________________
૬૨)
ગણધરવાદ
[ગણધર હોવા જોઈએ અને પછી નિશ્ચય કરશે કે જેમ હું પોતે ક્ષણિક છું અને મારો વિષય ક્ષણિક છે, તેમ તે બધાં જ્ઞાન અને તેમના વિષયે પણ ક્ષણિક જ હોવાં જોઈએ.
ભગવાન–તારું આ કથન પણ યુક્તિસંગત નથી, કારણ કે તે માનેલ સર્વવસ્તુની ક્ષણિકતાને જાણનાર સ્વયં વિજ્ઞાન જ પિતાનો જન્મ થતાં વેંત નષ્ટ થાય છે; તેથી તે પિતાના જ નાશને અને પિતાની જ ક્ષણિકતાને જાણવા અસમર્થ છે. તો બીજા શાને અને તેમના વિષયને અને તે બધાંની ક્ષણિકતાને જાણવામાં તો ખૂબ અસમર્થ છે.
વળી, તે ક્ષણિકાન પિતાના જ વિષયની ક્ષણિકતા પણ જાણી શકતું નથી, કારણ કે જ્ઞાન અને તેને વિષય બંને એક જ કાલમાં વિનષ્ટ થાય છે. જે તે જ્ઞાન પિતાના વિષયનો વિનાશ થતો જુએ અને તેથી તેની ક્ષણિકતાનો નિર્ણય કરે અને પછી જ તે પિને નષ્ટ થાય તે જ તે સ્વવિષયની ક્ષણિકતાની પ્રતિપત્તિ કરી શકે. પણ તેવું તો બનતું નથી, કારણ કે બૌદ્ધોના મતે જ્ઞાન અને વિષય બંને એક જ કાલમાં, પિતાની ઉત્તર ક્ષણોને ઉત્પન્ન કરીને, વિનષ્ટ થાય છે. વસ્તુની ક્ષણિકતાને જાણવા માટે અન્ય સ્વસંવેદન કે ઇંદ્રિયપ્રત્યક્ષનું પણ સામર્થ્ય નથી. અને ઉક્ત પ્રકારે અનુમાન તે ઘટતું જ નથી, તેથી સર્વ વસ્તુની ક્ષણિકતા બૌદ્ધ મતે અજ્ઞાત જ રહે છે. (૧૬૭૧)
વાયુભૂતિ–પૂર્વ પૂર્વ વિજ્ઞાન વડે કરીને ઉત્તર-ઉત્તર વિજ્ઞાનમાં એવી એક વાસના ઉત્પન્ન થાય છે જેથી તે વિજ્ઞાન એક જ વસ્તુને વિષય કરતું હોય અને ક્ષણિક હોય છતાં બીજા વિજ્ઞાનના અને તેમના વિષયેના રાવ-ક્ષણિકતાદિ ધર્મોને જાણી શકે છે. આ પ્રકારે બધી વસ્તુઓની ક્ષણિકતા બૌદ્ધોને અજ્ઞાત રહેતી નથી; તેથી તે માનવામાં કોઈ વિરોધ નથી.
ભગવાન–તે બતાવેલ વાસના પણ તે જ સંભવે જે વાસ્ય અને વાસક એવાં બને જ્ઞાન એક કાલમાં ભેગાં મળતાં હોય. પણ બૌદ્ધોને મતે ઉક્ત બને જ્ઞાનો જન્માનન્તર જ નષ્ટ થતાં હોવાથી એક જ કાલમાં તેમની વિદ્યમાનતા સંભવતી નથી. અને જે તે બન્ને એક જ કાલમાં સંયુક્ત થાય તો તે તે જ્ઞાનની ક્ષણિકતાની પણ હાનિ થય; તે પછી બધાં જ્ઞાન અને બધા વિષયેની ક્ષણિકતા કેવી રીતે સિદ્ધ થાય ?
વળી, તે વાસના પણ જે ક્ષણિક હોય તો તેથી પણ જ્ઞાનની જેમ સર્વ ક્ષણિકતા સિદ્ધ થઈ શકે નહિ. અને જે વાસના પિોતે જ અક્ષણિક હોય તો તારી પ્રતિજ્ઞા કે બધું જ ક્ષણિક છે, તેને બાધ થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org