઞાનની સત્તા અને સ્વવિષયેતર વિષયોની સત્તા સિદ્ધ હોય તો જ તે બધાંની ક્ષણિકતાનું અનુમાન થઈ શકે, કેમ કે પ્રસિદ્ધધામ પક્ષ બને છે” એવો સિદ્ધાન્ત છે. પણ તે બધાંની સત્તાને જ તે ક્ષણિક વિજ્ઞાન સિદ્ધ કરી શકતું નથી, ત્યાં તેમની ક્ષણિકતાની સિદ્ધિની તો વાત જ દૂર રહી જાય છે.
વાયુભૂતિ–સ્વેતર વિજ્ઞાનની અને વિષચેતર વસ્તુની સિદ્ધિ પણ વિજ્ઞાન તે જ પ્રમાણે અનુમાનથી જ કરશે કે જેમ મારું અસ્તિત્વ છે તેમ અન્ય જ્ઞાનનું પણ અસ્તિત્વ હોવું જોઈએ અને જેમ મારો વિષય છે તેમ અન્ય જ્ઞાનના વિષે પણ
૧. “તત્ર વાર પ્રસિદ્ઘ ઘમ” ન્યાયપ્રવેશ પૃ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org